Airtelએ લોન્ચ કર્યો નવો Postpaid પ્લાન, મળશે અનેક લાભ

News18 Gujarati
Updated: June 5, 2019, 5:00 PM IST
Airtelએ લોન્ચ કર્યો નવો Postpaid પ્લાન, મળશે અનેક લાભ
જિયો અને આઈડિયા-વોડાફોન સામ ટક્કર આપવા માટે એરટેલે ગયા મહિનાની શરુઆતમાં 499થી ઓછી કિંમતના તમામ પ્લાન ખતમ કરી દીધા હતા.

જિયો અને આઈડિયા-વોડાફોન સામ ટક્કર આપવા માટે એરટેલે ગયા મહિનાની શરુઆતમાં 499થી ઓછી કિંમતના તમામ પ્લાન ખતમ કરી દીધા હતા.

  • Share this:
એરટેલ છેલ્લા થોડા અઠવાડિયાથી સતત પોસ્ટ-પેઇડ યોજનામાં ફેરફાર કરી રહ્યું છે. ગ્રાહકોને આકર્ષિત કરવા કંપની હવે બે નવા પોસ્ટપેઇડ પ્લાન લઇને આવી છે. પહેલો પ્લાન રૂ. 349 નો છે અને બીજો 399 રુપિયાનો છે. જિયો અને આઈડિયા-વોડાફોન સામ ટક્કર આપવા માટે એરટેલે ગયા મહિનાની શરુઆતમાં 499થી ઓછી કિંમતના તમામ પ્લાન ખતમ કરી દીધા હતા. જેથી દરેક યૂઝરના સરેરાશ આવકમાં વધારો થઈ શકે. પરંતુ બાદમાં એરટેલને લાગ્યું કે મોટી સંખ્યામાં ગ્રાહકો છે જેઓ પોસ્ટપેઇડ કનેક્શન 499 રુપિયા કરતા ઓછું કરવા માંગે છે. તેથી કંપની આ પ્રકારની યોજના લઇને આવી છે.

એરટેલ 349 રુપિયાનો પોસ્ટપેઇડ પ્લાન દિલ્હી-એનસીઆર, આંધ્રપ્રદેશ, કર્ણાટક અને તામિલનાડુ સર્કલ માટે છે. જોકે, તેનો 399 રુપિયાનો પોસ્ટપેઇડ પ્લાન દેશના અન્ય સર્કલ માટે છે. નવા પોસ્ટપેઇડ પ્લાનમાં ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ અને દરેક દિવસે 100 એસએમએસ જેવી સુવિધાઓ મળે છે. એરટેલે તાજેતરમાં તેના 399 રૂપિયાના પ્લાનને 499ના પોસ્ટપેઇડ પ્લાનમાં બદલવામાં આવ્યો છે.



એરટેલના 349 રૂપિયાના પોસ્ટપેડ પ્લાનમાં યૂઝરને 5GB ડેટા, અનલિમિટેડ લોકોલ, એસટીડી અને રોમિંગ કોલ્સનો ફાયદો મળશે. સાથે જ યૂઝરને દરેક દિવસે 100 એસએમએસ મળશે. પ્લાનમાં ડેટા રોલઓવર બેનિફિટ્સ પણ સામેલ છે. આ ઉપરાંત પોસ્ટપેડ પ્લાનમાં ZEE5 અને એરટેલ ટીવી પ્રીમિયમ ઍક્સેસ મળશે.

એરટેલના 399 રૂપિયાના પોસ્ટપેઇડ પ્લાનમાં યૂઝર્સને ડેટા રોલઓવર સાથે 40GB ડેટા મળશે. આ ઉપરાંત, પોસ્ટપેઇડ યૂઝર્સને અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કૉલ્સ મળશે. યૂઝર્સને દરરોજ 100 એસએમએસ મળશે. આ પ્લાનમાં યૂઝર્સને ZEE5 અને અને એરટેલ ટીવીનું પ્રીમિયમ ઍક્સેસ સાથે હેન્ડસેટ સંરક્ષણ મળશે.

એરટેલના 349 અને રૂ. 399 નો પોસ્ટપેઇડ પ્લાન સર્કલ-વિશિષ્ટ યોજના છે. આનો અર્થ એ છે કે આ પોસ્ટપેઇડ પ્લાન તમામ સર્કર્લમાં ઉપલબ્ધ નથી. ટેલિકોમ કંપનીઓ સતત તેમની આવક વધારવા માટે કામ કરે છે. કંપનીઓ તેમની સુવિધા અનુસાર નવા રિચાર્જની યોજનાઓ લાવી રહી છે.
First published: June 5, 2019, 5:00 PM IST
વધુ વાંચો
अगली ख़बर

તાજેતરના સમાચાર

corona virus btn
corona virus btn
Loading