77.3 કરોડ લોકોના ઇ-મેલ આઈડી થયા હેક: તમારું પણ નથી' ને!

વધુમાં જ્યારે ઇન્ટરનેટ બેંકિંગ કરો છો ત્યારે એડ્રેસ બારમાં યુઆરએલ ટાઇપ કરી લોગઓન કરો. ખાલી પ્રમાણકૃત લોગઇન પેજ પર જ યુઝર આઇડી અને પાસવર્ડ ટાઇપ કરો. પોતાનો યુઝર્સ આઇડી અને પાસવર્ડ આપ્યા પહેલા લોગઇન પેજ પર https://text" ની સાથે શરૂ થવું જોઇએ. અને તે http:// નથી એટલે કે પાછળ "s" હોવું જરૂરી છે. વળી બ્રાઉઝર અને વેરિસાઇન પ્રમાણ પત્રને ડાબી બાજુ નીચે લોકનું ચિન્હ શોધો. સાથે જ કોઇને પણ ફોન પર તમારી બેકિંગ ડિટેલ ના કહો.

આ ઉપરાંત 2.1 કરોડ પાસવર્ડ્સ પણ હેક થઇ ગયા છે

 • Share this:
  ન્યૂઝ18 ગુજરાતી : 2018માં ડેટા લીક થવાની ઘણી ઘટનાઓ સામે આવી હતી. હવે 2019નો આરંભ મોટા ડેટા લિકેજ સાથે થયો છે. આ અંગેનો ખુલાસો troyhunt.com દ્વારા કરવામાં આવ્યો છે. "રિસર્ચર ટ્રોય હન્ટ" ના અહેવાલ અનુસાર વિશ્વભરના લગભગ 77.3 ઈ-મેઈલ આઈડી હેક થઇ ગયા છે, આ સાથે 2.1 કરોડ લોકોના પાસવર્ડ્સ પણ હેક કરવામાં આવ્યા છે

  'ટ્રોય હન્ટ' દ્વારા આને " Collection #1 " એવું નામ આપવામાં આવ્યું છે. ' troyhunt.com ' અનુસાર આ એક ઇમેલ આઈડી અને પાસવર્ડ નો સેટ છે ,જેમાં કુલ 2,692, 818, 238 છે. તેમના મતે તેને હજારો સોર્સેસ અને ડેટા લિંક દ્વારા તૈયાર કરવામાં આવ્યો છે.

  ટ્રોય અનુસાર છેલ્લા કેટલાક સપ્તાહમાં કેટલાક લોકો દ્વારા તેમનો સંપર્ક કરવામાં આવ્યો હતો અને પોપ્યુલર કલાઉડ સર્વિસ MEGA ની એક મોટી ફાઈલ કલેક્શન અંગે જાણકારી આપવામાં આવી હતી. જેમાં લગભગ 12,000થી વધુ અલગ-અલગ ફાઈલો મોજુદ હતી. આ ફાઈલો ની સાઈઝ 87GB થી પણ વધુ છે. આ લોકોએ વધુમાં જણાવ્યું હતું કે તેમના એક પરિચિતે પોપ્યુલર હેકિંગ ફોરમ અંગે જણાવ્યું હતું ,જ્યાં આ ડેટા સોશ્યલાઇઝ્ડ દૃષ્ટિએ આ ઇમેજ સાથે હતો.  તેમણે આગળ જણાવ્યું હતું કે, તેમનો ખુદનો પર્સનલ ડેટા પણ તેમાં શામેલ છે અને સાચો પણ છે. જે ઇમેઇલ આઈડી અને પાસવર્ડ તેઓ વર્ષો પહેલા ઉપયોગમાં લેતા હતા તે પણ તેમાં મોજુદ છે.  આ રીતે જાણો, તમારો ડેટા હેક થયો છે કે નહિ ?

  ટ્રોય દ્વારા લોકોને જણાવાયું છે કે તમારું ઇમેઇલ અને પાસવર્ડ હેક થયા છે કે નહિ તે અંગે જાણકરી મેળવવા માટે તમે તમારા ડાટાબેઝને
  https://haveibeenpwned.com સાથે જોડી દો. અહીં જઈને તમારું ઇમેઇલ ડાઈલોગ બોક્સમાં મુકો, જો તમને 'ગુડ ન્યૂઝ' એવો જવાબ મળે તો જાણવું કે તમારું આઈડી હેક થયું નથી. પરંતુ જો ' 'Oh no-Pwned' લખાઈને આવે તો સમજવું કે તમારું આઈડી હેક થઇ ગયું છે. માટે જલ્દીથી પાસવર્ડ બદલી દેવો.

  જો 'ટ્રોય હન્ટ' દ્વારા આપવામાં આવેલી આ જાણકરી સાચી હોય તો માનવું કે આ ડેટાલિક આ વર્ષનો સૌથી મોટી ડેટાલિકની ઘટના હશે. આ પૂર્વે 2013માં આ પ્રકારની ઘટના સામે આવી હતી જ્યાં લગભગ 300 લોકોનો ડેટા ચોરી થયો હતો.
  Published by:sanjay kachot
  First published: