Home /News /tech /Acer’s Biggest Sale: એસરે લોન્ચ કર્યો બમ્પર લૂટ અવર સ્ટોર સેલ, ઝડપથી ઉઠાવો ફાયદો

Acer’s Biggest Sale: એસરે લોન્ચ કર્યો બમ્પર લૂટ અવર સ્ટોર સેલ, ઝડપથી ઉઠાવો ફાયદો

એસર સેલ.

Loot Our Store Sale: ઑફર્સમાં કંપનીના ગેમિંગ ડિવાઈસ (Gaming Device) અને એસેસરીઝ પર 67% સુધી ડિસ્કાઉન્ટ (Discount)નો સમાવેશ થાય છે.

મુંબઈ: વૈશ્વિક PC બ્રાન્ડ Acer (Computer Brand Acer)એ વર્ષના અંતે તેના સૌથી મોટા વેચાણ Loot Our Store Sale (Acer’s Biggest Sale)ની જાહેરાત કરી છે. આ સેલ 16થી 17 ડિસેમ્બર વચ્ચે માત્ર એસરના ઓનલાઈન સ્ટોર (Online Store Offers) દ્વારા વેચવામાં આવેલ પસંદગીના ઉત્પાદનો પર જ માન્ય છે. ઑફર્સમાં કંપનીના ગેમિંગ ડિવાઈસ (Gaming Device) અને એસેસરીઝ પર 67% સુધી ડિસ્કાઉન્ટ (Discount)નો સમાવેશ થાય છે, જ્યારે પેરિફેરલ્સ અને કેટલીક અન્ય પ્રોડક્ટ્સ પણ સેલમાં સામેલ છે. Acer ચાલુ લૂટ અવર સ્ટોર સેલ દરમિયાન ડિસ્કાઉન્ટ પર એર પ્યુરિફાયર પણ ઓફર કરી રહી છે.

Acer એક અખબારી નિવેદનમાં જણાવ્યું હતું કે, "વર્ક અને શિક્ષણના હાઇબ્રિડ મોડલ વચ્ચે લેપટોપ અને ગેજેટ્સ આપણા જીવનનો અભિન્ન ભાગ હોવાથી પોતાને અને તમારા પ્રિયજનોને એસર ડિવાઇસને ભેટમાં આપી શકો છો. વર્ષ 2021ના અંતને વધુ સારો બનાવવા માટે એસર ઓનલાઇન સ્ટોર, લેપટોપ, મોનિટર્સ, ટેબ્લેટ્સ અને અન્ય એસેસરીઝમાં ગ્રાહકોને શ્રેષ્ઠ લાભ મળી રહ્યો છે.

લૂટ અવર સ્ટોર સેલ મળશે આ ઓફર

Loot Our Store સેલ દરમિયાન એસર રૂ. 23,990 જેટલી ઓછી કિંમતે લેપટોપ ઓફર કરશે. કંપની ગેમિંગ લેપટોપ પર 40,000 રૂપિયા સુધીની છૂટ આપી રહી છે. કંપની 7,690 રૂપિયાથી શરૂ થતા એસર ટેબલેટ અને મોનિટરની ખરીદી સાથે મફત Acer Nitro હેડસેટ્સ ઓફર કરી રહી છે. આ સિવાય EMIની ઓફર પણ મળી રહી છે.

એસર ટેબ સાથે હેડફોન ફ્રી

વધુમાં ઓનલાઈન સેલ દરમિયાન એસર ટેબ ખરીદનારા ગ્રાહકો રૂ. 2,999ની કિંમતના નાઈટ્રો હેડફોન મફતમાં મેળવી શકે છે. ટેબલેટ રૂ. 11,999માં ઉપલબ્ધ છે. તેમાં 8-ઇંચ ડિસ્પ્લે, ક્વાડ-કોર મીડિયાટેક MT8766WA SoC, 2GB RAM, 32GB સ્ટોરેજ અને 4G કનેક્ટિવિટી જેવા ફીચર્સ શામેલ છે.

આ મહિનાની શરૂઆતમાં એસરે પ્રિડેટર હેલિઓસ 500 લોન્ચ કરીને ભારતમાં તેના ગેમિંગ લેપટોપ લાઇનઅપને વિસ્તાર્યું હતું. જેમાં 11મી પેઢીનું ઈન્ટેલ કોર i9 પ્રોસેસર અને 4K મિની-LED ડિસ્પ્લેનો સમાવેશ થાય છે. કંપની તાજેતરમાં જ એસર એસ્પાયર વેરોને પણ ભારતમાં લોન્ચ કરી ચૂકી છે, જેમાં રિસાયકલ પ્લાસ્ટિક ચેસીસ અને 11મી પેઢીના ઇન્ટેલ કોર પ્રોસેસર સહિતના ફીચર્સ છે.

આ પણ વાંચો: Apple iPhone SE: 2022ના પહેલા ક્વાર્ટરમાં લોન્ચ થશે Apple iPhone SE 3! જુઓ વિગત

આ સિવાય એસર પાસે CES 2022માં પણ ઓફરની નવી સિરીઝ છે. આ યાદીમાં Acer ConceptD 7 SpatialLabs એડિશન લેપટોપ માટે CES 2022 ખાતે ઈનોવેશન એવોર્ડનો સમાવેશ થાય છે. ત્યારબાદ iF ડિઝાઇન એવોર્ડ્સ જેમાં ConceptD 3 Ezel નોટબુક, ConceptD 300 ડેસ્કટોપ, પ્રિડેટર ટ્રાઇટોન 300 SE ગેમિંગ નોટબુક અને પ્રિડેટર X34 S ગેમિંગ મોનિટર સામેલ છે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Gadget, Laptop, કોમ્પ્યુટર, ટેકનોલોજી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन