Airtel બાદ હવે VIએ પ્રીપેડ યૂઝર્સને આપ્યો ઝટકો, ટેરિફ પ્લાનમાં 20થી 25%નો વધારો, જાણો કયા પ્લાનમાં કેટલો વધારો ઝીંકાયો
Airtel બાદ હવે VIએ પ્રીપેડ યૂઝર્સને આપ્યો ઝટકો, ટેરિફ પ્લાનમાં 20થી 25%નો વધારો, જાણો કયા પ્લાનમાં કેટલો વધારો ઝીંકાયો
વોડાફોન આઇડિયાના ટેરિફ પ્લાનમાં વધારો
Vodafone Idea pre-paid plans: કંપનીનો સૌથી પ્રસિદ્ધ પ્લાન માટે હવે 249 રૂપિયાને બદલે 299 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી અને દરરોજ 1.5GB ડેટા મળશે.
મુંબઈ: ટેલીકૉમ સર્વિસ પ્રોવાઇડર Vodafone Ideaએ પ્રીપેડ યૂઝર્સ (Pre-Paid users) માટે ટેરિફ પ્લાનમાં 20થી 25 ટકાનો વધારો કર્યો છે. કંપનીએ 23 નવેમ્બરના રોજ એક્સચેન્જને આ માહિતી આપી છે. કંપનીની એક યાદીમાં કહેવામાં આવ્યું છે કે,"નવા પ્લાનથી ARPU (Average revenue per user)માં સુધારાની પ્રક્રિયા શરૂ થશે. આનાથી ઇન્ડસ્ટ્રીની સામે આવનારી નાણાકીય સમસ્યાઓ સામે લડવા માટે મદદ મળી રહેશે." નવા ટેરિફ 25મી નવેમ્બર 2021થી લાગૂ થશે. ઉલ્લેખનીય છે કે એક દિવસ પહેલા જ એટલે કે 22 નવેમ્બરના રોજ ભારતી એરટેલે (Bharti Airtel) પ્રીપેડ ટેરિફ પ્લાનમાં 20થી 25 ટકાનો વધારો કરવાની જાહેરાત કરી હતી. જે બાદમાં હવે વોડાફોન આઇડિયા (Vodafone Idea Pre-paid plans) તરફથી આવું પગલું ભરવામાં આવ્યું છે.
VIના નવા ટેરિફ પ્લાનની કિંમત
હવે Vodafone Idea Limitedનો બેઝિક પ્લાન 79 રૂપિયાને બદલે 99 રૂપિયાથી શરૂ થશે. કંપનીનો સૌથી પ્રસિદ્ધ પ્લાન માટે હવે 249 રૂપિયાને બદલે 299 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાનમાં તમને 28 દિવસની વેલિડિટી અને દરરોજ 1.5GB ડેટા મળશે.
હવે 1GB જેટા પેક માટે તમારે 219 રૂપિયાને બદલે 269 રૂપિયા ચાર્જ ચૂકવવો પડશે. 299 રૂપિયાના 2GB ડેટા પેક માટે હવે 359 રૂપિયા ચૂકવવા પડશે. આ ડેટા પેક 28 દિવસ માટે માન્ય છે.
56 દિવસના પ્લાન
449 રૂપિયાના દરરોજ 2GB ડેટા અને 56 દિવસની કિંમતના પ્લાન માટે હવે તમારે 539 રૂપિયા ચૂકવવા પડશે. આવી જ રીતે 56 દિવસના દરરોજ 1.5GB ડેટા વાળા પ્લાન માટે હવે તમારે 399 રૂપિયાને બદલે 479 રૂપિયા ચૂકવવા પડશે.
84 દિવસના પ્લાન
આ ઉપરાંત હવે 84 દિવસના 699 રૂપિયાના પ્લાન માટે તમારે 839 રૂપિયા ચૂકવવા પડશે. આ પ્લાનમાં તમને દરરોજ 2GB ડેટા મળે છે. આ ઉપરાંત 84 દિવસ માટે દરરોજ 1.5GB વાળા ડેટા પ્લાન માટે હવે તમારે 599 રૂપિયાને બદલે 719 રૂપિયા ચૂકવવા પડશે.
વાર્ષિક પ્લાનની વાત કરીએ તો હવે તમારે એક વર્ષના 1,499 રૂપિયાના પ્લાન માટે 1799 રૂપિયા ચૂકવવા પડશે. જેમાં તમને 24GB ડેટા મળશે. આ ઉપરાંત ટોપઅપ પેકના ભાવમાં પણ વધારો કરવામાં આવ્યો છે. જેમાં 48 રૂપિયાના પેક માટે હવે તમારે 58 રૂપિયા ચૂકવવા પડશે, જે 28 દિવસ માટે માન્ય છે.
ભારતી એરટેલ અને વોડાફોનના પ્લાન:
ભારતી એરટેલ
વોડાફોન આઇડિયા
જૂનો (રૂ.)
નવો (રૂ.)
વેલિડિટી
જૂનો (રૂ.)
નવો (રૂ.)
79
99
28 દિવસ
79
99
149
179
28 દિવસ
149
170
219
265
28 દિવસ
219
269
249
299
28 દિવસ
249
299
298
359
28 દિવસ
299
359
399
479
56 દિવસ
399
479
449
549
56 દિવસ
449
539
379
455
84 દિવસ
379
459
598
719
84 દિવસ
599
719
698
839
84 દિવસ
699
839
1498
1799
365 દિવસ
1499
1799
2498
2999
365 દિવસ
2398
2899
રિચાર્જ પ્લાનમાં 500 રૂપિયા સુધીનો વધારો
ઉપરના ટેબલ પર નજર દોડાવીએ તો માલુમ પડે છે કે વોડાફોને સૌથી નાના રિચાર્જ પ્લાનની કિંમતમાં 20 રૂપિયાનો વધારો કર્યો છે. જ્યારે સૌથી મોટા રિચાર્જ પ્લાનમાં 500 રૂપિયાનો વધારો કર્યો છે.
ભાવ વધારો જરૂરી: ભારતી એરટેલ
મિન્ટમાં છપાયેલા અહેવાલ પ્રમાણે કિંમતમાં વધારાને યોગ્ય ગણાવતા એરટેલ તરફથી કહેવામાં આવ્યું છે કે દેશમાં 5G સેવા રોલ આઉટ કરવી જરૂરી છે. સુનીલ ભારતી મિત્તલના સ્વામિત્વવાળી ટેલીકૉમ સર્વિસ પ્રોવાઇડર તરફથી કહેવામાં આવ્યું છે કે આ માટે બેઝિક પ્લાનની કિંમત ઓછામાં ઓછા 300 રૂપિયા હોવી જોઈએ.