Home /News /tech /

આધાર કાર્ડ પર લગાવો 'બાયોમેટ્રિક લોક' નહીં ચોરી થાય જાણકારી

આધાર કાર્ડ પર લગાવો 'બાયોમેટ્રિક લોક' નહીં ચોરી થાય જાણકારી

ભારતનાં વિશિષ્ટ ઓળખ પત્રને પણ સૈફ નથી રહેવા દીધુ. દેશનાં હજારો નાગરીકોની ઓળખ સાથે ચૈડા થયાનાં કિસ્સા સામે આવ્યા છે.

ભારતનાં વિશિષ્ટ ઓળખ પત્રને પણ સૈફ નથી રહેવા દીધુ. દેશનાં હજારો નાગરીકોની ઓળખ સાથે ચૈડા થયાનાં કિસ્સા સામે આવ્યા છે.

    નવી દિલ્હી: ભારતનાં વિશિષ્ટ ઓળખ પત્રને પણ સૈફ નથી રહેવા દીધુ. દેશનાં હજારો નાગરીકોની ઓળખ સાથે ચૈડા થયાનાં કિસ્સા સામે આવ્યા છે. તેમાં દેશની કરોડોની જનતાનાં ઓળખની સુરક્ષાને ધ્યાનમાં રાખાને એક ખાસ 'બાયોમેટ્રિક લોક' તૈયાર કરવામાં આવ્યું છે.

    ઘણા ઓછા લોકો પાસે છે આ અંગે માહિતી
    આધાર કાર્ડ ઓળખ પત્રની માહિતી વાળાં આ આંકડાની સુરક્ષા માટે હાલમાં જ એક 'વર્ચ્યુઅલ ઓળખ સંખ્યા' જે 16 ડિજિટની છે તે ખાસ વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. જેનાંથી આપણું આધાર કાર્ડ સુરક્ષિત રહેશે. પણ અમે આપને જણાવી દઇએ કે આ સિસ્ટમ પહેલાં જ આપણી પાસે ઘણાં સમય પહેલાં બાયોમેટ્રિક લોકની સુવિધા હતી. પણ તેનાં વિશે મોટાભાગનાં લોકો પાસે માહિતી ન હતી.

    બાયોમેટ્રિક સુવિધા છે સરળ અને હાથવગી
    આ સુવિધાની જાણકારી લોકો પાસે ન હોવાથી તેઓ છેતરપીંડીનાં ભોગ બન્યા છે. ત્યારે આ સરળ અને હાથવગી માહિતી શું છે ચાલો આપને જણાવી દઇએ. આ બાયોમેટ્રિક લોક હેઠળ ધારક તેની બાયોમેટ્રિક જાણકારીઓને લોક કે અનલોક કરી શકે છે. આ સુવિધાનો ઉપયોગ તમે આધારની વેબસાઇટ કે મોબાઇલ એપ દ્વારા કરી શકો છો. જે માટે તમારા આધાર નંબર અને તમારા રજીસ્ટર મોબાઇલ નંબરની જરૂર પડશે.

    તમારી મરજી વગર કોઇ નહીં કરી શકે ચેન્જીસ
    એક વખત બાયોમેટ્રિક લોક કરી દેવાથી તમારા આંકડાનો તમારી મરજી વગર ઉપયોગ થવો અસંભવ છે. આપ કોઇ ખાસ કારણોસર જેમ કે વેરિફિકેશન કે પછી અન્ય કોઇ મહત્વનાં બદલાવ માટે તેને અનલોક કરી શકો છો. જે આપની માટે થોડી મિનિટો માટે અનલોક થશે. અને બાદમાં તે ફરી લોક થઇ જશે.

    આધારકાર્ડનાં મુખ્ય કાર્યકારી અધિકારી અજય ભૂષણ પાંડેયનું કહેવું છે કે, આ વ્યવસ્થા બાયોમેટ્રિક આંકડાનાં દૂરઉપયોગ રોકવા સુનિશ્ચિત કરવા માટે છે.
    Published by:Margi Pandya
    First published:

    Tags: Aadhar card

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन