દુનિયાને PDFની ગિફ્ટ આપનારા ચાર્લ્સ ગેશ્કીનું નિધન, 81 વર્ષની ઉંમરે દુનિયાએ કહ્યું અલવિદા

અડોબ કંપની અનુસાર ગેશ્કીનું શુક્રવાર નિધન થઈ ગયું. (તસવીર- AP)

Adobeના સહ-સંસ્થાપક અને પોર્ટેબલ ડોક્યૂમેન્ટ ફોર્મેટ ટેક્નોલોજીનો વિકાસ કરનારા ચાર્લ્સ ‘ચક’ ગેશ્કીનું નિધન

 • Share this:
  લોસ આલ્ટોસ. સોફ્ટવેર નિર્માતા કંપની અડોબ (Adobe)ના સહ-સંસ્થાપક અને પોર્ટેબલ ડોક્યૂમેન્ટ ફોર્મેટ ટેક્નોલોજી (PDF)નો વિકાસ કરનારા ચાર્લ્સ ‘ચક’ ગેશ્કી (Charles Geschki)નું નિધન થઈ ગયું છે. તેઓ 81 વર્ષના હતા. અડોબ કંપનીના જણાવ્યા મુજબ, ગેશ્કીનું શુક્રવારે નિધન થયું હતું. તેઓ સૈન ફ્રાન્સિસ્કો બે એરિયાના લોસ આલ્ટોસ ઉપનગરમાં રહેતા હતા.

  અડોબના સીઇઓ શાંતનુ નારાયણે કંપનીના કર્મચારીઓને મોકલેલા એક ઇમેલમાં લખ્યું કે, આ સમગ્ર અડોબ સમુદાય અને ટેક્નોલોજી ક્ષેત્ર માટે મોટી ક્ષતિ છે જેના માટે તેઓ (ગેશ્કી) દશકો સુધી માર્ગદર્શક અને નાયક રહ્યા. નારાયણે લખ્યું કે, અડોબના સહ-સંસ્થાપકના રૂપમાં ચક અને જોન વાર્નોકે એક પરિવર્તનકારી સોફ્ટવેર બનાવ્યું હતું જેને લોકોના ઉપયોગ અને સંચારની પદ્ધતિને બદલી દીધી.

  આ પણ વાંચો, 10 હજાર રૂપિયા સસ્તો થઈ ગયો Samsungનો આ પ્રીમિયમ સ્માર્ટફોન, બજેટ ફોન ઉપર પણ ભારે છૂટ

  તેઓએ જણાવ્યું કે, ચકે કંપનીના વિકાસ માટે અથાગ પ્રયાસ કર્યા અને તેના પરિણામ સ્વરૂપ જ પીડીએફ, એક્રોબેટ, ઇલસ્ટ્રેટર, પ્રીમિયર પ્રો અને ફોટોશોપ જેવા મોટા પરિવર્તનશીલ સોફ્ટવેર વિકસિત થયા. ગેશ્કીની પત્ની નૈન્સીએ કહ્યું કે તેમના પતિને પોતાના પરિવાર પર ગર્વ હતો. વર્ષ 2009માં તત્કાલીન અમેરિકાના રાષ્ટ્રપ્રમુખ બરાક ઓબામાએ ગેશ્કી અને વરનોકને નેશનલ મેડલ ઓફ ટેક્નોલોજીથી સન્માનિત કર્યા હતા.

  આ પણ વાંચો, રિક્ષાચાલકથી કુખ્યાત ગેંગસ્ટર બન્યો હૈદર, પોલીસકર્મીઓને નશીલી બિરયાની ખવડાવી હૉસ્પિટલથી છૂમંતર

  મર્ક્યુરી ન્યૂઝની એક રિપોર્ટ મુજબ, વર્ષ 1992માં ગેશ્કીના અપહરણનો પ્રયાસ કરવામાં આવ્યો હતો. જોકે, તેમાં તે સુરક્ષિત રહ્યા હતા. મૂળે, કામ પર આવવા દરમિયાન ગેશ્કી પર બે લોકોએ બંદૂકની અણીએ ગેશ્કીને રોક્યો અને તેને લઈને હોલિસ્ટર લઈ ગયા. અહીં તેમને 4 દિવસ સુધી રાખવામાં આવ્યા. આ મામલામાં એક સંદિગ્ધને 6 લાખ 50 હજાર ડૉલરની ખંડણીની રકમની સાથે પકડાયો હતો.
  Published by:Mrunal Bhojak
  First published: