ભારતીય એરટેલે બુધવારે જણાવ્યું કે, તેમણે ભારતીય સ્માર્ટફોન નિર્માતા કંપની ઈન્ટેક્સ ટેક્નોલોજી સાથે મળી એક શાનદાર ફિચર્સનો સ્માર્ટફોનની સીરિઝ લોન્ચ કરી છે. ઈન્ટેક્સનો એક્વા લાયંસ એન1 સ્માર્ટફોન તાજેતરમાં જ લોન્ચ કરવામાં આવ્યો છે. એરટેલના વિશેષ ઓફર પ્રમાણે આ ફોન ગ્રાહકોને રૂ. 1649માં મળશે. બજારમાં આ ફોનની કિંમત રૂ. 3799 છે.
કંપનીએ એક નિવેદનમાં જણાવ્યું કે, એરટેલ આ સ્માર્ટફોનને 169 રૂપિયાના માસિક પેક સાથે લોન્ચ કરશે, જેમાં ડેટા અને કોલિંગ બંનેનો લાભ મળશે. ભારતીય એરટેલના મુખ્ય કાર્યકારી અધિકારી (ભારત અને દ.આફ્રિકા) અજય પુરીએ કહ્યું કે, 'મેરા પહલા ફોન પહલ'ને ગ્રાહકો સાથે નિર્માતા દ્વારા વારંવાર સકારાત્મક પ્રતિક્રિયા મળી રહી છે, જેનાથી અમે ખુબ ખુશ છીએ.
ઉલ્લેખનીય છે કે, તાજેતરમાં જ વોડાફોને પણ સ્માર્ટફોન નિર્માતા માઈક્રોમેક્સ સાથે મળી કેટલાક પસંદગીના 4G હેંડસેટ પર કેશબેક આપવાનો નિર્ણય લીધો હતો.
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર
Tags: Airtel, ભારત, મોબાઇલ, સ્માર્ટફોન