TikTok યૂઝર્સ માટે ખુશખબર, કંપની લોન્ચ કરશે નવી એપ

પ્રતિકાત્મક તસવીર

  • Share this:
    ભલે ભારતમાં Tik Tok ડાઉનલોડ કરવા પર પ્રતિબંધ લાગ્યો હોય પરંતુ Tik Tokની પેરેન્ટ કંપની હજુ ભારતમાં 1 અરબ ડોલરનું રોકાણ કરવાની તૈયારીમાં છે. ByteDance ચીનમાં એક સ્ટાર્ટઅપ છે જેને દુનિયાનું સૌથી વધુ વેલ્યુવાળી સ્ટાર્ટઅપ કંપની તરીકે ઓળખવામાં આવે છે. આ પહેલા કંપનીએ કેટલીક એપ્લિકેશન માટે 100 મિલિયનનું રોકાણ કર્યું હતું. આ એપમાં Vigo, Helo અને Tik Tok સામેલ છે. આવતા મહિને આ કંપની એક નવી એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે.

    ન્યૂઝ એજન્સી પીટીઆઇ સાથે વાત કરતાં વાઇટ ડાંસના ઇન્ટરનેશનલ પબ્લિક પોલિસીના ડાયરેક્ટરે કહ્યું કે કંપની છેલ્લા કેટલાક મહિનાથી કોન્ટેન્ટ મોડરેશન પોલિસીને મજબૂત કરી રહી છે. તેણે ભારતમાં ટિક ટોક પ્રતિબંધ પર દુઃખ વ્યક્ત કરતા કહ્યું કે હાલના ડેવલપમેન્ટથી નિરાશ છીએ, પરંતુ અને આશા છે કે આ સમસ્યાનું સમાધાન કરીશું. ભારતીય યૂઝર્સ માટે અમે કમિટેડ છીએ. કંપની તરીકે અમે આવનારા ત્રણ વર્ષમાં ભારતમાં 1 અરબનું કોરાણ કરીશું અને આવી રીતે અમે ભારતમાં બન્યા રહીશું.

    અહીં ક્લિક કરી વાંચોઃ એક વખત રિચાર્જ કરાવો અને સમગ્ર વર્ષ મફ્તમાં કરો વાત!

    Tik Tokના રિપોર્ટ પ્રમાણે ભારતમાં આ એપના 130 મિલિયન એક્ટિવ યૂઝર્સ છે. એટલું જ નહીં કંપની ભારતમાં આ વર્ષના અંત સુધીમાં કંપની પોતાના કર્મચારીઓની સંખ્યા એક હજાર સુધી પહોંચાડશે.

    રિપોર્ટ પ્રમાણે ByteDance ભારતમાં ટૂંક સમયમાં એક નવો વીડિયો શેરિંગ એપ લોન્ચ કરવાની તૈયારીમાં છે. આ કંપનીના ટોટલ 20 એપ્લ છે જેમાંથી ભારતમાં માત્ર ત્રણ છે. હાલ એ સ્પષ્ટ નથી કે આવનારી એપ ભારતમાં ટિક ટોકને રિપ્લેસ કરશે કે તેનાથી અલગ પ્લેટફોર્મ બનાવશે.

    ETને આપેલા ઇન્ટરવ્યૂમાં Tik Tokના સીનિયર વાઇસ પ્રેસિડન્ટે કહ્યું કે 85 % Tik Tok યૂઝર્સ એડલ્ટ છે અને કંપની માટે આ શોર્ટ વીડિયોઝ અને યૂઝર્સ દ્વારા બનાવવામાં આવેલા કોન્ટેન્ટ ઇમ્પોટન્ટ છે.
    Published by:Sanjay Vaghela
    First published: