Indane ગેસની વેબસાઇટ પર લીક થયો 67 લાખ ગ્રાહકોનો Aadhaar ડૅટા!

વેબસાઇટનું આ પેજ ગુગલ સાથે ઇન્ડેક્સ્ડ હતું, જેના કારણે આ બધા માટે એક્સેસેબલ થયું

News18 Gujarati
Updated: February 19, 2019, 4:10 PM IST
Indane ગેસની વેબસાઇટ પર લીક થયો 67 લાખ ગ્રાહકોનો Aadhaar ડૅટા!
પ્રતિકાત્મક તસવીર
News18 Gujarati
Updated: February 19, 2019, 4:10 PM IST
ન્યૂઝ18 ગુજરાતી: આધાર ડેટા લીકને લઇને તમામ ચિંતાઓની વચ્ચે સમાચાર મળી રહ્યાં છે કે, જાણીતી ગેસ કંપની ઇન્ડેનની વેબસાઇટ પરથી લાખો આધાર નંબર લીક થયા છે. ટેક્નોલોજી અંગે જાણકારી આપતી વેબસાઇટ Techcrunch અનુસાર આ સિક્યોરિટીમાં ચૂકને કારણે થયું છે.

અહેવાલ પ્રમાણે, વેબસાઇટનું આ પેજ ગુગલ સાથે ઇન્ડેક્સ્ડ હતું. જેના કારણે આ બધા માટે એક્સેસેબલ થયું. બીજી બાજુ સિક્યોરિટી રિસર્ચર ઇલિયટ એન્ડરસને પણ તેમના બ્લોગ પોસ્ટમાં આ વાતની જાણકારી આપી છે. આ અંગે જાણકારી મેળનારા રિસર્ચર્સનું કહેવું છે કે, તેમને એક ટિપ મળી હતી જેમાં ઇન્ડેનની વેબસાઇટ પર લોકોના આધાર ડેટા અપડેટ હોવાની વાત કહેવામાં આવી હતી.

આ અંગે ઇન્ડિયન ઓઇલ કોર્પોરેશને જણાવ્યું છે કે, ઇન્ડિયન ઓઇલ તેના સોફ્ટવેરમાં માત્ર આધાર નંબર જ કેપ્ચર કરે છે. જે LPG સબસિડી ટ્રાન્સફર માટે જરૂરી છે. આ ઉપરાંત કોઇ માહિતી ઇન્ડિયન ઓઇલ તરફથી લેવામાં આવતી નથી. આથી અમારી તરફથી આધાર ડેટા લીક થવો સંભવ નથી.


Loading...



તસવીર- Techcrunch


આ પણ વાંચો: ભૂલથી પણ ડાઉનલોડ ન કરો આ એપ, ખાલી થઇ શકે છે એકાઉન્ટ

જોકે, અત્યારે પેજ પરથી આધાર નંબર ખસેડાયા છે. પરંતુ Techcrunchના અહેવાલ પ્રમાણે, પેજ પર માત્ર આધાર નંબર જ નહીં, પરંતુ યુઝર્સના સરનામા અને નામ પણ જાહેર કરવામાં આવ્યા હતા. રિસર્ચર્સે દાવો કર્યો છે કે, તેમને ઇન્ડેનની વેબસાઇટ પર 11,000 ડીલર્સનો ડેટા મળ્યો છે. જે કસ્ટમ બિલ્ટ સ્ક્રિપ્ટનો ઉપયોગ કરી રહ્યાં હતાં. તેમણે કહ્યું કે, સ્ક્રિપ્ટ બ્લોક થઇ એ પહેલાં તે 5.8 મિલિયન (58 લાખ) કસ્ટમર્સને એક્સેસ કરી શકતા હતા. તેમના મતે 6.7 મિલિયન (67 લાખ) ગ્રાહકોનો ડેટા એક્સપોઝ થયો છે.

Techcrunchએ તેના રિપોર્ટમાં એવો પણ દાવો કર્યો કે, તેમણે લીક થયેલા આધાર નંબરને UIDAI વેબ-બેસ્ડ વેરિફિકેશન ટૂલ દ્વારા વેરિફાઇ કર્યા. જેમાં બધા સાચા નિકળ્યાં. જોકે, એ જાણકારી મળી નથી કે આ કેવી રીતે થયું અને કેટલા સમય માટે લોકોનો આધાર ડેટા વેબસાઇટ પર રહ્યો.
First published: February 19, 2019
વધુ વાંચો
Loading...
अगली ख़बर
Loading...