ઇન્ડિયન એવિએશન રેગ્યુલેટર- DGCA (ડિરેક્ટર જનરલ ઑફ સિવિલ એવિએશન) તરફથી એપલના MacBook Proને ફ્લાઇટમાં લઇ જવા પર આ અઠવાડિયે પ્રતિબંધ લગાવ્યા બાદ એર ઇન્ડિયા (Air India)એ પણ એડ્વાઇઝરી (advisory) બહાર પાડી છે.
એર ઇન્ડિયાએ ટ્વિટ પર લખ્યું છે કે ડીજીસીએની એડ્વાઇઝરીને ધ્યાનમાં રાખીને અમે યાત્રિકોને વિનંતી કરીએ છીએ કે તેઓ મેકબુક પ્રો લેપટોપને (15 ઇંચ)ને ચેક-ઇન અથવા લગેજ સાથે ન લાવે. ટ્વિટમાં એવા મેકબુક પ્રો પર પ્રતિબંધ લગાવવામાં આવ્યો છે જેની ખરીદી સપ્ટેમ્બર 2015થી 2017 વચ્ચે કરવામાં આવી હોય.
#FlyAI : In view of the advisory by DGCA regarding transportation of affected lithium batteries by Air, we request our Passengers not to carry 15-inch Apple Mac Book Pro (purchased between Sep 2015 – Feb 2017) as checked-in or hand baggage. pic.twitter.com/K0hCxlR43h
હકીકતમાં એપલ મેકબુક પ્રો (15 ઇંચ)માં બેટર વધારે ગરમ થતી હોવાથી આગના ખતરાને પગલે DGCAએ 26મી ઓગસ્ટના રોજ મુસાફરોને મુસાફરી દરમિયાન તેને સાથે લઈ જવા પર પ્રતિબંધ લગાવ્યો હતો.
યૂએસ ફેડરેશન એવિએશન એડમિનિસ્ટ્રેશને મેકબુક પ્રોના એવા મોડલો પર પ્રતિબંધ મૂકી દીધો હતો જેમાં સમસ્યા જોવા મળી હતી. આ મામલો સામે આવ્યા બાદ સિંગાપુર એરલાઇન્સે પણ પોતાના ગ્રાહકોને પ્રભાવિત મોડલો સાથે નહીં લાવવાનું કહ્યું હતું. એવામાં તમારી પાસે પણ મેકબુક પ્રોનું આવું મોડલ છે તો ફ્લાઇટમાં ન લઈ જવું હિતાવહ રહેશે.
તમારું મેકબુક પ્રો પ્રભાવિત છે કે નહીં તેની ચકાસણી આ રીતે કરો :
એપલ મેનૂ પર ડાબી બાજીના ખૂણામાં આપવામાં આવેલા 'About this Mac' પર જાવ. અહીં તમને તમારા મેકનું નામ, ઓપરેટિંગ સિસ્ટમનું વર્ઝન, મોડલ નંબર અને સીરિયલ નંબર દેખાશે.
બોક્સમાં આપેલા મોડલ નંબરને ચેક કરો. જો તમને (MacBook Pro (Retina, 15-inch, Mid 2015) જેવું લખેલું નજરે પડે છે તો આ બોક્સમાં આ સીરિયલ નંબરને તપાસો.
તમારું મોડલ આ સમસ્યાથી પ્રભાવિત છે કે નહીં તે જોવા માટે બોક્સમાં તમારો સીરિયલ નંબર નાખો.
જો તમારું લેપટોપ આનાથી પ્રભાવિત હોય તો એપલના કોઈ પણ ઑથોરાઇઝ્ડ સ્ટોરમાં જઈને તેને રિપ્લેસ કરી લો.
નોંધનીય છે કે એપલે જૂનમાં જ મેકબુક પ્રોના અમુક મોકલો બેટરીની સમસ્યાને કારણે પરત મંગાવ્યા હતા. કંપનીએ પોતાની વેબસાઇટમાં કહ્યુ હતુ કે પ્રભાવિત મોડલો સપ્ટેમ્બર 2015થી ફેબ્રુઆરી 2017 દરમિયાન વેચવામાં આવ્યા હતા. પ્રોડક્ટના સીરિયલ નંબરના આધારે તેની ચકાસણી કરી શકાય છે. કંપનીએ કહ્યુ હતુ કે જે મોડલમાં બેટરીની સમસ્યા હશે તેને મફતમાં બદલી આપવામાં આવશે.
Published by:Vinod Zankhaliya
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર