લોકસભા ચૂંટણી 2019 મતદાનની તારીખો નજીક આવી રહી છે અને ફેસબુકે તેને ધ્યાનમાં રાખતા ફેક ન્યૂઝને રોકવા માટે તૈયારી શરૂ કરી દીધી છે. આ ઉપરાંત કંપનીએ બે સ્પેશલ ટૂલ લોન્ચ કર્યા છે જેમાં પહેલું નામ Candidate Connect અને બીજું Share You Voted છે. કેન્ડિડેટ કનેક્ટ લોકોને પોતાની લોકસભા ક્ષેત્રના ઉમેદવારો વિશે જાણવામાં મદદ કરશે અને શેર યૂ વોટેડ લોકોને પોલિંગની જાણકારી આપશે.
આ ટૂલને લઈને કંપનીએ કહ્યું કે, કેન્ડિડેટ કનેક્ટની મદદથી વોટર્સ પોતાની લોકસભા ક્ષેત્રના ઉમેદવારો વિશે જાણી શકશે. આ ટૂલને સેટિંગ્સમાં એક બુકમાર્કથી કે પછી ન્યૂઝફીડમાં એક મેસેજથી એક્સેસ કરી શકાશે. તેમાં 20 સેકન્ડના એક વીડિયોમાં ઉમેદવાર મતદારોને પોતાનો પરિચય આપી શકશે અને જણાવશે કે ચૂંટણી જીતવા પર તેઓ પોતાના ક્ષેત્રની સમસ્યાઓ કેવી રીતે દૂર કરશે કે પછી તેમની વર્ક સ્ટ્રેટેજી શું હશે.
આ ફીચરને લઈને ફેસબુકના ડાયરેક્ટર, પ્રોડક્ટ મેનેજમેન્ટ ફોર સિવિક ઇન્ટીગ્રિટી સમિધ ચક્રવર્તીએ કહ્યું કે લોકોને જાગૃત કરવા માટે અમારા તરફથી સૌથી સારું કોન્ટ્રીબ્યૂશન છે. કેન્ડિડેટ કનેક્ટ મતદારો માટે એક વિજુઅલ ગાઇડ તરીકે કામ કરશે. કંપનીએ તેને રિસર્ચ કરીને બનાવ્યું છે જેનાથી યૂઝર્સ પોતાની લોકસભા ક્ષેત્રના ઉમેદવારોના વિચાર સીધા સાંભળી શકશે.
ફેસબુક ઉમદવારો માટે 4 પ્રશ્નોનો એક સેટ આપશે જેનાથી તેમને દરે સવાલના જવાબમાં 20 સેકન્ડનો વીડિયો બનાવવાની તક મળશે. સમધિએ જણાવ્યું કે તેમાં માત્ર લોકસભા ઉમેદવારનો જ વીડિયો દેખાશે. ફેસબુક અન્ય ઉમેદવારોના નામ માટે એક થર્ડ પાર્ટી ઓર્ગેનાઈઝેશનની સાથે કામ કરી રહ્યું છે. આ ઓર્ગેનાઈઝેશન ચૂંટણી પંચથી યાદી મેળવવાનું કામ કરે છે.
બીજી તરફ, ફેસબુક અનુસાર શેર યૂ વોટેડ ફીચરનો હેતુ સોશિયલ મીડિયા યૂઝર્સને મતદાનમાં ભાગ લેવા માટે પ્રેરિત કરવાનો છે. જેમાં યૂઝર્સ વોટ કર્યા બાદ પોતાની તસવીર શેર કરી શકશે અને ફેસબુક તે એગ્રિગેટ કરી એક-એક કોલાજ બનાવશે જેમાં ફેંડલિસ્ટમાં સામેલ તે મિત્રોની પણ તસવીર હશે જેઓએ વોટ આપ્યો છે. ત્યારબાદ યૂઝર્સ તેને વીડિયોના ફોર્મેટમાં શેર કરી શકશે. કંપનીનું કહેવું છે કે આ બંને જ ટૂલ 12 ભારતીય ભાષાઓમાં અવલેબલ હશે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર