Home /News /tech /

Airbag: કારમાં કેવી રીતે કામ કરે છે એરબેગ? અકસ્માતમાં કેવી રીતે ઝડપથી ફૂલે છે?

Airbag: કારમાં કેવી રીતે કામ કરે છે એરબેગ? અકસ્માતમાં કેવી રીતે ઝડપથી ફૂલે છે?

જ્યારે અથડામણ થાય છે ત્યારે કારની એરબેગ્સ તરત જ સક્રિય થઈ જાય છે.

Airbag in car: એરબેગ્સ એ સેફ્ટી ફીચર (Safety Features) છે. વાહન અકસ્માત (Car accident)ના કિસ્સામાં તે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. માર્કેટમાં વિવિધ પ્રકારની એરબેગ્સ ઉપલબ્ધ છે.

    Airbag in car: દુનિયાના મોટાભાગના દેશોમાં કારમાં એરબેગ ફરજિયાત કરવામાં આવી છે. કારમાં એરબેગ્સ હોવી ખૂબ જ જરૂરી છે. હવે ભારતમાં પણ ઉત્પાદકોએ કારમાં એરબેગ્સ આપવાનું શરૂ કરી દીધું છે. ભારતમાં પણ તેને ફરજિયાત કરવામાં આવ્યું છે. એરબેગ્સ એ સેફ્ટી ફીચર (Safety Features) છે. વાહન અકસ્માતના કિસ્સામાં તે સુરક્ષા કવચ તરીકે કામ કરે છે. માર્કેટમાં વિવિધ પ્રકારની એરબેગ્સ ઉપલબ્ધ છે. આ કારના પાર્ટ્સ પર લગાવવામાં આવે છે અને જરૂર પડ્યે સુરક્ષા પૂરી પાડે છે.

    શું તમે ક્યારેય વિચાર્યું છે કે આ એરબેગ્સ શેના બનેલા છે અને તે કેવી રીતે કામ કરે છે? તેમજ તેને સીટ બેલ્ટ સાથે શું લેવાદેવા છે? આજે અમે તમને જણાવવા જઈ રહ્યા છીએ કે કારમાં એરબેગ્સ હોવી શા માટે જરૂરી છે અને તે આપણને કેવી રીતે સુરક્ષિત રાખે છે.

    એરબેગ શું છે?


    એરબેગ્સ કપાસમાંથી બનાવવામાં આવે છે અને સિલિકોનથી કોટેડ હોય છે. તેની અંદર સોડિયમ એઝાઇડ ગેસ ભરેલો છે. કંપની મોટા વાહનોમાં એરબેગ્સ આપે છે. પહેલા માત્ર ડ્રાઈવરની સીટ પર એરબેગ્સ રાખવામાં આવતી હતી, પરંતુ હવે આગળની બંને સીટ પર એરબેગ્સ હોવી ફરજિયાત કરવામાં આવી છે.

    આ પણ વાંચો: ખરીદવા જઈ રહ્યા છો આ ગાડી, તો પહેલા જાણી લો ડિલિવરી માટે કેટલી જોવી પડશે રાહ

    એરબેગ કેવી રીતે સુરક્ષિત રાખે છે?


    એરબેગ એ એક સુરક્ષા કવર છે જે અકસ્માત દરમિયાન જીવ બચાવી શકે છે. ઓટોમોટિવ ઇન્ડસ્ટ્રીના સ્ટાન્ડર્ડ પ્રમાણે દરેક કંપનીએ ડ્રાઇવરની સીટમાં એરબેગ્સ આપવી જરૂરી છે. હવે અમે તમને જણાવીએ કે એરબેગ કેવી રીતે કામ કરે છે. વાસ્તવમાં જ્યારે પણ અકસ્માત થાય છે ત્યારે એરબેગ એક ક્ષણમાં ખુલી જાય છે અને ચહેરાને ઈજાથી બચાવે છે અને મૃત્યુની શક્યતા ઘટી જાય છે.

    આ પણ વાંચો: સૌથી વધુ રેન્જ ધરાવતી દેશની પ્રથમ Electric Carનું બુકિંગ શરુ, જુઓ ખાસિયત

    એરબેગ કેવી રીતે ફૂલે છે?


    એરબેગ સોડિયમ એઝાઇડ ગેસથી ભરેલી છે. તે કારના ઘણા સેન્સર સાથે જોડાયેલ છે. જ્યારે કાર અથડાય છે ત્યારે આ સેન્સર એક્ટિવ થઈ જાય છે અને એરબેગ્સમાં મેસેજ મોકલે છે. આ પછી એરબેગ્સ ઝડપથી ખુલે છે. આ પ્રક્રિયા ખૂબ જ ઝડપી છે. સરકારે હવે એરબેગ્સ ફરજિયાત કરી છે. હાલમાં માર્કેટમાં એક એવી કાર પણ છે જેમાં માત્ર આગળની સીટ પર જ નહીં પરંતુ પાછળની સીટ પર પણ એરબેગ લગાવવામાં આવી રહી છે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Airbag, Auto news, Car News

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन