કેવી હશે ધરતીની અંતિમ સેલ્ફી? AIએ એવી બનાવી ઇમેજ કે ડરી જશો તમે!
કેવી હશે ધરતીની અંતિમ સેલ્ફી? AIએ એવી બનાવી ઇમેજ કે ડરી જશો તમે!
આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સે જે પણ ઇમેજ જનરેટ કરી હતી તે એવા સીન્સ બતાવી રહી છે જેમાં ચારેય તરફ તબાહી છે અને લોકોના હાથમાં મોબાઇલ પકડેલા છે Image: TikTok/@robotoverloards
last selfies of earth - તમને ખબર છે કે દુનિયાની આખરી સેલ્ફી કેવી હશે? તેનો જવાબ AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સે આપ્યો છે
આજકાલ સેલ્ફીનો (selfies)ઘણો ક્રેઝ જોવા મળી રહ્યો છે. દરેક સ્થળે તમને સેલ્ફી લેતા લોકો જોવા મળી જશે. જોકે તમને ખબર છે કે દુનિયાની આખરી સેલ્ફી (last selfies of earth)કેવી હશે? તેનો જવાબ AI એટલે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સે આપ્યો છે. AIનો ઉપયોગ ઘણા સ્થાનો પર કરવામાં આવે છે. એક AI DALL-E 2 નો ઉપયોગ ઇમેજ જનરેટ માટે કરવામાં આવે છે. આ AIને પુછવામાં આવ્યું કે ધરતીની અંતિમ સેલ્ફી કેવી હશે. તેના રિઝલ્ટ ઘણા સારા ન હતા. આ સવાલ પર AIએ ઘણી ઇમેજ જનરેટ કરી હતી.
આ ઇમેજ ત્યારે વાયરલ થઇ જ્યારે Robot Overloards નામના ટિકટોક એકાઉન્ટથી તેને સોશિયલ મીડિયા પર શેર કરવામાં આવી હતી. આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સે જે પણ ઇમેજ જનરેટ કરી હતી તે એવા સીન્સ બતાવી રહી છે જેમાં ચારેય તરફ તબાહી છે અને લોકોના હાથમાં મોબાઇલ પકડેલા છે.
DALL-E આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સિસ્ટમને કહેવામાં આવ્યું કે તે લાસ્ટમાં લેનારી સેલ્ફીને ક્રિએટ કરે. તેનું જેવું માનવું છે તેવી સેલ્ફી તૈયાર કરે જેને ધરતી પર અંતિમ વખત લેવામાં આવશે. ગુગલના સર્વરથી મળેલી જાણકારી પ્રમાણે તેણે ઇમેજની એક સિરીઝ તૈયાર કરી છે.
Yoo should by now have heard about the artistic AI. DALL•E someone asked it to create “the last selfie on earth” the result is accurate pic.twitter.com/zVnO5QdSIa
જેમાં વિનાશકારી સીન જોવા મળે છે જ્યાં ચારેય તરફ તબાહી છે અને લોકો પાસે ફોન છે. DALL-E આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ સિસ્ટમે યુઝરના ટેક્સટ ડિસ્ક્રીપ્શન ઇનપુટ્સના બેઝ પર યુનિક ઇમેજ જનરેટ કરી છે.
આ AI સિસ્ટમે 12 બિલિયન પેરામીટર વર્ઝન GPT-3નો ઉપયોગ કર્યો છે. આ એક ઓટોગ્રેસિવ લેંગ્વેજ મોડલ છે જે ડીપ લર્નિંગનો ઉપયોગ કરીને વ્યક્તિ જેવી વાતચીતને જનરેટ કરે છે. જ્યારે એન્જીનિયર્સે OpenAI GPT-3 મોડલનો યુઝ કરીને DALL-E ને કંસ્ટ્રક્ટ કર્યું છે. તેનાથી આ ટેક્સટ ઇનપુટના આધારે આ ઇમેજ જનરેટ કરે છે.
Published by:Ashish Goyal
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર