ફ્લિપકાર્ટ (Flipkart) પર બિગ સેવિંગ ડેઝ (Big Saving Days) સેલ ચાલી રહ્યો છે. સેલ 18 ડિસેમ્બર થી શરૂ થયો છે અને તેની છેલ્લી તારીખ 22 ડિસેમ્બર છે. આ સેલમાં અનેક પ્રકારની ઓફર આપવામાં આવી રહી છે, જેમાંથી કેટલીક ડીલ એવી પણ છે જેના માધ્યમથી ફોનને ખૂબ સસ્તામાં ખરીદી શકાય છે. સેલમાં સેમસંગ (Samsung Galaxy F41)નો હાલમાં જ લૉન્ચ થયેલો ગેલેક્સી F41ને શ્રેષ્ઠ ઓફરની સાથે રજૂ કરવામાં આવ્યો છે. Samsung Galaxy F41માં ઇનફિનિટી U સુપર એમોલેડ ડિસ્પ્લે, 64 મેગાપિક્સલ ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ અને 6000mAh બેટરી જેવા અનેક ખાસ ફીચર્સ આપવામાં આવી રહ્યા છે.
નોંધનીય છે કે, આ ફોનને 16,999 રૂપિયાની પ્રારંભિક કિંમતમાં લૉન્ચ કરવામાં આવ્યો હતો. ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ ગેલેક્સી F41 (6GB+128GB)ને 15,999 રૂપિયામાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. આ ઉપરાંત સેલમાં એક્સચેન્જ ઓફર પણ આપવામાં આવી રહી છે, જેમાં ગ્રાહકી 1,000 રૂપિયાની એક્સ્ટ્રા છૂટ પણ આપવામાં આવી રહી છે.
ફોનના બેઝ મોડલ 6GB+64GBની કિંમત 16,999 રૂપિયા છે, જ્યારે 6GB+128GB વેરિયન્ટની કિંમત 17,999 રૂપિયા છે. સેમસંગના આ ડિવાઇસમાં 6.4 ઇંચનો sAMOLED Infinity-U ડિસ્પ્લે આપવામાં આવ્યો છે, જેનું રેઝોલ્યૂશન 1080x2400 પિક્સલ્સ અને આસ્પેક્ટ રેશિયો 20:9 છે. આ ફોન કંપનીના Exynos 9611 પ્રોસેસરની સાથે આવે છે. ફોન એન્ડ્રોઇડ 10 બેઝ્ડ સેમસંગના OneUl સ્કિનની સાથે આવે છે.
Samsung Galaxy F41નો રિયર પેનલ પર ટ્રિપલ કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. ફોનમાં 64 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર, સાથોસાથ 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ લેન્સ અને 5 મેગાપિક્સલનો ડેપ્થ સેન્સર કેમેરા આપવામાં આવ્યો છે. આ ઉપરાંત સેલ્ફી અને વીડિયો કોલિંગ માટે ફોનમાં 32 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપવામાં આવ્યો છે. પાવર માટે Samsung Galaxy F41માં 6000mAhની મોટી બેટરી આપવામાં આવી છે, જે 15W ફાસ્ટ ચાર્જિંગની સાથે આવે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર