બેંગલુરુ. રિયલમી ડેઝ સેલ (Realme Days Sale)નો આજે (30 માર્ચ) ચોથો દિવસ છે અને ગ્રાહક ફ્લિપકાર્ટ (Flipkar) પર ચાલી રહેલા આ સેલમાં ઘણી સારી ડીલ પર રિયલમી ફોન ખરીદી શકે છે. સેલમાં રિયલમીની નાર્જો સીરીઝથી લઈને C સીરીઝને પણ ઓછી કિંમતમાં ઉપલબ્ધ કરાવવામાં આવી રહી છે. એવામાં જો તમે કોઇ નવો સ્માર્ટફોન (Smartphone) ખરીદવાનું પ્લાનિંગ કરી રહ્યા છો તો આપના માટે સારા સમાચાર છે. મૂળે સેલમાં બજેટ ફોન રિયલમી C15ને 7,999 રૂપિયાની પ્રારંભિક કિંમતમાં ઘરે લાવી શકાય છે. ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ તેની પર પ્રીપેડ/એક્સચેન્જના માધ્યમથી 1,000 રૂપિયાની છૂટ આપવામાં આવી રહી છે.
ખાસ વાત એ છે કે આ ફોનની કિંમત એટલી ઓછી હોવા છતાંય તેમાં 6000mAh બેટરી, કેમેરા સેટઅપ અને 4GB RAM ઉપલબ્ધ છે. Realme C15ને ભારતમાં બે વેરિયન્ટ 3GB+32GB અને 4GB+64GBની સાથે રજૂ કરવામાં આવ્યો છે.
રિયલમીના આ ડિવાઇસમાં 6.5 ઇંચનો HD+ (720x1600 પિક્સલ્સ) ડિસ્લે ્ 20:9 આસ્પેક્ટ રેશિયોની સાથે આપવામાં આવે છે. આ ફોન ઓક્ટો-કોર મીડિયાટેક પ્રોસેસર Helio G35થી સજ્જ છે અને 4GB સુધીની LPDDR4x RAMની સાથે આવે છે.
ખાસ છે કેમેરા અને બેટરી
ફોનમાં મળનારા 64 GB સુધીના ઇન્ટરનલ સ્ટોરેજને માઇક્રો એસડી કાર્ડની મદદથી 256 GB સુધી વધારી શકાય છે. ગ્રાહક આ ફોનને બે કલર ઓપ્શન, પાવર બ્લૂ અને પાવર સિલ્વરમાં ખરીદી શકે છે. ફોનના રિયર પેનલ પર ફિંગરપ્રિન્ટ સ્કેનર આપવામાં આવ્યું છે.
કેમેરાની વાત કરીએ તો ફોનના ક્વાડ કેમેરા સેટઅપમાં 13 મેગાપિક્સલ પ્રાઇમરી સેન્સર, 8 મેગાપિક્સલનો સેકન્ડરી સેન્સર, 2 મેગાપિક્સલનો મોનોક્રોમ અને 2 મેગાપિક્સલનો રેટ્રો લેન્સ આપવામાં આવ્યો છે. સેલ્ફી માટે Realme C15માં 8 મેગાપિક્સલનો ફ્રન્ટ કેમેરા આપવામાં આવ્યો છે. ફોનમાં 6000mAhની પાવરફુલ બેટરી આપવામાં આવી છે, જે 18W ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટ કરે છે.
Published by:Mrunal Bhojak
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર