નવા ફોનમાં ઇન્સ્ટૉલ થઈને આવશે Aarogya Setu App, રજીસ્ટ્રેશન વગર ફોન ચાલુ નહીં થાય : સૂત્ર

News18 Gujarati
Updated: April 30, 2020, 3:32 PM IST
નવા ફોનમાં ઇન્સ્ટૉલ થઈને આવશે Aarogya Setu App, રજીસ્ટ્રેશન વગર ફોન ચાલુ નહીં થાય : સૂત્ર
ફાઇલ તસવીર

સરકારનું કહેવું છે કે કંપનીઓએ ફક્ત પ્રી-ઇન્સ્ટૉલ જ નહીં, રજીસ્ટ્રેશન વગર ફોન ચાલુ ન થાય તે વાત સુનિશ્ચિત કરવી પડશે.

  • Share this:
નવી દિલ્હી : કોરોના વાયરસ (COVID-19)ને ટ્રેક કરતી ભારત સરકારની આરોગ્ય સેતુ એપ (Aarogya Setu App) બહુ ઝડપથી ફોનમાં પહેલાથી જ ઇન્સ્ટૉલ થઈને આવશે. સરકારી સૂત્રોએ આજે News18ને આ અંગેની જાણકારી આપી હતી. આ અંગેની જાણકારી ધરાવતા અધિકારીના જણાવ્યા પ્રમાણે સરકારે લૉકડાઉન સમાપ્ત થયા પછી ભારતમાં વેચાતા તમામ સ્માર્ટફોનમાં આ એપ્લિકેશનની પ્રી-ઇન્સ્ટૉલ (pre-installed) સેવા અનિવાર્ય કરવાની વાત કરી છે. સાથે જ સરકારે એવી પણ વાત કરી છે કે કંપનીઓએ ફક્ત પ્રી-ઇન્સ્ટૉલ જ નહીં, પરંતુ એવું પણ સુનિશ્ચિત કરવું પડશે કે ફોનનો ઉપયોગ કર્યા પહેલા યૂઝર આ એપ્લિકેશન પર રજીસ્ટ્રેશન કરે.

આ નિર્ણય લાગૂ કરવા માટે ભારત સરકાર નોડલ એજન્સીઓની નિમણૂક કરવા માટે તૈયાર છે. આ એજન્સીઓ સ્માર્ટફોન કંપનીઓને સંપર્ક કરશે. આ એજન્સી એ વાતનું પણ ધ્યાન રાખશે કે તમામ નવા ડિવાઇસમાં ઇન્સ્ટૉલ એપ સાથે Skipનો વિકલ્પ ન આપવામાં આવે. આથી ભારતમાં આગામી સમયમાં વેચવામાં આવનાર તમામ સ્માર્ટફોનમાં આરોગ્ય સેતુ એપ પહેલાથી જ ઇન્સ્ટૉલ હોય શકે છે. સરકારે અત્યાર સુધી ફીચર ફોન પર કૉન્ટેક્ટ ટ્રેસિંગને સક્ષમ કરવા અંગે કોઇ પણ સંભાવનાની જાહેરાત નથી કરી. ફીચર ફોન ભારતમાં હાલમાં પણ બજારનો મોટો હિસ્સો છે.

આ પણ વાંચો : 


નોંધનીય છે કે જ્યારથી આરોગ્ય સેતુ એપ્લિકેશનને ગૂગલ પર મૂકવામાં આવી છે ત્યારથી ગૂગલ પ્લે સ્ટોર પર દેશભરમાંથી 7.5 કરોડથી વધારે લોકો તેને પોતાના ફોનમાં ઇન્સ્ટૉલ કરી ચુક્યા છે. સરકાર આરોગ્ય સેતુ એપ્લિકેશનને ફરજિયાત કરવાનું વિચાર રહી છે ત્યારે આગામી દિવસોમાં આ એપ્લિકેશન વધારે ડાઉનલોડ થાય તેવી સંભાવના છે.

શું છે Aarogya Setu App?

આરોગ્ય સેતુ એક ટ્રેકિંગ એપ્લિકેશન છે. આ એપલમાં GPS સિસ્ટમ અને બ્લૂટૂથના માધ્યમથી કોરોના વાયરસના સંક્રમણ સંબંધિત કેસની માહિતી મેળવવાની સુવિધા છે. આરોગ્ય સેતુ એપ એન્ડ્રોઇડ અને આઈફોન બંને માટે બનાવવામાં આવી છે. આ એપ યૂઝરના ફોનનું બ્લૂટૂથ, લોકોશન અને ફોન નંબરનો ઉપયોગ કરીને એવું ટ્રેકિંગ કરે છે કે તે કોઈ કોવિડ 19 પોઝિટિવ વ્યક્તિના સંપર્કમાં તો નથી આવ્યો ને? આ એપમાં કોરોના હેલ્પ સેન્ટર અને સેલ્ફ અસેસમેન્ટ ટેસ્ટ જેવી સુવિધા પણ છે.

એપમાં એક ચેટબોટ સામેલ છે. જે કોરોના વાયરસ મામલે સવાલના જવાબ આપે છે. આ એપમાં ભારતના દરેક રાજ્યના હેલ્પલાઇન નંબર પણ સામેલ છે.
First published: April 30, 2020, 3:32 PM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading