Home /News /tech /

17 હજાર રુપિયાની છૂટ પર ખરીદો 3 સ્ટાર AC, આજે છે છેલ્લો દિવસ

17 હજાર રુપિયાની છૂટ પર ખરીદો 3 સ્ટાર AC, આજે છે છેલ્લો દિવસ

સેલમાં ગ્રાહક ઇલેક્ટ્રિક, ગેજેટ, ફેશન અને હોમ એપ્લાયન્સ જેવી પ્રોડક્ટને અડધી કિંમતમાં ખરીદી શકે છે.

1 જૂનથી શરુ થયેલા સેલમાં ગ્રાહક સસ્તામાં ખરીદી કરી શકે છે. સેલમાં ગ્રાહક ઇલેક્ટ્રિક, ગેજેટ, ફેશન અને હોમ એપ્લાયન્સ જેવી પ્રોડક્ટને અડધી કિંમતમાં ખરીદી શકે છે.

    ફ્લિપકાર્ટ ડેઝ સેલનો આજે છેલ્લો દિવસ છે. ગ્રાહકો ખૂબ જ સસ્તામાં ખરીદી કરી શકે છે. સેલમાં ગ્રાહક ઇલેક્ટ્રોનિક, ગેજેટ, ફેશન અને ઘરના ઉપકરણોને અડધાથી ઓછી કિંમતે ખરીદી શકે છે. ગરમી વધી રહી છે અને આ રીતે એસીની કિંમત પણ વધી રહી છે. જો તમે ઓછી કિંમતમાં એસી ખરીદવાનું વિચારી રહ્યાં છો તો આ સેલમાં તમે ફાયદો ઉઠાવી શકો છો.

    43% ની છૂટ પર AC

    Midea 1.0 Ton 3 Star Split ACને 43% ના ડિસ્કાઉન્ટ પર લઈ શકો છો. ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ AC ની કિંમત 39,600 રૂપિયા છે. પરંતુ આ સેલમાં તમે તેને 22,499 રૂપિયામાં ખરીદી શકો છો. આનો અર્થ એ કે ગ્રાહકને આ એસી પર 17,101 રુપિયાનું ડિસ્કાઉન્ટ મળી શકે છે. આ ઉપરાંત આ એસી એક્સચેન્જ ઓફરમાં 8000ના ડિસ્કાઉન્ટથી ખરીદી શકાય છે.



    સસ્તામાં Water Purifier લાવો ઘરે

    સેલમાં વોટર પ્યુરિફાયર્સ ખરીદવા માટે ઓફરનો લાભ લઈ શકાય છે. આ સેલમાં તમને સસ્તા ભાવે અનેક બ્રાંડ વોટર પ્યુરિફાયર્સ મળશે. જો તમે બ્લૂ સ્ટાર કંપનીનું વોટર પ્યૂરીફાર Aristo 7 એલ RO + યુવી મોડલ ખરીદો છો તો તે તમને 25% ડિસ્કાઉન્ટમાં મળશે. ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, તેની કિંમત 13,400 રૂપિયા છે. તે જ સમયે, તમે તેને રૂ. 333ના મહિનાના ઇએમઆઈ પર ખરીદી શકો છો.

    આ ઉપરાંત એક્સિસ બેન્કના ક્રેડિટ અથવા ડેબિટ કાર્ડની ખરીદી પર 10% વધારાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. ઉપરાંત, આ સેલમાં, ઇએમઆઈ અને એક્સચેન્જ ઓફરોમાં પણ ઉત્પાદન ખરીદી શકાય છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: AC, ટેક ન્યૂઝ

    આગામી સમાચાર