Home /News /tech /

ટેક્નોલોજી કેટલી ખતરનાક ? એક જ કમાન્ડ પર Google Assistantને ચલાવી ગોળી

ટેક્નોલોજી કેટલી ખતરનાક ? એક જ કમાન્ડ પર Google Assistantને ચલાવી ગોળી

લાઇટ ઓન કરવી, કામ વિશે રિમાઇન્ડર કરવું, લોકોની ભાષાને કોપી કરવી, આવા અનેક કામ ગુગલ Google Assistant ચપટી વગાડતા જ કરી શકે છે.

લાઇટ ઓન કરવી, કામ વિશે રિમાઇન્ડર કરવું, લોકોની ભાષાને કોપી કરવી, આવા અનેક કામ ગુગલ Google Assistant ચપટી વગાડતા જ કરી શકે છે.

    લાઇટ ઓન કરવી, કામ વિશે રિમાઇન્ડર કરવું, લોકોની ભાષાને કોપી કરવી, આવા અનેક કામ ગુગલ Google Assistant ચપટી વગાડતા જ કરી શકે છે. તમારા દરકે કામને ફટાકથી કરનારું Google Assistant તમારા માટે ખતરનાક પણ બની શકે છે. Google Assistant પર કરવામાં આવેલા એક પ્રયોગે તેના ખતરનાક પાસા તરફ ઇસારો કર્યો હતો. જે ક્યારેય વિચારવામાં આવ્યું ન્હોતું.

    એલેક્ઝેન્ડર રેબેન નામના એક આર્ટિસ્ટે ગુગલ આસિસ્ટન્ટને લઇને એક એક પ્રયોગ કર્યો હતો. જેમાં Google Assistantએ એક કમાન્ડ ઉપર બંદૂકમાંથી ગોળી ચલાવી દીધી. રેબેને આ ઘટનાને કેમેરામાં રેકોર્ડ કરીને યુટ્યુબ ઉપર અપલોડ કર્યો હતો. "Google Shoots" નામથી યુટ્યુબ ઉપર અપલોડ કરવામાં આવેલા 30 સેકન્ડના આ વીડિયોમાં રેબેને ગુગલને કમાન્ડ આપ્યો કે "OK Google, activate gun" કમાન્ડના એક સેકેન્ડ પછી આસિસ્ટન્ટ ફાયર કરે છે અને "Sure, turning on the gun" કહીને રિસ્પોન્ડ પણ કરે છે.



    રેબેને આ પ્રયોગ એક સફરજન સાથે કર્યો જેમાં ફાયરિંગ સફરજન ઉપર કરાવવામાં આવી. સફરજનને વધારે નુકસાન થયું ન્હોતું માત્ર તેની થોડી છાલ ઉતરી ગઇ હતી. પરંતુ આ પ્રયોગ પછી એક પ્રશ્ન જરૂર ઉભો થાય છે કે આર્ટિફિશિયલ ઇન્ટેલિજેન્સ (AI)ને આપણા જીવનમાં કેટલું સામેલ કરવું જોઇએ.

    engadget.com સાથે વાત કરતા રેબેને કહ્યું કે આ પ્રોજેક્ટ માટે તેમણે ગૂગલ આસિસ્ટન્ટનો ઉપયોગ કર્યો પરંતુ આની જગ્યાએ Amazon Echo કે કોઇ અન્ય ડિવાઇસ પણ હોઇ શકે છે. જોકે, આ પ્રયોગમાં રેબેને ગનને એક્ટિવેટ કરવા માટે જાતે જ કહ્યું હતું પરંતુ આજની મશીનો વિશે વાત કરીએ તો તે AI ટેક્નોલોજી ઉપર ચાલે છે. આપણી દરેક જરૂરિયાતને પૂરી કરવા માટે મદદ કરે છે. હવે એ સમય દૂર નથી કે આ ટેક્નોલોજીનો ઉપયોગ કોઇનો જીવ લેવામાં પણ કરી શકાશે. એટલા માટે આ કંપનીઓને ધ્યાન અપાવવાની જરૂર છે કે, તેના આ ડિવાઇસ કોઇના માટે ખતરનાક બની શકે છે.
    Published by:Ankit Patel
    First published:

    Tags: Watch-video

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन