Home /News /tech /Sale: ઘણો સસ્તો મળી રહ્યો છે. Samsungનો શાનદાર ફોન, 6000mAh બેટરી અને ભાવ છે માત્ર રૂ. 10,249

Sale: ઘણો સસ્તો મળી રહ્યો છે. Samsungનો શાનદાર ફોન, 6000mAh બેટરી અને ભાવ છે માત્ર રૂ. 10,249

સેમસંગ M32નાં જાણો ફિચર્સ અને કિંમત

Monsoon Carnival Sale: હાલમાં સેલમાં દરેક કેટેગરીના ફોન પર ઑફર્સ આપવામાં આવી રહી છે, પરંતુ જો મોટી બેટરીવાળા ફોનની વાત કરીએ તો ગ્રાહકો અહીંથી ઓછી કિંમતે Samsung Galaxy M32 ઘરે લાવી શકે છે. એમેઝોન પર આપવામાં આવેલી માહિતી અનુસાર, ફોનને માત્ર 14,999 રૂપિયાની પ્રારંભિક કિંમતમાં ખરીદી શકાય છે, અને ખાસ વાત એ છે કે આ ફોન ગ્રાહકો માત્ર 10,249 રૂપિયામાં ખરીદી શકે છે.

વધુ જુઓ ...
ટેક્નોલોજી ડેસ્ક: એમેઝોન (Amazon) પર મોનસૂન કાર્નિવલ સેલ શરૂ થઈ ગયો છે અને આજે 19 જૂનનાં તેનો બીજો દિવસ છે. સેલમાં, ગ્રાહકો સૌથી વધુ વેચાતા સ્માર્ટફોન અને એસેસરીઝ પર 40% સુધીની છૂટ મેળવી શકે છે. આ સિવાય ગ્રાહકોને નો-કોસ્ટ EMI અને એક્સચેન્જ ઑફર્સનો લાભ આપવામાં આવે છે. એટલું જ નહીં, ગ્રાહકોને આમાં ICICI બેંકના ક્રેડિટ કાર્ડનો ઉપયોગ કરવા પર 10% બચાવવાની તક મળશે. જો કે દરેક કેટેગરીના ફોન પર ઓફર્સ આપવામાં આવી રહી છે, પરંતુ જો મોટી બેટરીવાળા ફોનની વાત કરીએ તો ગ્રાહકો અહીંથી ઓછી કિંમતે Samsung Galaxy M32 ઘરે લાવી શકે છે

એમેઝોન પર શેર કરેલી માહિતી અનુસાર, ફોનને માત્ર 14,999 રૂપિયાની પ્રારંભિક કિંમતમાં ખરીદી શકાય છે, અને ખાસ વાત એ છે કે ગ્રાહકોને શ્રેષ્ઠ ઑફર હેઠળ તેને માત્ર 10,249 રૂપિયામાં ખરીદવાની તક આપવામાં આવી રહી છે, જેમાં બેંક ઑફર્સ પણ શામેલ છે.

Samsung Galaxy M32માં 6.4-ઇંચની ફુલ HD+ ડિસ્પ્લે છે. ફોન ડિસ્પ્લેનો રિફ્રેશ રેટ 90 Hz છે. આ ફોન Octa-core MediaTek Helio G80 પ્રોસેસર સાથે આવે છે. તેમાં 6 જીબી સુધીની રેમ આપવામાં આવી છે. સાથે જ 128 GB સુધીનું સ્ટોરેજ છે.

એમેઝોન પરથી Samsung M32 ખરીદવા માટે અહીં ક્લિક કરો

ફોનમાં ક્વોડ કેમેરા સેટઅપ
કેમેરા તરીકે ફોનમાં ક્વોડ રિયર કેમેરા આપવામાં આવ્યો છે. ફોનનું પ્રાઇમરી સેન્સર 64 મેગાપિક્સલનું છે, જ્યારે તેનો બીજો સેન્સર 8-મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ કેમેરા છે. ત્રીજો 2-મેગાપિક્સલનો ડેપ્થ કેમેરો અને 2-મેગાપિક્સલનો મેક્રો કેમેરા છે. ફોનની સેલ્ફી માટે ફોનમાં 20 મેગાપિક્સલનો કેમેરો આપવામાં આવ્યો છે.

આ પણ વાંચો-આ નાનકડી ભૂલ અને ફાટી શકે છે તમારા ફોનની બેટરી, જાણો કેવી ભૂલોથી બચવું

600mAhની છે બેટરી
પાવર માટે, આ ફોનમાં 6000mAh બેટરી આપવામાં આવી છે, જે 25W ના સપોર્ટ સાથે આવે છે. કનેક્ટિવિટી માટે આ ફોનમાં 4G LTE, Wi-Fi, બ્લૂટૂથ, GPS, USB Type-C અને 3.5mm હેડફોન જેક જેવા ફીચર્સ આપવામાં આવ્યા છે.

આ પણ વાંચો- એકવાર ચાર્જ કર્યા પછી 7 દિવસ સુધી ચાલશે બેટરી, ખાસ છે આ શાનદાર લુકવાળી Smartwatch

મેમરી છે ખાસ
ફોનની મેમરી માઇક્રોએસડી કાર્ડ દ્વારા વધારી શકાય છે. ફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપ્રિન્ટ સેન્સર પણ આપવામાં આવ્યું છે. ગ્રાહકો આ ફોનને બ્લેક અને લાઇટ બ્લુ કલર ઓપ્શનમાં ઘરે લાવી શકે છે. આ ફોન 64GB મેમરી અને 4GB RAM, તો અન્ય સેગમેન્ટમાં 128GB મેમરી અને 6GB RAM, તેમજ 128GB મેમરી અને 8GB RAM વાળા ફોન અવેઇલેબલ છે.
First published:

Tags: 6000mah battery, Smamsung m32, ટેકનોલોજી