Home /News /tech /

Googleનું Android 12! તમારા એન્ડ્રોઇડ ફોનમાં મળશે 7 જોરદાર ફીચર્સ, આ રહ્યું લિસ્ટ

Googleનું Android 12! તમારા એન્ડ્રોઇડ ફોનમાં મળશે 7 જોરદાર ફીચર્સ, આ રહ્યું લિસ્ટ

નવી ઓએસમાં અનેક નવા ફીચર્સ. (પ્રતીકાત્મક તસવીર)

Googleનું Android 12: નવી ઓપરેટિંગ સિસ્ટમમાં યૂઝર્સ માટે સ્માર્ટફોન કંટ્રોલ કરવા જેસ્ચર, સ્માર્ટફોનને ટીવી રિમોટ તરીકે ઉપયોગ કરવાની સુવિધા તેમજ સુરક્ષા માટે ફોટો અને વીડિયોને પાસકોડ પ્રોટેક્ટ કરવા સહિતના અલગ અલગ ફીચર હશે.

નવી દિલ્હી: ગૂગલ દ્વારા એન્ડ્રોઈડ ઓપરેટિંગ સિસ્ટમ (Android operating system)માં યૂઝર્સને અનુકૂળતા અને સુવિધાઓ મળી રહે તે માટે સમયાંતરે અપડેટ લાવવામાં આવે છે. અત્યારે ગૂગલ (Google) સત્તાવાર રીતે એન્ડ્રોઈડ 12 મોબાઈલ ઓપરેટિંગ સિસ્ટમ બધા જ યૂઝર્સને મળે તે માટે પ્રયત્નશીલ છે. ત્યારે એન્ડ્રોઈડ 12ના લોન્ચિંગ પહેલા એન્ડ્રોઈડ OSમાં મસમોટા અપડેટની જાહેરાત કરવામાં આવી છે. જેમાં યૂઝર્સ માટે સ્માર્ટફોન કંટ્રોલ કરવા જેસ્ચર, સ્માર્ટફોનને ટીવી રિમોટ તરીકે ઉપયોગ કરવાની સુવિધા તેમજ સુરક્ષા માટે ફોટો અને વીડિયોને પાસકોડ પ્રોટેક્ટ કરવા સહિતના અલગ અલગ ઘણા ફીચરનો સમાવેશ થાય છે. જેથી અહીં એન્ડ્રોઈડના આ ફીચર્સ અંગે ઊંડાણથી માહિતી આપવામાં આવી છે.

કેમેરા સ્વિચ: આ સુવિધા હેઠળ એક્સેસિબીલિટી સૂટમાં યૂઝર્સ તેમની સામેના કેમેરાને સ્વીચમાં બદલી શકશે. જેનાથી તેઓ ચહેરાના હાવભાવનો ઉપયોગ કરીને તેમના સ્માર્ટફોનને નિયંત્રિત કરી શકશે. આ ફિચરનો ઉપયોગ કંપનીની પ્રોજેક્ટ એક્ટિવેટેડ એપ્લિકેશનનો ઉપયોગ કરીને થાય છે. હાલ ગૂગલ કેમેરા સ્વિચ ફીચર પર કામ કરી રહ્યું છે. આ બાબતે ગૂગલે જણાવ્યું છે કે, યૂઝર્સ ચહેરાના હાવભાવ અને આંખની હિલચાલનો ઉપયોગ કરીને વાક્ય બોલવા, ઓડિયો વગાડવા અને મેસેજ મોકલવા સહિતના એક્શનને કંટ્રોલ કરી શકે છે.

એન્ડ્રોઇડ ટીવી ફીચર

એન્ડ્રોઇડ ફોનમાં રિમોટ-કન્ટ્રોલ ફંક્શન્સ સામેલ કરાયું છે. જેનાથી યૂઝર્સ તેમનું ટીવી ચાલુ કરી શકે. સૂચન કરી ટીવીને નેવિગેટ કરી શકશે. યૂઝર્સ ફોનના કીબોર્ડનો ઉપયોગ કરીને સ્ટ્રોંગ પાસવર્ડ, મૂવી નેમ અથવા સર્ચ ક્વેરીઝ ઝડપથી ઇનપુટ કરી શકે છે. આ સુવિધા ટૂંક સમયમાં 14 જેટલા દેશોમાં ઉપલબ્ધ થશે

અસિસ્ટન્સના રિમાઇન્ડરનો ઉપયોગ કરી ટેલી ટાસ્કને મેનેજ કરી શકાશે

યૂઝર્સ હવે 'Hey Google, open my reminders' કહીને બધા જ રિમાઇન્ડરને એક જ જગ્યાએ મેનેજ કરી શકશે. આ એક પ્રકારનું સ્માર્ટ રિમાઇન્ડર ફીચર છે. તેમાં યૂઝર્સને જરૂરી સૂચનો દેખાશે અને તેના પર ક્લિક કરીને તેનો ઉપયોગ થઈ શકશે. આ ફીચર બધી જ ડિવાઇસમાં એક સાથે કામ કરી શકશે.

એન્ડ્રોઈડ ઓટો

આ ફિચરમાં યૂઝર્સ પર્સનલાઈઝડ રેકમેંડેશન્સ સાથે મ્યુઝિક, ન્યૂઝ અને પોડકસ્ટ સાંભળી શકશે. પાર્કિંગ સમયે યૂઝર્સ GameSnacksથી ગેમ્સ પણ રમી શકશે. એન્ડ્રોઇડ ઓટો વર્ક પ્રોફાઇલના સપોર્ટથી યાત્રિકોને મહત્વની મિટિંગ અને મેસેજને ટોપ પર રાખવામાં મદદ કરશે. આ ઉપરાંત ડ્યુઅલ-સિમ એન્ડ્રોઇડ ફોન યૂઝર્સ એન્ડ્રોઇડ ઓટો દ્વારા કોલ કરતી વખતે કયા સિમ કાર્ડનો ઉપયોગ કરવો તે પસંદ કરી શકશે.

ફોટો વીડિયો માટે પાસકોડની સુરક્ષા

ફોટો અને વિડીયોને પાસકોડ પ્રોટેકટેડ સ્પેસ સાથે જોડવાનું ફીચર પિક્સલ સ્માર્ટફોનમાં ઉપલબ્ધ હતું. આ ફીચર હેઠળ ફોટો અને વિડીયોને પાસકોડ પ્રોટેકટેડ ફોલ્ડરમાં નાંખી શકાય છે. જે તમારા ડિવાઈસ પર ગૂગલ ફોટોઝ અથવા અન્ય એપ્લિકેશન્સ દ્વારા સ્ક્રોલ કરતી વખતે દેખાશે નહીં. આ ફીચરને રોલ આઉટ કરવાનું પ્લાનિંગ થઈ રહ્યું છે.

આ પણ વાંચો: આપના Aadhaar સાથે કેટલા મોબાઇલ નંબર છે લિંક? એક ક્લિકમાં જાણો, આવી રીતે કરો CHECK

Gboard પર નવા ઈમોજી

Gboard પરના ઈમોજી કિચનમાં 1,500થી વધુ સ્ટીકર રોલ આઉટ કરવાનું પ્લાનિંગ ગૂગલ દ્વારા થઈ રહ્યું છે.

શેરિંગ પર કંટ્રોલ

ગૂગલે નિયરબી શેર ફીચરના વિજીબિલિટી સેટિંગમાં સુધારો કર્યો છે. આ સુધારાના કારણે કોણ ડિવાઇસને સર્ચ કરી શકે અને કોણ ફાઇલ મોકલી શકે તેના પર કંટ્રોલ રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Android, ગૂગલ, ટેક ન્યૂઝ

આગામી સમાચાર