Facebook બાદ હવે ઇન્સ્ટાગ્રામ પર રહેલી લાખો હસ્તીઓનો ડેટા લીક

News18 Gujarati
Updated: May 22, 2019, 9:18 AM IST
Facebook બાદ હવે ઇન્સ્ટાગ્રામ પર રહેલી લાખો હસ્તીઓનો ડેટા લીક
એક અહેવાલ મુજબ ઇન્સ્ટ્રાગ્રામથી લાખો જાણીતી વ્યક્તિઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓના વ્યક્તિગત ડેટા લીક થયા છે.

એક અહેવાલ મુજબ ઇન્સ્ટ્રાગ્રામથી લાખો જાણીતી વ્યક્તિઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓના વ્યક્તિગત ડેટા લીક થયા છે.

  • Share this:
ફેસબૂકથી ડેટા ચોરી થવાની બાબત હજુ થમી નથી. ત્યા હવે ઇન્સ્ટ્રાગ્રામ પણ આ પ્રકારની વધુ એક મુશ્કેલીમાં ઘેરાઇ ગયું છે. એક અહેવાલ મુજબ ઇન્સ્ટ્રાગ્રામથી લાખો જાણીતી વ્યક્તિઓ અને પ્રભાવશાળી વ્યક્તિઓના વ્યક્તિગત ડેટા લીક થયા છે. હજુ સુધી આ બાબતની જાણકારી પ્રાપ્ત થઈ નથી કે તેમાં કઇ કઇ જાણીતી હસ્તીઓ સામેલ છે, પરંતુ મુંબઈના સોશિયલ મીડિયા માર્કેટિંગ ફર્મ ચાર્ટબોક્સે દાવો કર્યો છે કે આ સંખ્યા લાખોમાં હોઈ શકે છે.

ઇન્સ્ટ્રાગ્રામથી ડેટા લીક થવાની બાબતમાં ટેકક્રક્રચના અહેવાલ મુજબ તેઓની પાસે રહેલા ડેટાબેસમાં લાખો ફૂડ બ્લૉગર્સ, પ્રખ્યાત વ્યક્તિઓ જેમ કે ફિલ્મી જગતના સિતારાઓ અને રમતોથી જોડાયેલ ખેલાડીઓનો સમાવેશ થાય છે. અહેવાલમાં દાવો કરવામાં આવ્યો છે કે ઇન્સ્ટ્રાગ્રામથી જે કોઈનો પણ ડેટા લીક થયો છે તેમાં તેનું લોકેશન, વ્યક્તિગત સંપર્ક, પ્રોફાઇલ પિક્ચર, ફોલોવર્સની સંખ્યા જેવી અનેક મહત્વપૂર્ણ માહિતી છે. જો કે આ અહેવાલ જોવો જ ટેકક્રંચે છાપ્યો તો તરત જ ડેટાબેઝને ઑફલાઇન કરી દેવામાં આવ્યું.



ઇન્સ્ટ્રાગ્રામના પ્રવક્તાએ કહ્યું કે અમે તપાસ કરી રહ્યાં છીએ કે શું કોઈ બહારના વ્યક્તિએ ઇન્સ્ટ્રાગ્રામની માહિતી લીક કરી છે કે પછી કોઈ અન્ય કારણ છે. તેમણે જણાવ્યું હતું કે હાલ એ આ વાતની કોઇ માહિતી મળી નથી કે ચાર્ટબોક્સના ડેટાબેઝમાં ફોન નંબર અને ઇમેઇલ ઇન્સ્ટ્રાગ્રામથી આવે છે કે નહીં. ઇન્સ્ટ્રાગ્રામે જાણકારી આપી છે કે ખોટી રીતે માહિતી ચોરી કરનારની માહિતી એકત્ર કરવા માટે પ્રયાસ કરવામાં આવી રહ્યાં છે. કેસની ગંભીરતા ધ્યાનમાં રાખીને ઇન્સ્ટ્રાગ્રામની ટીમ આના પર કામ કરી રહી છે. આ વાતની તપાસ થઇ રહી છે આ કેવી રીતે થયું છે. જોકે આ સંબંધમાં ચેટબોક્સથી કોઈ પ્રતિક્રિયા મળી નથી.
First published: May 22, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...