New Lunched TV : Acer અને S series ની ટીવી સીરીજને લેટેસ્ટ તહેવારોની સીજન દરમિયાન એમેજોન અને ફ્લીપકાર્ટ સહિત કેટલીય અન્ય સાઈટ પર બંપર ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવશે. Acer TV એ કહ્યું કે, તેના પૂરા ભારતમાં 4,000 થી વધારે છુટક વેચાણ કેન્દ્રો છે, જ્યાં નવા ટીવી વેચાણ માટે મોકલવામાં આવશે.
નવી દિલ્હીઃ Acer કંપનીએ ભારતમાં તેના ટેલિવિઝન શ્રેણીનો વિસ્તાર કરતા બે સ્માર્ટ ટીવી રજૂ કર્યા છે. કંપનીએ Acer H અને S-series ના સ્માર્ટ ટીવી બજારમાં લોન્ચ કર્યા છે. H સીરીઝમાં UHD રેજલ્યૂશન સાથે 4 વેરિએન્ટ લગાવવામાં આવ્યા છે. Acer S Series માં HD અને UHD વિકલ્પ મળી રહ્યો છે. આ ટીવી ડોલ્બી એટમૉસ, ડૉલ્બી વિઝન અને એમઈએમસી ટેકનોલોજી જેવી સુવિધાઓ સાથે સજ્જ છે.
જો Acer S-series ની વાત કરીએ તો આમાં 2 સક્રીન વિકલ્પ મળે છે. જેમાં 32 ઈંચ અને 65 ઈંચનો સમાવેશ થાય છે. 32 ઈંચનું મોડલ HD રેજલ્યૂશન અને 65 ઈંચ UHD રેજલ્યૂશન સાથે મળી રહ્યુ છે. સાથે જ 32 ઈંચનું ટીવી HDR10+ સપોર્ટ અને Dolby Atmos ની સાથે 40W સાઉન્ડ આઉટપુર ઓફર કરે છે.
ભારતમાં Acer TV ની કીંમત
નવા રેન્જમાં દરેક પ્રાઈઝ સેગમેન્ટ મોડલ ઉપલબ્ધ છે, જે Realme, OnePlus, and Xiaomi ને ટક્કર આપે છે. Acer ના બધા જ નવા ટીવીની કીંમત
32 ઈંચ HD TV – 14,999 રૂપિયા 43 ઈંચ 4K TV – 29,999 રૂપિયા 50 ઈંચ 4K TV – 34,999 રૂપિયા 55 ઈંચ 4K TV – 39,999 રૂપિયા 65 ઈંચ 4K TV – 64,999 રૂપિયા
તહેવાર દરમિયાન ખરીદી પર ડિસ્કાઉન્ટ મળશે
Acer ની આ ટીવી સીરીજને લેટેસ્ટ તહેવારોની સીજન દરમિયાન એમેજોન અને ફ્લીપકાર્ટ સહિત કેટલીય અન્ય સાઈટ પર બંપર ડિસ્કાઉન્ટ સાથે વેચવામાં આવશે. Acer TV એ કહ્યું કે, તેના પૂરા ભારતમાં 4,000 થી વધારે છુટક વેચાણ કેન્દ્રો છે, જ્યાં નવા ટીવી વેચાણ માટે મોકલવામાં આવશે. જો કે, કંપનીએ વેચાણ કરવાની તારીખ વિશે હજુ સુધી જાણકારી આપી નથી.
નવા Acer TV મેટલ ફિનિશ સાથે આવે છે. સાથે જ Acer TV ની નવી સીરીજ ટીવી ડૉલ્બી વિજન અને ડૉલ્બી ઑડિયોને સપોર્ટ કરશે. નવા ટીવી એમઈએમસી ટેકનોલોજીને પણ સપોર્ટ કરશે. પેનલમાં વાદળી પ્રકાશ ઘટાડવાની સુવિધા છે જેથી લાંબા સમય સુધી ટીવી જોવા પર યૂજર્સની આંખોમાં દુખાવો કે તકલીફ ન થાય. ટીવીમાં એચએલજી, સુપર બ્રાઈટનેસ, બ્લેક લેવલ ઑગ્મેન્ટેશન, 4K અપસ્કેલિંગ, 2-વે બ્લૂટૂથ અને ડ્યુઅલ બેન્ડ વાઈ-ફાઈની સાથે HDR 10 ના માટે પણ સપોર્ટ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર