Home /News /tech /

તમારા Aadhaar પર આવી રીતે લગાવો Lock, કોઇ નહીં કરી શકે ઉપયોગ

તમારા Aadhaar પર આવી રીતે લગાવો Lock, કોઇ નહીં કરી શકે ઉપયોગ

તમે ઓફલાઇન અને ઓનલાઇન બન્ને રીત અપનાવી શકો છો.

તમે આવી રીતે આધાર કાર્ડની સુરક્ષા માટે લોક કરી શકો છો.

    ભારતીયો માટે જરૂરી દસ્તાવેજ વિશે વાત કરીએ તો આધાર કાર્ડ તેમાંથી એક છે. આધાર કાર્ડ વિના તમે કોઇ કામ કરી શકતા નથી. આજકાલ દરેક જગ્યાએ ઓળખ કાર્ડની માંગ છે. પણ આધારનો ઉપયોગ અમારા બેંક એકાઉન્ટ અને પાસપોર્ટ બનાવવા માટે પણ થાય છે. આવી પરિસ્થિતિમાં આધારની સુરક્ષાની ચિંતા પણ રહે છે કે તેનો દુરુપયોગ થઈ રહ્યો નથીને. તો તમે આવી રીતે આધાર કાર્ડની સુરક્ષા માટે લોક કરી શકો છો.

    આ માટે તમે ઓફલાઇન અને ઓનલાઇન બન્ને રીત અપનાવી શકો છો.

    Step 1. સૌ પ્રથમ આધાર કાર્ડ વેબસાઇટ https://uidai.gov.in/ પર જાઓ.
    Step 2. ત્યારબાદ ત્રણ વિકલ્પોમાંથી એક આધાર સર્વિસ પર ક્લિક કરો જ્યાં તમને લોક / અનલોક વિકલ્પ દેખાશે.


    Step 3.. વિકલ્પ પર ક્લિક કર્યા પછી, એક નવી લિંક ખુલશે. લિંક ખુલતા જ તમારે તમારો આધાર નંબર અને સુરક્ષા કોડ દાખલ કરવો પડશે, ત્યારબાદ તમારા મોબાઇલ પર OTP મોકલવામાં આવશે. OTP દાખલ કર્યા પછી તમારું એકાઉન્ટ લોક થઈ જશે.
    Step 4. ત્યારબાદ તમારે તમારો કોડ દાખલ કરી ‘Enable’ પર ક્લિક કરવું પડશે. ક્લિક કર્યા પછી તમને આ મેસેજ આવશે.'Congratulation! Your Biometrics Is Locked'.

    આ પણ વાંચો" આ નંબર પર કોલ કરીને જાણો તમારુ Aadhaar સ્ટેટસ

    SMSથી પણ કરી શકો છો Lock

    ગ્રાહકો ઑફલાઇન પણ લોક કરી શકે છે. આ માટે તમારે 1947માં આપેલા યુઆઇડીએઆઇ નંબરને એસએમએસ કરવો પડશે. SMS માં 'GETOTP' ટાઇપ કરી સ્પેસ આપો અને તમરા આધાર નંબરનો છેલ્લા 4 આંકડાનો નંબર લખીને 1947 પર મેસેજ મોકલવાનો રહેશે, ત્યારબાદ UIDAI તમારા આધારને લોક કરી દેશે અને તમને મેસજ મોકલશે. અનલોક કરવા માટે પણ આ જ પ્રોસસ છે.
    Published by:Bhoomi Koyani
    First published:

    Tags: Aadhaar, Aadhar number, ટેક ન્યૂઝ

    विज्ञापन

    विज्ञापन

    આગામી સમાચાર

    विज्ञापन
    विज्ञापन