Home /News /tech /

ટ્રિપલ કેમેરા, 6000mAhની બેટરી સહિતના ફીચર્સ ધરાવતા Samsungનો સ્માર્ટફોન મળી રહ્યો છે ખૂબ સસ્તામાં

ટ્રિપલ કેમેરા, 6000mAhની બેટરી સહિતના ફીચર્સ ધરાવતા Samsungનો સ્માર્ટફોન મળી રહ્યો છે ખૂબ સસ્તામાં

આ ફોન બે કલર વેરિએન્ટ મિડનાઇટ બ્લુ અને રેવેન બ્લેકમાં મળી શકે છે

Samsung Galaxy M21 - સેમસંગનો આ સ્માર્ટફોન બે સ્ટોરેજ વેરિએન્ટમાં આવે છે. આ ફોન 4જીબી રેમ / 64જીબી અને 4જીબી / 128જીબીના સ્ટોરેજ સાથે ખરીદી શકાય છે

સ્માર્ટફોન ખરીદવા ઇચ્છુકો માટે એમેઝોન (Amazon) પર પ્રીમિયમ ફોન પાર્ટી (Premium phone party) સેલ ચાલી રહ્યો છે. સેલનું ટાઇટલ ફ્લેગશિપ ફોન છે. આ સેલમાં સ્માર્ટફોન્સ અત્યાર સુધીની સૌથી ઓછી કિંમતે વેચવામાં આવી રહ્યા હોવાનો દાવો કરવામાં આવી રહ્યો છે.

એમેઝોન પર ચાલી રહેલા પ્રીમિયમ ફોન પાર્ટી સેલ દરમિયાન સેમસંગ ગેલેક્સી M21 (Samsung Galaxy M21) ઘણી ઓછી કિંમતે ખરીદી શકાય છે. આ ફોનની ખરીદીમાં ફાયદો થઈ રહ્યો છે. લાઇવ સેલ પેજ પરની જાણકારી મુજબ ગેલેક્સી M21 11,999 રૂપિયાની પ્રારંભિક કિંમતે વેચવામાં આવી રહ્યો છે. Amazon.in પાસેથી મળતી માહિતી મુજબ ફોન પર 3,000 રૂપિયા સુધીનું ડિસ્કાઉન્ટ આપવામાં આવી રહ્યું છે.

આ પણ વાંચો - Google Pay દ્વારા પેમેન્ટ કરતા પહેલા ફોલો કરો આ સ્ટેપ્સ, ટ્રાન્જેક્શન નહીં થાય ફેઇલ

સેમસંગનો આ સ્માર્ટફોન બે સ્ટોરેજ વેરિએન્ટમાં આવે છે. આ ફોન 4જીબી રેમ / 64જીબી અને 4જીબી / 128જીબીના સ્ટોરેજ સાથે ખરીદી શકાય છે. આ ફોન બે કલર વેરિએન્ટ મિડનાઇટ બ્લુ અને રેવેન બ્લેકમાં મળી શકે છે.

દમદાર ફીચર્સ

સેમસંગ ગેલેક્સી M21માં 6.4 ઇંચની ફુલ HD+ ઇન્ફિનિટી U ડિસ્પ્લે આપવામાં આવી છે. તેનું રિઝોલ્યુશન 1080×2340 પિક્સલ છે. ફોનમાં Octavos-કોર Exynos 9611 પ્રોસેસરની તાકાત મળે છે. આ નવો ફોન એન્ડ્રોઇડ 10 ઓપરેટિંગ સિસ્ટમ પર કામ કરે છે. આ ફોન 64GB/128GBના સ્ટોરેજ વેરિએન્ટ સાથે આવે છે. આ સ્ટોરેજને USD કાર્ડથી વધારી શકાય છે.

આ પણ વાંચો - ભયાનક અકસ્માત પછી પણ આ કારને કારણે બચ્યો 5 લોકોનો જીવ, જાણો શું છે કારણ?

ત્રણ રિયર કેમેરા

સેમસંગે આ સ્માર્ટફોનમાં ટ્રિપલ રિયર કેમેરા આપ્યા છે. ફોનમાં 48 મેગાપિક્સલનું મેઇન સેન્સર, 8 મેગાપિક્સલનો અલ્ટ્રા-વાઇડ એંગલ લેન્સ અને 5 મેગાપિક્સલનું ડેપ્થ સેન્સર આપવામાં આવ્યું છે. ફ્રન્ટ કેમેરા તરીકે 20 મેગાપિક્સલનો સેલ્ફી કેમેરો આપવામાં આવે છે.

આ પણ વાંચો - WhatsApp લોન્ચ કરશે નવું ફીચર, બેકગ્રાઉન્ડમાં પણ સાંભળી શકશો વોઇસ મેસેજ

6000mAhની બેટરી

સેમસંગે આ સ્માર્ટફોનમાં પાવર માટે 6000 mAhની જોરદાર બેટરી આપી છે. આ બેટરી 15W ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. ફોનમાં કનેક્ટિવિટી માટે 4G, VoLTE, 3G, WiFi, Bluetooth, GPS અને USB Type C પોર્ટ આપવામાં આવે છે.
First published:

Tags: Amazon india, Samsung, Tech

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन
विज्ञापन