Home /News /tech /

Best Offer: અત્યંત સસ્તો મળી રહ્યો છે 6 કેમેરાવાળો Oppoનો શાનદાર સ્માર્ટફોન, મળશે 8GB RAM અને VOOC ફ્લેશ ચાર્જ

Best Offer: અત્યંત સસ્તો મળી રહ્યો છે 6 કેમેરાવાળો Oppoનો શાનદાર સ્માર્ટફોન, મળશે 8GB RAM અને VOOC ફ્લેશ ચાર્જ

Oppo F17 Pro પર મળી રહી છે જોરદાર ઓફર.

Oppo Smartphone Best Offer: 6 કેમેરાવાળો Oppo F17 Pro ફોન ફ્લિપકાર્ટ (Flipkart) પર ખૂબ જ સસ્તામાં ખરીદી શકાય છે. ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર, આ ફોન 25,990 રૂપિયાની જગ્યાએ માત્ર 19,990 રૂપિયામાં ખરીદી શકાય છે.

    Best offer on Oppo F17 Pro: આજકાલ વધુ કેમેરા, વધુ પિક્સલ, વધુ ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજીનો ટ્રેન્ડ ઘણો વધી ગયો છે. ફોન ખરીદતી વખતે ગ્રાહકો ફોનનો કેમેરા ખૂબ ચેક કરે છે, જેથી તેઓ સારા ફોટા, સેલ્ફી કે વીડિયો બનાવી શકે. જો તમે પણ સારો કેમેરોવાળો ફોન લેવા માંગતા હો તો તમારા માટે સારા સમાચાર છે. હા, 6 કેમેરાવાળો Oppo F17 Pro ફોન ફ્લિપકાર્ટ પર ખૂબ જ સસ્તામાં ખરીદી શકાય છે. ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી માહિતી અનુસાર આ ફોન 25,990 રૂપિયાની જગ્યાએ માત્ર 19,990 રૂપિયામાં ખરીદી શકાય છે.

    એક્સચેન્જ ઓફર હેઠળ આ ફોન ઉપર 16,250 રૂપિયાનું ડિસ્કાઉન્ટ પણ આપવામાં આવી રહ્યું છે. ખાસ વાત એ છે કે આ ફોન કુલ 6 પોર્ટ્રેટ કેમેરા સાથે આવે છે. ચાલો જાણીએ કે આ ફોનના ફુલ સ્પેસિફિકેશન્સ.

    આ પણ વાંચો: 80W ફાસ્ટ ચાર્જિંગ સાથે આવ્યો OnePlus Nord 2T 5G, કેમેરા છે દમદાર, જાણો કિંમત અને ફીચર્સ

    Oppo F17 Proમાં 6.43-ઇંચની ફુલ HD + સુપર AMOLED ડિસ્પ્લે છે. તે 1080×2400 પિક્સલ રેઝોલ્યુશન સાથે આવે છે. ફોનનું ડિસ્પ્લે 60Hz ના રિફ્રેશ રેટ સાથે આવે છે. આ ફોનમાં MediaTek Helio P95 SoC પ્રોસેસર આપવામાં આવ્યું છે.

    આ ફોન 8 GB રેમ અને 128 GB ઇન્ટરનલ સ્ટોરેજ સાથે આવે છે. ફોનની મેમરીને માઇક્રો SD કાર્ડ દ્વારા 256 GB સુધી વધારી શકાય છે. આ ફોન Android 10 પર આધારિત ColorOS 7.2 પર કામ કરે છે. Oppoનો આ સ્માર્ટફોન 4 કલર ઓપ્શનમાં આવે છે: મેટ ગોલ્ડ, મેટ બ્લેક, મેજિક બ્લુ અને મેટાલિક વ્હાઇટ.

    આ પણ વાંચો: મોબાઇલ ફોનમાં સ્લો ઇન્ટરનેટ સ્પીડથી મળશે છૂટકારો, આ ટ્રિક્સને કરો ફોલો

    કુલ 6 કેમેરા મળશે

    કેમેરા તરીકે આ ફોનમાં ચાર રિયર કેમેરા આપવામાં આવ્યા છે. તેમાં 48-મેગાપિક્સલના પ્રાઇમરી કેમેરા સાથે એક 8-મેગાપિક્સલ અને બે 2-મેગાપિક્સલ મોનોક્રોમ સેન્સર આપવામાં આવ્યા છે. સેલ્ફી માટે ફોનના ફ્રન્ટમાં 16 મેગાપિક્સલ + 2 મેગાપિક્સલનો ડ્યુઅલ કેમેરા સેટઅપ મળે છે. એટલે કે રિયર અને સેલ્ફી કેમેરા સહિત ગ્રાહકોને આ ફોનમાં કુલ 6 કેમેરા મળે છે.

    પાવર માટે Oppo F17 Proમાં 4,015mAh બેટરી મળે છે, જે 30W ના VOOC ફ્લેશ ચાર્જ 4.0 ફાસ્ટ ચાર્જિંગ ટેક્નોલોજી સાથે આવે છે. ઇન-ડિસ્પ્લે ફિંગરપ્રિન્ટ સેન્સર સાથેના આ ફોનમાં કનેક્ટિવિટી માટે 4G LTE, Bluetooth 5.0, GPS જેવા ફિચર્સ મળે છે.
    Published by:Nirali Dave
    First published:

    Tags: Android smartphone, Flipkart, Gujarati tech news, Mobile and Technology, Oppo

    આગામી સમાચાર