Airtel Down: દેશના કેટલાય ભાગોમાં એરટેલની સેવા ઠપ્પ, કંપનીએ ગ્રાહકોની માફી માંગી
Airtel Down: દેશના કેટલાય ભાગોમાં એરટેલની સેવા ઠપ્પ, કંપનીએ ગ્રાહકોની માફી માંગી
સોશિયલ મીડિયા પર Airtel યુઝર્સનું કહેવું છે કે મોબાઈલ ઈન્ટરનેટ અને કોલિંગમાં સમસ્યા પેદા થઈ છે.
Airtel Down: ઇન્ટરનેટ આઉટેજ ટ્રેકર DownDetector મુજબ આ આઉટેજના કારણે દેશના વિવિધ શહેરો અને જિલ્લાઓમાં એરટેલ યૂઝર્સને પરેશાનીનો સામનો કરવો પડી રહ્યો છે. યૂઝર્સને શુક્રવારે 11 વાગ્યાથી ઇન્ટરનેટ (Internet) સંબંધી સમસ્યાઓ આવી હતી.
Airtel Down: ડિજિટલ યુગમાં લોકોનો મોબાઇલનો વપરાશ અત્યંત વધી ગયો છે. માત્ર અંગત ઉપયોગ માટે નહીં, પણ રુટિન ઓફિસ વર્ક માટે પણ હવે મોબાઇલ અત્યંત જરૂરી થઈ ગયા છે. અને મોબાઇલ જેટલું જ જરૂરી ઇન્ટરનેટ (Internet outage) છે. તેમાં ઇન્ટરનેટની સુવિધામાં અડચણ આવે તો ઓફિસ વર્કમાં સમસ્યા પેદા થાય છે. શુક્રવારે દેશમાં એરટેલ (Airtel)ના યૂઝર્સને કેટલીક પ્રકારની સમસ્યાનો સામનો કરવો પડ્યો. એરટેલ બ્રોડબેન્ડ (Broadband) અને મોબાઇલ ગ્રાહકોએ શુક્રવારે સોશિયલ મીડિયા ઉપર નેટવર્ક ડાઉન થવાની ફરિયાદ કરી.
નેટવર્ક ડાઉન થવાના કારણે એરટેલની ફાઇબર ઇન્ટરનેટ સર્વિસ અને મોબાઇલ ઇન્ટરનેટ (Mobile Internet)ની સેવા ઉપર પણ ખરાબ અસર પડી. ઇન્ટરનેટ આઉટેજ ટ્રેકર DownDetector મુજબ આ આઉટેજના કારણે દેશના જુદા જુદા શહેરો અને જિલ્લાઓમાં યૂઝર્સને મુશ્કેલીનો સામનો કરવો પડ્યો.
DownDetectorનું માનીએ તો એરટેલ યૂઝર્સને શુક્રવારે 11 વાગ્યાથી ઇન્ટરનેટ (Internet) સંબંધી સમસ્યાઓ આવી હતી. કહી દઈએ કે આ આખા મામલામાં એરટેલે ટ્વીટ કરીને આઉટેજની પુષ્ટિ કરી છે. તેની સાથે જ કંપનીએ જણાવ્યું હતું કે એરટેલના નેટવર્ક સાથે થયેલી ગરબડને સોલ્વ કરી લીધી છે અને હવે તમામ સેવા યોગ્ય રીતે ચાલી રહી છે.
એરટેલે ટ્વીટ કરીને પોતાના ગ્રાહકોની માફી માંગતા કહ્યું કે, અમારી ઇન્ટરનેટ સેવાઓમાં થોડા સમય માટે સમસ્યા આવી હતી અને તેનાથી તમને થયેલી અસુવિધાઓ માટે અમને ખેદ છે. હવે બધું જ યથાવત થઈ ગયું છે કેમ કે અમારી ટીમ અમારા ગ્રાહકોને સહજ અનુભવ આપવા માટે કામ કરે છે.
Our internet services had a brief disruption and we deeply regret the inconvenience this may have caused you. Everything is back as normal now, as our teams keep working to deliver a seamless experience to our customers.
તમને જણાવી દઈએ કે મોબાઇલ અને ઇન્ટરનેટ સેવાઓ સાથે થનારી આવી તકલીફો બહુ ઓછી જોવા મળે છે. અહીં એરટેલે તો આશરે એક કલાકમાં સમસ્યા સોલ્વ કરી નાખી. થોડા દિવસો પહેલા જ જિયોનું નેટવર્ક ડાઉન થયું હતું તો જિયોના ગ્રાહકોને આશરે 8 કલાક સુધી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો.
જણાવી દઈએ કે હજુ થોડા દિવસો પહેલા જ રિલાયન્સ જિઓ (Reliance Jio)નું નેટવર્ક પણ ડાઉન થઈ ગયું હતું જેના કારણે મુંબઈ અને આસપાસના વિસ્તારમાં રહેનારા જિયો યૂઝર્સને આશરે 8 કલાક સુધી ઘણી બધી સમસ્યાનો સામનો કરવો પડ્યો હતો. જિયો યૂઝર્સને થયેલી આ સમસ્યાના કારણે કંપનીએ પોતાના ગ્રાહકોની માફી માંગીને 2 દિવસ ફ્રિમાં અનલિમિટેડ પ્લાન આપ્યો હતો.
Published by:Nirali Dave
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર