હવે WhatsApp પર વાયરસનો ખતરો, લિક થઇ શકે તમારો પર્સનલ ડેટા

હવે WhatsApp પર વાયરસનો ખતરો, લિક થઇ શકે તમારો પર્સનલ ડેટા
વ્હોટ્સ એપ પર માલવેયર વાયરસનો ખતરો છે જે યૂઝ્સનો ડેટાની સાથે સાથે ફોન પણ હેંગ કરી શકે છે

વ્હોટ્સ એપ પર માલવેયર વાયરસનો ખતરો છે જે યૂઝ્સનો ડેટાની સાથે સાથે ફોન પણ હેંગ કરી શકે છે

 • Share this:
  વ્હોટ્સએપ આ દિવસોમાં તમારા જીવનનો મહત્વનો ભાગ બની ગયો છે. આ ઇન્સ્ટંટ મેસેજિંગ એપ દ્વારા આપણે રોજ ન જાણે કેટલાં મિત્રો સાથે વાતો કરીએ છીએ, પરિવાર અને ચહિતા લોકો સાથે વાતો કરીએ છીએ. એવામાં આપણે આપણી પર્સનલ જાણકારી પણ શેર કરતા હોઇએ છીએ. આમ તો આ મેસેજિંગ એપ દ્વારા થતી ચેટ સંપૂર્ણ પણે ઇન્ક્રિપ્ટેડ હોય છે. પણ એક એવો મેલવેયર વાયરસ છે જે યૂઝરનો પ્રાઇવેટ ડેટા હેક કરી શખે છે.

  મળતી માહિતી મુજબ વ્હોટ્સએપ પર માલવેયરનો ખતરો છે જે ડેટા તો ચોરે જ છે અને હેંગ કરી શકે છે. સમય રહેતા જો તેનો ઉકેલ શોધવામાં ન આવ્યો તો તે યુઝર્સનો ડેટા ચોરી શકે છે. આ માલવેયરની ખોજ સ્પાઇવેરનાં રિસર્ચર્સ દ્વારા ઓપન ડેવલપમેન્ટ પ્રોજેક્ટ દરમિયાન કરવામાં આવી છે. ESET શોધકર્તા લુકાસ સ્ટીફૈંકોનું કહેવું છે કે, વાયરસ વ્હોટ્સએપ મેસેજીસની ચેટ દ્વારા યૂઝર્સનાં ફોનની જાણકારી મેળવે છે.  આ પણ વાંચો- પાંચ કરોડ ફેસબુક યુઝર્સનાં એકાઉન્ટ હેક, કંપનીએ માંગી માફી

  રિપોર્ટમાં આ પણ સામે આવ્યું છે આ એન્ડ્રોઇડ બેઝ્ડ મેલવેયર ન ફક્ત યૂઝ્સની ચેટમાં સેંધમારી કરી શકે છે. પણ આ વ્હોટ્સએપમાં એક સર્વિલન્સ મેથડને ઇન્ટ્રોડ્યૂઝ કરે છે જે યૂઝર્સની પ્રાઇવસી પૂર્ણ કરી નાખશે અને તેનાં ડેટાનો મિસયૂઝ કરી શખે છે.

  ખેખરમાં, આ ખુલાસો G ડેટા સિક્યોરિટીલેબ્સે કર્યો છે. જે કોડનેમ 'OwnMe' કહેવાય છે. મળતી માહિતી મુજબ આ વાયરસ સૌથી વધુ એન્ડ્રોયડ યૂઝર્સ માટે ખતરનાક છે. જેની માહિતીને આ વાયરસ ચોરી શકે છે. આ વાયરસ તે પણ જાણી શકે છે કે યુઝર્સે કઇ URL ખોલી અને તેને શું શું વિઝિટ કર્યુ છે.

  એટલું જ નહીં આ આપનાં ફોનનાં કોન્ટેક્ટ નંબર પણ ચોરી શકે છે. એવામાં જો આપ વ્હોટ્સએપ પર કોઇ અજાણતી લિંક આવે તો તેને ખોલતા નહીં. કારણ કે તે 'OwnMe' નામનો વાયરસ હોઇ શકે છે. આ ઉપરાંત વધુ એક ચોકાવનારી વાત સામે આવી છે કે સ્પાયવેર વાયરસ કેમરા અને ગેલેરી સુધી પણ પહોંચી શકે છે.
  First published:September 29, 2018, 14:28 pm