Home /News /tech /બહુ કામની છે Airtelની આ સર્વિસ, આ રીતે કરી શકો છો એક્ટિવેટ

બહુ કામની છે Airtelની આ સર્વિસ, આ રીતે કરી શકો છો એક્ટિવેટ

બહુ કામની છે Airtelની આ સર્વિસ, આ રીતે કરી શકો છો એક્ટિવેટ

અમે તમને DND એક્ટિવેટ કરવાની સરળ રીત જણાવી રહ્યાં છીએ

ન્યૂઝ18 ગુજરાતી: તમે એરટેલ યુઝર છો અને બિનજરૂરી કોલથી પરેશાન છો. જો તમે કોઇ કામમાં વ્યસ્ત હોવ અને અચાનક લોન આપવા માટે, ક્રિડેટ કાર્ડ માટે કોલ આવતાં હોય તો પરેશાન થવાની જરૂર નથી. અમે તમને DND એક્ટિવેટ કરવાની સરળ રીત જણાવી રહ્યાં છીએ. જેનાથી તમે સરળતાથી બિનજરૂરી કોલથી છૂટકારો મેળવી શકશો. તો ચાલો જાણીએ DND (Do Not Disturb) એક્ટિવેટ કરવાની પ્રોસેસ...

એરટેલ નંબર પર ઓનલાઇન આવી રીતે એક્ટિવેટ કરો DND

જો તમે તમારા નંબર પર DND એક્ટિવેટ કરવા માગો છો તો એટલેલના DND પેજ (https://www.airtel.in/airtel-dnd) પર જવાનું રહેશે. જે બાદ એરટેલ મોબાઇલ સર્વિસ ટાઇટલ વાલા રેડ સ્ક્વેર બોક્સમાં આપેલ Click here બટન પર ક્લિક કરો અને તમારું એરટેલ નંબર નાંખો.

આ બાદ તમને વન ટાઇમ પાસવર્ડ (OTP) આવશે. એસએમએસમાં આવેલા ઓટીપીને ભરો. જે બાદ નેક્સ્ટ સ્ક્રીન પર Stop All બટન મળશે. તેની પર ક્લિક કરી સબમિટ કરો અને તે બાદ તમારા નંબર પર ડીએનડી એક્ટિવેટ થઇ જશે.

SMS અથવા કોલ દ્વારા આવી રીતે એક્ટિવેટ કરો DND

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (TRAI) એક ફોન કોલ અથવા પછી એસએમએસ મોકલીને એરટેલ પર ડીએનડી એક્ટિવેટ કરવાની સુવિદ્યા આપે છે. જાણો કેવી રીતે આને એક્ટિવેટ કરી શકાય...

આ પણ વાંચો: રજિસ્ટર્ડ મોબાઇલ નંબર ન હોય છતાં મિનિટોમાં બનાવો નવું AADHAAR કાર્ડ

1- 1909 પર કોલ કરો અને IVR પર આપવામાં આવેલા સૂચનોનું પાલન કરો. જે બાદ સરળતાથી DND એક્ટિવેટ થઇ જશે.
2- તમે 'START 0' લખીને 1909 પર મેસેજ મોકલીને પણ એરટેલ નંબર પર DND એક્ટિવેટ કરી શકો છો.
First published:

Tags: Airtel, Service

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો