Home /News /tech /2GB ડેઇલી ડેટા, અનલિમિટેડ કોલિંગ સાથે Airtelનો 28 દિવસવાળો રિચાર્જ પ્લાન, જાણો કિંમત

2GB ડેઇલી ડેટા, અનલિમિટેડ કોલિંગ સાથે Airtelનો 28 દિવસવાળો રિચાર્જ પ્લાન, જાણો કિંમત

એરટેલના આ પ્લાનની વેલિડિટી 28 દિવસની છે.

Airtel Cheapest Prepaid Plan: આ પ્લાનની ખાસ વાત તેના એક્સ્ટ્રીમ મોબાઇલ પેકનું સબસ્ક્રિપ્શન છે. તેનાથી તમે SonyLiv, LionsgatePlay, ErosNow, HoiChoi, ManoramaMAXમાંથી કોઈપણ એક ચેનલ પર પોતાનું ગમતું કન્ટેન્ટ જોઈ શકો છો.

    Airtel Cheapest Prepaid Plan: Bharti Airtel પોતાના યુઝર્સ માટે આકર્ષક પ્રીપેડ રિચાર્જ પ્લાન (Prepaid Recharge Plan) લઈને આવે છે. આ પ્લાન્સમાં 10 રૂપિયાના ટોપ-અપથી લઈને 3359 રૂપિયા સુધીના વાર્ષિક પ્લાન સામેલ છે. એરટેલનો સ્માર્ટ રિચાર્જ પ્લાન (Airtel Smart Recharge Plan) 99 રૂપિયાથી શરુ થાય છે. જ્યારે તેના અનલિમિટેડ પ્લાન (Airtel Unlimited Plans) 155 રૂપિયાથી શરુ થાય છે. આજે એરટેલના એ પ્લાનની વાત કરીએ જે ઓછી કિંમતમાં મહિનાભરની વેલિડિટી અને ડેઇલી 2GB ડેટા આપે છે. આ ઉપરાંત, આ પ્લાનમાં એક્સ્ટ્રા બેનિફિટ્સની પણ ભરમાર છે.

    એરટેલનો 359 રૂપિયાનો પ્લાન (Airtel 359 Plan): એરટેલ પોતાના ગ્રાહકો માટે 359 રૂપિયાનો પ્લાન રજૂ કરે છે જેમાં ગ્રાહકોને 28 દિવસની વેલિડિટી મળે છે. વેલિડિટી દરમિયાન યુઝરને કોઇપણ નેટવર્ક પર અનલિમિટેડ લોકલ, એસટીડી અને રોમિંગ કોલ્સનો લાભ મળે છે. આ સાથે જ પ્લાન તમને દરરોજ 2GB હાઈ સ્પીડ ઇન્ટરનેટ ડેટા આપે છે. તેનો અર્થ એ છે કે પ્લાન પર તમને કુલ 56GB ડેટાનો લાભ મળે છે. હાઈ સ્પીડ ઇન્ટરનેટ ડેટાની ડેઇલી લિમિટ ખતમ થયા બાદ ઇન્ટરનેટ 64kbpsની સ્પીડ પર ચાલશે. આ ઉપરાંત દરરોજના 100 SMS ફ્રી મળે છે.

    આ પણ વાંચો: Apple iPad Air 2022 લૉન્ચ: કિંમતથી લઈને સ્પેસિફિકેશન સુધી, જાણો સંપૂર્ણ માહિતી

    પ્લાનના એક્સ્ટ્રા બેનિફિટ્સમાં યુઝર્સને એમેઝોન પ્રાઈમ વિડીયો મોબાઈલ એડિશન (Prime Video Mobile Edition)નું સબસ્ક્રિપ્શન મળે છે જેની વેલિડિટી 28 દિવસની છે. આ ઉપરાંત એક્સ્ટ્રીમ મોબાઈલ પેક (Xstream Mobile Pack)નું સબસ્ક્રિપ્શન પણ મળે છે. આ પેક પણ 28 દિવસનો છે. આ પેક સાથે તમે SonyLiv, LionsgatePlay, ErosNow, HoiChoi, ManoramaMAXમાંથી કોઈપણ એક ચેનલ પર પોતાનું ગમતું કન્ટેન્ટ જોઈ શકો છો. એટલું જ નહીં, એરટેલનો આ 359 રૂપિયાનો પ્લાન તમને Shaw Academy તરફથી એક વર્ષનો ફ્રી ઓનલાઈન કોર્સ કરવાનો મોકો પણ આપે છે.

    આ પણ વાંચો: ફીચર ફોનથી પણ થઈ જશે UPI પેમેન્ટ, રિઝર્વ બેન્કે લોન્ચ કરી સુવિધા

    એરટેલનો આ પ્લાન તમને ફ્રી હેલો ટ્યુન્સનું સબસ્ક્રિપ્શન પણ આપે છે. જેમાં તમે કોઇપણ સોંગને પોતાની હેલો ટ્યુન કોઈ એક્સ્ટ્રા ચાર્જ વગર સેટ કરી શકો છો. સાથે જ Wynk Music Free સબસ્ક્રિપ્શન પણ મળે છે. પ્લાનમાં FASTag રિચાર્જ પર યુઝરને 100 રૂપિયાની કેશબેક ઓફર પણ મળે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Airtel, Airtel vs Jio plan, Bharti Airtel Ltd

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन