Aadhar Card: મોબાઈલ નંબર વગર પણ આવી રીતે ડાઉનલોડ થશે આધાર કાર્ડ, આ રહી સ્ટેપ-બાય-સ્ટેપ પદ્ધતિ

મોબાઈલ નંબર વગર પણ આવી રીતે ડાઉનલોડ થઈ શકે છે, જુઓ આ રીત

આધાર કાર્ડનો ઉપયોગ દરેક માટે આવશ્યક છે. આધાર કાર્ડ (aadhar card)દેશમાં સૌથી મહત્વપૂર્ણ ઓળખનો પુરાવો બની ગયું છે. માત્ર સરકારી યોજનાઓ માટે જ નહીં, નાણાકીય સેવાઓ (Financial services) માટે પણ આધાર કાર્ડની જરૂર પડે છે.

  • Share this:
નવી દિલ્હી:  આધાર કાર્ડનો ઉપયોગ દરેક માટે આવશ્યક છે. આધાર કાર્ડ (aadhar card)દેશમાં સૌથી મહત્વપૂર્ણ ઓળખનો પુરાવો બની ગયું છે. માત્ર સરકારી યોજનાઓ માટે જ નહીં, નાણાકીય સેવાઓ (Financial services) માટે પણ આધાર કાર્ડની જરૂર પડે છે. તે બેંક ખાતાઓ અને વીમા લિસી(Insurance policy)સહિતની ઘણી સેવાઓ સાથે જોડાયેલું છે. જેથી લોકોને ઘણી વાર આધાર કાર્ડ ડાઉનલોડ કરવું પડે છે. અલબત, તે ડાઉનલોડ કરવા મોબાઈલ નંબરની જરૂર પડતી હોય છે. જેના થકી આવેલા વન ટાઈમ પાસવર્ડ (OTP)થી ડાઉનલોડ પ્રોસેસ થાય છે. જોકે, જે લોકોના મોબાઈલ નંબર નોંધાયા નથી, તેઓ પણ પોતાના આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકે છે.

અહીં મોબાઇલ નંબર રજિસ્ટર કરાવ્યા વિના કઈ રીતે આધાર કાર્ડ ડાઉનલોડ કરી શકાય તેની જાણકારી આપવામાં આવી છે.

- UIDAIની સત્તાવાર વેબસાઇટ https://uidai.gov.in/ પર જઈ અને My Aadhaar પર ટેપ કરો.
- હવે Order Aadhaar PVC Cardને સિલેક્ટ કરો.
- તમારો 12 આંકડાનો આધાર નંબર દાખલ કરો.
- તમે આધાર નંબરને બદલે 16 આંકડાનો વર્ચ્યુઅલ આઇડેન્ટિફિકેશન નંબર (VID) પણ નાંખી શકો છો.
- ત્યારબાદ તમને આપવામાં આવેલ સિક્યુરિટી અથવા કેપ્ચા-કોડ દાખલ કરો.
- તમે રજિસ્ટર્ડ મોબાઇલ નંબર વગર આધાર કાર્ડ ડાઉનલોડ કરવા માંગતા હોવ તો My Mobile Number Is Not Registered વિકલ્પ પર ક્લિક કરો.
- હવે તમારો વૈકલ્પિક નંબર અથવા નોંધાયો ન હોય તેવો મોબાઇલ નંબર દાખલ કરો.
- હવે Send OTP પર ક્લિક કરો.
- હવે તમારા દ્વારા દાખલ કરવામાં આવેલ વૈકલ્પિક નંબર પર વન ટાઇમ પાસવર્ડ (OTP) આવશે.
- ત્યારબાદ તમે terms and the conditionsના ચેકબોક્સ પર ક્લિક કરો અને પછી છેલ્લે Submit પર ક્લિક કરો
- હવે તમને નવા પેજ પર રિડાયરેક્ટ કરવામાં આવશે.
- રિપ્રિન્ટિંગની ચકાસણી માટે તમને અહીં વિકલ્પ મળશે.
- આ પછી તમે Make Paymentનો વિકલ્પ પસંદ કરો.
- હવે તમે 50 રૂપિયા આપીને આધાર પીવીસી કાર્ડ ડાઉનલોડ કરી શકો છો.
- અંતે UIDAI પોસ્ટ વિભાગ મારફતે પ્રિન્ટેડ આધાર કાર્ડ બહાર મોકલશે.

વધુ રસપ્રદ સમાચાર વાંચો: Business | Latest News | Entertainment | Gujarat News | દેશ વિદેશ | ધર્મ ભક્તિ | Sport | Lifestyle પર ક્લિક કરો. લેટેસ્ટ ન્યૂઝથી અપડેટ રહેવા માટે અમને FACEBOOK | Twitter | Instagram | YouTube પર ફોલો કરો
Published by:kuldipsinh barot
First published: