ચીનમાં વેચાતી Wuling Hongguang Mini EV અત્યારે સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે.
Tata Tigor ભારતમાં અત્યારે સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર (Affordable electric car) છે. તેની કિંમત 12.4 લાખ રૂપિયા છે. અમદાવાદની એક કંપની જેન્સોલ એન્જિનિયરિંગે (Gensol Engineering) દાવો કર્યો છે કે તે ગ્રાહકોને લગભગ રૂ. 6 લાખમાં ઇલેક્ટ્રિક કાર ઉપલબ્ધ કરાવવાની યોજના પર કામ કરી રહી છે.
અમદાવાદ : દેશમાં સસ્તી ઈલેક્ટ્રિક કાર (Affordable electric car) બનાવવાના પ્રયાસો શરૂ થઈ ગયા છે. અમદાવાદની એક કંપની જેન્સોલ એન્જિનિયરિંગે (Gensol Engineering) દાવો કર્યો છે કે તે, ગ્રાહકોને લગભગ રૂ. 6 લાખમાં ઇલેક્ટ્રિક કાર (Electric car) ઉપલબ્ધ કરાવવાની યોજના પર કામ કરી રહી છે. ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે કંપની યુએસ સ્ટાર્ટઅપને હસ્તગત કરવા જઈ રહી છે. આ સ્ટાર્ટઅપ જેનસોલને ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે ટેકનિકલ કુશળતા આપશે. હાલમાં, ભારતમાં સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર Tata Tigor છે, જેની કિંમત 12.4 લાખ રૂપિયા છે.
મનીકંટ્રોલના રિપોર્ટ અનુસાર, જેન્સોલ સોલાર પાવરનો બિઝનેસ કરે છે. કંપનીએ ગયા શુક્રવારે રોકાણકારોને જણાવ્યું હતું કે તે ઇલેક્ટ્રિક કાર બનાવવા માટે યુએસ સ્થિત ઇલેક્ટ્રિક વાહન સ્ટાર્ટઅપ હસ્તગત કરશે. જેન્સોલએ ન તો અમેરિકન સ્ટાર્ટઅપનું નામ આપ્યું છે કે ન તો તે આ સંપાદન માટે કેટલા પૈસા ચૂકવશે તે જાહેર કર્યું છે.
સસ્તી ઇલેક્ટ્રિક કાર
જેન્સોલના મેનેજિંગ ડિરેક્ટર અનમલો સિંહ જગ્ગી કહે છે કે ભારતમાં સસ્તી ઇલેક્ટ્રિક કારની જરૂર છે. અહીં તમારે એવી કાર જોઈએ છે જેની કિંમત 5-6 લાખ રૂપિયા હોય. જગ્ગી કહે છે કે ભારતીય ઇલેક્ટ્રિક વાહન ઉત્પાદન ઉદ્યોગમાં મોટા ફેરફારોની જરૂર છે. દેશમાં 5 લાખ રૂપિયાથી ઓછી કિંમતમાં ઇલેક્ટ્રિક કાર વેચાય તો જ આવું થઈ શકે છે.
Tata Tigor ભારતમાં અત્યારે સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. તેની કિંમત 12.4 લાખ રૂપિયા છે. હાલમાં જ એમજી મોટર્સ ઇન્ડિયાએ કહ્યું હતું કે તે 10-12 લાખ રૂપિયામાં ઇલેક્ટ્રિક કાર લોન્ચ કરશે. કહેવાય છે કે હ્યુન્ડાઈ પણ ઓછી કિંમતમાં ઈલેક્ટ્રિક કાર લોન્ચ કરવાનો પ્રયાસ કરી રહી છે. જો દુનિયાની વાત કરીએ તો ચીનમાં વેચાતી Wuling Hongguang Mini EV અત્યારે સૌથી સસ્તી ઇલેક્ટ્રિક કાર છે. તેની કિંમત $4,200 એટલે કે લગભગ 3.15 લાખ રૂપિયા છે.
ગેન્સોલે રોકાણકારોને જણાવ્યું છે કે તે ટેક્નોલોજી વિકાસ માટે સંશોધન અને વિકાસ કેન્દ્ર સ્થાપવા માંગે છે અને 2023માં પુણેમાં ઉત્પાદન શરૂ કરવાની યોજના ધરાવે છે. પૂણે પ્લાન્ટની શરૂઆતમાં વાર્ષિક 12,000 કારનું ઉત્પાદન કરવાની ક્ષમતા હશે. કંપની આ સાહસ માટે ઓછામાં ઓછા 150 ઓટોમોબાઈલ એન્જિનિયર્સ અને ડિઝાઇનર્સની નિમણૂક કરશે. જેન્સોલના મેનેજિંગ ડિરેક્ટર જગ્ગીએ મનીકંટ્રોલને જણાવ્યું કે તેઓ આ સાહસમાં રૂ. 250-400 કરોડનું રોકાણ કરશે.
Published by:Riya Upadhay
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર