Home /News /tech /

એરટેલ અને વોડાફોન પછી Jioએ વધાર્યા પોતાના પ્લાન્સના રેટ, જાણો નવી કિંમતો

એરટેલ અને વોડાફોન પછી Jioએ વધાર્યા પોતાના પ્લાન્સના રેટ, જાણો નવી કિંમતો

જિયોએ પોતાના બધા પ્લાન્સના રેટ રિવાઇઝ કર્યા છે.

jio prepaid mobile plans - કંપનીના નવા પ્લાન (jio mobile plans) 1 ડિસેમ્બર 2021થી લાગુ થઇ જશે

    નવી દિલ્હી : એરટેલ (airtel)અને વોડાફોન (vodafone)દ્વારા પોતાના પ્લાન મોંઘા કર્યા પછી હવે જિયોએ (Jio)પણ પોતાના વર્તમાન પ્લાન મોંઘા કર્યા (jio increases prepaid mobile plans)છે. કંપનીના નવા પ્લાન (jio mobile plans) 1 ડિસેમ્બર 2021થી લાગુ થઇ જશે. કંપનીનો સૌથી વધારે લોકપ્રિય 555 રૂપિયાવાળો પ્લાન હવે 666 રૂપિયાનો થઇ ગયો છે. જ્યારે 599 રૂપિયાવાળો પ્લાન હવે 719 રૂપિયાનો થઇ ગયો છે. આ બન્ને પ્લાનમાં વેલિડિટી પહેલાની જેમ જ 84 દિવસોની રહેશે. આ સિવાય જિયોએ પોતાના બધા પ્લાન્સના રેટ રિવાઇઝ કર્યા છે.

    આ છે Jioના બધા નવા પ્લાન

    જિયોનો 75 રૂપિયાનો પ્લાન હવે 91 રૂપિયાનો થઇ ગયો છે. જેમાં 29 દિવસની વેલિડિટી મળે છે. આ પ્લાનમાં દર મહિને 3GB ડેટા સાથે અનલિમિટેડ વોઇસ અને 50 SMS પણ મળે છે. જે પ્લાન પહેલા 129 રૂપિયાનો હતો તેને ખરીદવા માટે તમારે હવે 155 રૂપિયા આપવા પડશે. જેમાં દર મહિને 2GB ડેટા, અનલિમિટેડ વોઇસ કોલ્સ અને 300 SMS મળે છે. આ રીતે 149 રૂપિયાના પ્લાન માટે તમારે 179 રૂપિયા ચુકવવા પડશે. જેમાં 24 દિવસની વેલિડિટી સાથે દરરોજ એક જીબી ડેટા, અનલિમિટેડ કોલ્સ અને 100 SMS પ્રતિદિન મળે છે.

    અત્યાર સુધી જે રિચાર્જ 199 રૂપિયામાં થતું હતું તેના માટે હવે તમારે 239 રૂપિયા આપવા પડશે. જેમાં 1.5 GB દરરોજ, અનલિમિટેડ વોઇસ અને 100 એસએમએસ પ્રતિદિન મળે છે. 249 રૂપિયાનો પ્લાન હવે 299 રૂપિયામાં મળશે. જેમાં 2 GB ડેટા દરરોજ, અનલિમિટેડ વોઇસ અને 100 એસએમએસ પ્રતિદિન મળે છે. 399 રૂપિયાનો 56 દિવસની વેલિડિટી વાળો પ્લાન હવે 479માં મળશે. જેમાં 1.5 GB ડેટા દરરોજ, અનલિમિટેડ વોઇસ અને 100 SMS પ્રતિદિન મળે છે. 444 રૂપિયાનો 56 દિવસની વેલિડિટી વાળો પ્લાન હવે 533 રૂપિયાનો થઇ ગયો છે. જેમાં 2 GB ડેટા દરરોજ, અનલિમિટેડ વોઇસ અને 100 SMS પ્રતિદિન મળે છે.

    જિયોના નવા પ્લાન્સ


    આ પણ વાંચો - Multibagger Penny Stock: 3 મહિનામાં 1200 ટકા રિટર્ન, 1 લાખ રૂપિયાના બની ગયા 13 લાખ

    329 રૂપિયાનો 84 દિવસની વેલિડિટી વાળો પ્લાન 395 રૂપિયાનો થઇ ગયો છે. જેમાં કુલ 6 GB ડેટા , અનલિમિટેડ વોઇસ અને 1000 SMS મળે છે. 555 રૂપિયામાં 84 દિવસની વેલિડિટી વાળો પ્લાન હવે 666 રૂપિયાનો થઇ ગયો છે. જેમાં 1.5 GB ડેટા દરરોજ, અનલિમિટેડ વોઇસ અને 100 SMS પ્રતિદિન મળે છે. 599 રૂપિયામાં 84 દિવસની વેલિડિટીવાળો પ્લાન હવે 719 રૂપિયાનો થઇ ગયો છે. જેમાં 2 GB ડેટા દરરોજ, અનલિમિટેડ વોઇસ અને 100 SMS પ્રતિદિન મળે છે

    1299 રૂપિયામાં 336 દિવસ ચાલનાર પ્લાન હવે 1559 રૂપિયામાં મળશે. જેમાં કુલ 24 GB ડેટા, અનલિમિટેડ વોઇસ અને 3600 SMS મળશે. 2399 રૂપિયામાં 365 દિવસનો પ્લાન હવે 2879 રૂપિયામાં મળશે. જેમાં 2 GB ડેટા દરરોજ, અનલિમિટેડ વોઇસ અને 100 SMS પ્રતિદિન મળે છે

    ડેટા એડ-ઓન પ્લાન

    જો ડેટા એડ-ઓનની વાત કરીએ તો 51 રૂપિયાવાળો એડ ઓન 61 રૂપિયાનો થઇ ગયો છે. જેમાં કોઇ વેલિડિટી વગર 6 GB ડેટા મળે છે. 101 રૂપિયાવાળો પ્લાન 121નો થઇ ગયો છે. જેમાં વેલેડિટી વગર 12 GB ડેટા મળે છે. 251 રૂપિયામાં 30 દિવસની વેલિડિટી સાથે 50 GB ડેટા વાળો પ્લાન હવે 301 રૂપિયાનો થઇ ગયો છે.
    Published by:Ashish Goyal
    First published:

    Tags: Airtel, Jio, Vodafone, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन