Aarogya Setu Appનું નવું ફિચર : હવે તમે સરળતાથી ડિલિટ કરી શકશો તમારું એકાઉન્ટ અને તમામ ડેટા

Aarogya Setu Appનું નવું ફિચર : હવે તમે સરળતાથી ડિલિટ કરી શકશો તમારું એકાઉન્ટ અને તમામ ડેટા
ફાઇલ તસવીર

આરોગ્ય સેતુ એપ પર તમારા ડેટાને ડિલિટ કરવા માંગો છો તો તેની મુજબના સ્ટેપ ફોલો કરો.

  • Share this:
    ભારતના પહેલા કૉન્ટેક્ટ ટ્રેસિંગ એપ આરોગ્ય સેતુ (Aarogya Setu)માં હવે એક નવી અપડેટ આવી છે. Delete your Deta. જેને તમે લેટેસ્ટ અપટેડ કરીને મેળવી શકો છો. આ નવા ફિચરથી તમે આરોગ્ય સેતુથી પોતાના એકાઉન્ટની તમામ માહિતી ડિલિટ કરી શકશો અને તમારું એકાઉન્ટ પણ ડિલિટ કરી શકશો. આ નવા ફિચનને હાલ એન્ડ્રોઇડ યુઝર્સ માટે ઉપલબ્ધ કરાવવામાં આવ્યું છે. પણ iOS પર તમે Delete_account_title નામે ઉપબલ્ધ થશે.

    આરોગ્ય સેતુમાં ડિલિટ યોર ડેટા નામના આ નવા ફિચરની મદદથી યુઝર્સ પોતાના એકાઉન્ટમાં રાખેલી તમામ જાણકારી ડિલિટ કરી શકશે જે પહેલાથી અહીં હાજર હતી. જો તમે પણ આ નવા ફિચર દ્વારા તમારા ડેટાને ડિલિટ કરવા માંગો છો તો તેની મુજબના સ્ટેપ ફોલો કરો.



    સૌથી પહેલા Setting પર જાવ. અહીં Delete my account સિલેક્ટ કરો. હવે તમારે તમારો મોબાઇલ નંબર નાંખવાનો રહેશે. તે પછી આરોગ્ય સેતુથી તમારો તમામ ડેટા ડિલિટ થઇ જશે. Aarogya Setu Appની આ નવી અપટેડને એન્ડ્રોઇડ યુઝર્સ વર્ઝન 1.3.1 નામે ગૂગલ પ્લે સ્ટોરથી ડાઉનલોડ પણ કરી શકે છે. ત્યાં જ iOS યુઝર્સને આ વર્ઝન માટે 2.0.0ને અપટેડ કરવું પડશે.



    નોંધનીય છે કે ઉપરોક્ટ સ્ટેપથી તમે તમારો તમામ ડેટા ડિલિટ કરી શકો છો. પણ આ ડેટા સરકારી સર્વર પર ઉપલબ્ધ રહેશે. આરોગ્ય સેતુ એન્ડ્રાઇડ વર્ઝનની ઉપલબ્ધ જાણકારી મુજબ સરકારી સર્વરમાં આ ડેટાને ડિલિટ થવામાં 30 દિવસનો સમય લાગશે. તે પછી તે જાણકારી ડિલિટ થઇ જશે.

    વધુ વાંચો : ભારત પછી હવે ઑસ્ટ્રેલિયા-અમેરિકા પણ TikTok સમેત અનેક ચીની એપ્સને બેન કરશે

    એપની ડેવલપમેન્ટ ટીમે જણાવ્યું કે Covid 19થી જોડાયેલા જોખમી સ્તરને એક્સેસ કરવા માટે બ્લૂટૂથ કોન્ટેક્ટનો ઉપયોગ કરવાની ક્ષમતાને પણ આમાં જોડવામાં આવી છે.

    વધુ વાંચો : M.S Dhoniના Birthday પર જુઓ તે તસવીરો જેની ફેન્સ લાંબા સમયથી જોઇ રહ્યા હતા રાહ

    એટલું જ નહીં હવે તમારા હેલ્થ સ્ટેટસ સુધી પહોંચવા માટે આરોગ્ય સેતુ થર્ડ પાર્ટી એપ્સને પણ પરવાનગી આપે છે. તમને તે નવા ઓપ્શન સેટિંગ્સમાં જઇને મળશે. જે તમને Approval for Aarogya Setu Status પર ક્લિક કરવાથી મળશે. આનાથી બીજા હેલ્થ એપ તમને આરોગ્ય સેતુ એપના હેલ્થ ડેટાને એક્સેસ કરી શકશે.

    જાણકારી માટે જણાવી દઇએ કે હાલ આ ફિચર ખાલી iOS ડિવાઇઝમાં જ મળે છે.
    Published by:Chaitali Shukla
    First published:July 07, 2020, 16:19 pm