Home /News /tech /6000mAh બેટરીવાળા Poco M3નો આજે પહેલો સેલ! મળશે ભારે ડિસ્કાઉન્ટ, જાણો કિંમત

6000mAh બેટરીવાળા Poco M3નો આજે પહેલો સેલ! મળશે ભારે ડિસ્કાઉન્ટ, જાણો કિંમત

આજે ફ્લિપકાર્ટ સેલમાં Poco M3 પર 1000 રૂપિયાનું મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આવી રીતે ઉઠાવો લાભ

આજે ફ્લિપકાર્ટ સેલમાં Poco M3 પર 1000 રૂપિયાનું મોટું ડિસ્કાઉન્ટ મળી રહ્યું છે, આવી રીતે ઉઠાવો લાભ

પોકો (Poco)ના લેટેસ્ટ સ્માર્ટફોન Poco M3ને આજે પહેલીવાર સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. સેલ ફ્લિપકાર્ટ પર બપોરે 12 વાગ્યે શરૂ થશે, જ્યાંથી ફોન પર કેટલીક ઓફનો ફાયદો ઉઠાવી શકાય છે. ખાસ વાત એ છે કે આ ફોન ખૂબ ઓછી કિંમતમાં દમદાર ફીચર્સની સાથે આવે છે. આ સ્માર્ટફોનના હાઇલાઇટ ફીચર્સની વાત કરીએ તો તેમાં Qualcomm Snapdragon 662 SOC, 6GB RAM અને 6000mAh બેટરી જેવા ફીચર્સ આપ્યા છે. આવો જાણીએ ફોનના ફીચર્સ અને સ્પેસિફિકેશન વિશે...પોકોએ આ સ્માર્ટફોનને બે વેરિયન્ટમાં લૉન્ચ કર્યો છે. આ સ્માર્ટફોન 6GB RAM અને 64GB, અને 128GB સ્ટોરેજ વેરિયન્ટમાં આવે છે.

ફોનના બેઝ વેરિયન્ટની કિંમત 10,999 રૂપિયા છે, જ્યારે ટૉપ 11,999 રૂપિયામાં લૉન્ચ થયો છે. કંપની લૉન્ચ ઓફર હેઠળ ફોન પર 1,000 રૂપિયાની છૂટ આપી રહી છે. Poco M3 માં 6.53 ઈંચની IPS LCD ડિસ્પ્લે આપવામાં આવી છે. આ ફોન Gorilla Glass 3 પ્રોટેક્શનની સાથે આવે છે. પોકોએ આ સ્માર્ટફોનમાં Qualcomm Snapdragon 662 ચિપસેટ આપ્યું છે. તે 6GB RAM અને 128GB સુધીના સ્ટોરેજની સાથે આવે છે.

આ પણ વાંચો, WhatsApp ચેટ્સને Telegram પર ટ્રાન્સફર કરવી છે ખૂબ સરળ, લાગશે માત્ર થોડીક સેકન્ડ, જાણો રીત

કંપનીએ તેને 6GB RAM + 64GB અને 6GB RAM + 128GB સ્ટોરેજમાં લૉન્ચ કર્યો છે. ફોનના સ્ટોરેજને માઇક્રો SD કાર્ડની મદદથી વધારી પણ શકાય છે. પોકોનો આ ફોન Android 11 પર આધારિત લેટેસ્ટ MIUI પર કામ કરે છે.

ફોનમાં ટ્રિપલ કેમેરા અને દમદાર બેટરી

કેમેરાની વાત કરીએ તો પોકો M3માં ટ્રિપલ રિયર કેમેરા સેટઅપ આપવામાં આવ્યો છે. તેમાં પ્રાઇમરી કેમેરા f/1.79 અપર્ચરની સાથે 48 મેગાપિક્સલ છે, જ્યારે f/2.4 અપર્ચરવાળા 2 મેગાપિક્સલના બે લેન્સ મળે છે, જેમાં એક ડેપ્થ સેન્સર અને બીજો માઇક્રો લેન્સ છે. ફોનના ફ્રન્ટમાં કંપનીએ 8 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરા આપ્યો છે.

આ પણ વાંચો, 70 હજારનું રોકાણ કરી શરૂ કરો કેબનો બિઝનેસ, દર મહિને થઈ શકે છે 50 હજાર રૂપિયાની કમાણી




પાવર માટે પોકોના આ સ્માર્ટફોનમાં 6000mAhની બેટરી આપવામાં આવી છે, જે 18Wના ફાસ્ટ ચાર્જિંગ સપોર્ટની સાથે આવે છે. સ્માર્ટફોનમાં સાઇડ માઉન્ટેડ ફિંગરપિંટ સેન્સર પણ આપવામાં આવ્યું છે.
First published:

Tags: Battery, Phone, Poco, કેમેરા, ટેક ન્યૂઝ, ભારત, સ્માર્ટફોન