Home /News /tech /

28 દિવસ સુધી ડેઇલી 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ વાળો Airtelનો સસ્તો પ્લાન, જાણો કિંમત

28 દિવસ સુધી ડેઇલી 1GB ડેટા અને અનલિમિટેડ કોલિંગ વાળો Airtelનો સસ્તો પ્લાન, જાણો કિંમત

હાલમાં જ એરટેલ (Airtel)ના સબસ્ક્રાઇબર બેઝમાં વધારો નોંધાયો છે.

Airtel Prepaid Plan: અમે એરટેલના એક એવા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જે તમને ઓછી કિંમતમાં અનલિમિટેડ કોલિંગ અને ડેટા બેનિફિટ્સ આપે છે. આ ઉપરાંત આ અન્ય બેનિફિટ્સ જેમ કે, OTT સબસ્ક્રિપ્શન, ફ્રી હેલો ટ્યુન્સ, એમેઝોન પ્રાઇમ વિડીયો સબસ્ક્રિપ્શન પણ ઓફર કરે છે.

વધુ જુઓ ...
    Airtel Best Prepaid Plan: Bharti Airtel દેશની બીજી સૌથી મોટી કંપની છે. હાલમાં જ કંપનીના સબસ્ક્રાઇબર બેઝમાં વધારો નોંધાયો છે. કંપની વર્ષના અંત સુધી પોતાની 5G સર્વિસ કસ્ટમર્સ માટે લોન્ચ કરી શકે છે. સર્વિસીઝના દમ પર પોતાના કસ્ટમર બેઝમાં એરટેલે મોટો ઉછાળો નોંધ્યો છે. આ પ્લાન્સ ઘણી કેટેગરીમાં વહેંચાયેલા છે જેમાં માસિક, ત્રિમાસિક અને વાર્ષિક વેલિડિટીના ઓપ્શન મળે છે. એરટેલના બેસ્ટ પ્રીપેડ રિચાર્જ પ્લાનમાંથી અમે એક એવા પ્લાન વિશે જણાવી રહ્યા છીએ જે તમને ઓછી કિંમતમાં અનલિમિટેડ કોલિંગ અને ડેટા બેનિફિટ્સ આપે છે. આ ઉપરાંત આ અન્ય બેનિફિટ્સ જેમ કે, OTT સબસ્ક્રિપ્શન, ફ્રી હેલો ટ્યુન્સ, એમેઝોન પ્રાઇમ વિડીયો સબસ્ક્રિપ્શન પણ ઓફર કરે છે.

    એરટેલ Rs 265 રિચાર્જ પ્લાન (Airtel Rs 265 Recharge Plan)

    એરટેલના સસ્તા રિચાર્જ પ્લાન (Airtel cheapest recharge plan)માં સામેલ આ પ્રીપેડ પ્લાન 265 રૂપિયામાં ઉપલબ્ધ છે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી મળે છે. જે દરમિયાન તમને અનલિમિટેડ લોકલ, એસટીડી કોલિંગ ઉપરાંત રોમિંગ કોલ્સના બેનિફિટ્સ મળે છે. તેમાં 28 દિવસ સુધી તમને 1GB હાઈ સ્પીડ ડેટા મળે છે. કુલ મળીને આ પ્લાન સાથે તમને 2GB ડેટા મળે છે.

    આ પણ વાંચો: Netflixના નવા નિયમથી યુઝર્સને પડશે ફટકો, પાસવર્ડ શેર કરવા પર અલગથી આપવો પડશે ચાર્જ!

    હાઈ સ્પીડ ઇન્ટરનેટની ડેઇલી લિમિટ ખતમ થઈ ગયા બાદ ઇન્ટરનેટની સ્પીડ 64kbps થઈ જાય છે. આ પ્લાનમાં તમને 28 દિવસ સુધી દરરોજ 100 ફ્રી SMSનો બેનિફિટ મળે છે. આ Airtel પ્લાન સાથે મળતા બેઝિક બેનિફિટ્સ છે.

    એરટેલ Rs 265 પ્લાન (Airtel Rs 265 Plan) તમને કેટલાક એક્સ્ટ્રા બેનિફિટ્સ પણ આપે છે. આ પેકમાં તમને એમેઝોન પ્રાઇમ વિડીયો મી નું ફ્રી ટ્રાયલ (Amazon Prime Video ME 30 Days Free Trial) મળે છે. આમાં તમે એમેઝોન પ્રાઇમ વિડીયોનો આનંદ 30 દિવસ સુધી મફતમાં લઈ શકો છો.

    આ પણ વાંચો: કાળઝાળ ગરમીમાં આ રીતે રાખો પોતાની કારનું ધ્યાન, ક્યારેય નહીં થાય પ્રોબ્લેમ

    આ ઉપરાંત તમને ફ્રી હેલો ટ્યુન્સનું સબસ્ક્રિપ્શન મળે છે જેનાથી તમે કોઇપણ મનપસંદ ગીતને પોતાની હેલો ટ્યુન સેટ કરી શકો છો. તો, જો તમે મ્યુઝિક સાંભળવાના શોખીન હો તો આ પ્લાન તમને Wynk Music Free સબસ્ક્રિપ્શન આપે છે. જેના માધ્યમથી તમે લેટેસ્ટ ગીતોને સાંભળી શકો છો અને પોતાની હેલો ટ્યુનના રૂપમાં સેટ કરી શકો છો. તેમાં તમે Music, Hellotunes, LIVE Concerts અને Podcastનો આનંદ લઈ શકો છો.

    પ્લાન સાથે મળતા 100 SMSની લિમિટ ખતમ થઈ ગયા બાદ લોકલ મેસેજ માટે પ્રતિ એસએમએસ 1 રૂપિયાનો ચાર્જ લાગુ થાય છે અને એસટીડી મેસેજ માટે 1.5 રૂપિયા પ્રતિ એમએમએસ ચાર્જ લાગે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Airtel, Bharti Airtel Ltd, Gujarati tech news, Mobile and Technology, Prepaid Plans

    આગામી સમાચાર