Home /News /tech /

Hyundai ભારતમાં લોન્ચ કરશે સસ્તી Electric Car, સામે આવ્યો કંપનીનો પૂરો પ્લાન

Hyundai ભારતમાં લોન્ચ કરશે સસ્તી Electric Car, સામે આવ્યો કંપનીનો પૂરો પ્લાન

હાલમાં, ભારતમાં કુલ કારના વેચાણમાં ઇલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 1% કરતા ઓછો છે.

હ્યુન્ડાઈ (Hyundai) દ્વારા ભારતમાં નાની ઈલેક્ટ્રિક કાર (Electric Car)નું લોન્ચિંગ કંપનીની યોજનાનો એક ભાગ છે, જે અંતર્ગત કંપની ભારતમાં 2028 સુધીમાં છ ઈલેક્ટ્રિક વાહનો (Electric Vehical) લૉન્ચ કરશે.

    Hyundai Motor ટૂંક સમયમાં ભારતમાં સસ્તી ઇલેક્ટ્રિક કાર (Electric Car) લોન્ચ કરી શકે છે. દક્ષિણ કોરિયાની કંપનીએ નાની ઇલેક્ટ્રિક કાર વિકસાવવાનું શરૂ કર્યું છે, પરંતુ હ્યુન્ડાઇ આ વર્ષે દેશમાં પ્રીમિયમ મોડલ (Premium model) લાવવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહી છે. હ્યુન્ડાઈ ઈન્ડિયાના સેલ્સ, માર્કેટિંગ અને સર્વિસ ડિરેક્ટર તરુણ ગર્ગે એક ઈન્ટરવ્યુ દરમિયાન જણાવ્યું હતું કે ચાર્જિંગ ઈકોસિસ્ટમ, સેલ્સ નેટવર્ક, મેન્યુફેક્ચરિંગ અને એસેમ્બલી જેવા મુદ્દાઓ પર ઘણા વિભાગો કામ કરી રહ્યા છે.

    નોંધનીય છે કે, કંપની ઈલેક્ટ્રિક કારની કિંમતને નિયંત્રણમાં રાખવા અને સસ્તું રાખવા માટે સ્થાનિક સ્તરે સોર્સિંગ અને મેન્યુફેક્ચરિંગ ઘટકોનો ઉપયોગ કરશે. કંપનીનું માનવું છે કે આ માટે તેણે વધુને વધુ સ્થાનિક ઉત્પાદનો પર આધાર રાખવો પડશે. જો કે કંપનીએ હજુ એ નથી જણાવ્યું કે નવી કાર ક્યારે લોન્ચ થશે.

    કંપની 6 ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે
    હ્યુન્ડાઈ દ્વારા ભારતમાં નાની ઈલેક્ટ્રિક કારનું લોન્ચિંગ કંપનીની યોજનાનો એક ભાગ છે, જે અંતર્ગત કંપની ભારતમાં 2028 સુધીમાં છ ઈલેક્ટ્રિક વાહનો લૉન્ચ કરશે. કંપનીએ આ માટે ભારતમાં 4044 કરોડ રૂપિયાનું રોકાણ કર્યું છે. તેનો હેતુ દેશમાં ઇલેક્ટ્રિક મોબિલિટીને પ્રોત્સાહન આપવાનો છે.

    આ ઇલેક્ટ્રિક કાર આ વર્ષે લોન્ચ કરવામાં આવશે
    હાલમાં ભારતમાં કુલ કારના વેચાણમાં ઈલેક્ટ્રિક વાહનોનો હિસ્સો 1% કરતા ઓછો છે, પરંતુ સરકાર 2030 સુધીમાં 30% હિસ્સો મેળવવાનું લક્ષ્ય રાખે છે. સરકારનો હેતુ ભારતમાં પ્રદૂષણ અને ઈંધણની આયાત ઘટાડવાનો છે. ગર્ગે જણાવ્યું હતું કે હ્યુન્ડાઈ આ વર્ષે તેના Ioniq 5 ઈલેક્ટ્રિક ક્રોસઓવરથી શરૂ થતા પ્રીમિયમ મૉડલ લૉન્ચ કરશે અને ધીમે ધીમે કિંમતમાં ઘટાડો કરશે. યુએસમાં 480 કિમીની ઇલેક્ટ્રિક કાર Ioniq 5 ની કિંમત આશરે રૂ.34 લાખથી શરૂ થાય છે.

    આ પણ વાંચો: 8 દેશોમાં થશે દેશી Electric Bikeની નિકાસ, શું તમે જાણો છો ખાસિયત?

    ચાર્જિંગ નેટવર્ક વધારવાની જરૂર છે
    તરુણ ગર્ગે ધ્યાન દોર્યું કે મોટા પાયા પર EVs સફળ થવા માટે વ્યાપક ચાર્જિંગ નેટવર્ક અને ઓછી બેટરીની કિંમતો જરૂરી છે. જ્યારે કંપની પેટ્રોલ-ડીઝલ કારનો બિઝનેસ શરૂ કરી રહી હતી ત્યારે તેની શરૂઆત ઓછી કિંમતથી ઊંચી કિંમતના પરિપ્રેક્ષ્ય સાથે કરવામાં આવી હતી, પરંતુ ઇલેક્ટ્રિકમાં કંપની ટોપ-ડાઉન અભિગમ અજમાવી રહી છે.

    આ પણ વાંચો: લોન્ચિંગ પહેલા જ kWh Bikesના 78000 ઇ-સ્કૂટર થયા બુક, વિદેશી બજારોમાંથી પણ આવી માંગ

    Kona EV ભારતમાં લોન્ચ કરવામાં આવી હતી
    Hyundai એ તેની Kona EV ભારતમાં 2019 માં લોન્ચ કરી હતી. આ કારને મુખ્યત્વે ભારતીય બજારમાં ટેસ્ટિંગ માટે લોન્ચ કરવામાં આવી હતી. તેને અપેક્ષા મુજબની સફળતા મળી નથી. તેનું કારણ પબ્લિક ચાર્જિંગ ઈન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અને તેની ઊંચી કિંમત હતી. કંપનીનું કહેવું છે કે કોના પાસેથી શીખેલા પાઠને ભારતમાં તેની ભાવિ EV વ્યૂહરચનામાં સામેલ કરવામાં આવશે.
    Published by:Riya Upadhay
    First published:

    Tags: Auto news, Electric car, Hyundai

    આગામી સમાચાર