Home /News /tech /

5G આવવાથી વધી જશે મુશ્કેલી! જાણો કેવી રીતે ઓનલાઈન ફ્રોડથી બચી શકાય

5G આવવાથી વધી જશે મુશ્કેલી! જાણો કેવી રીતે ઓનલાઈન ફ્રોડથી બચી શકાય

5G ટેક્નોલોજી (Shutterstock તસવીર)

Online fraud: કોઈપણ પ્રકારની ઓનલાઈન ઠગાઈથી બચવા માટે તમારા ફોનમાં લોક રાખો, ઈમેઈલથી લઈને અન્ય સોશિયલ મીડિયાના પાસવર્ડ સમયાંતરે બદલતા રહો. નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ વગેરેની માહિતી કોઈપણ સાથે શેર ન કરો.

નવી દિલ્હી: ટૂંક સમયમાં 5G આવી જશે. 4Gનો સમય હવે પાછળ રહી જશે અને હવે ઈન્ટરનેટ સ્પીડ (Internet speed) અને ટેક્નિકનો નવો દોર શરૂ થશે. આ નવા દોરના અનેક જોખમો પણ છે. ઠગી કરવાવાળા તેની રાહ જોઈને જ બેઠા છે અને તમારો ડેટા, તમારો ફોન અને તમારા પર ઈન્ટરનેટ પર તેમની નજર છે. તમારે હવે વધુ સાવચેત રહેવાની જરૂરિયાત છે, જેથી આ પ્રકારના ઠગબાજ અને ઠગાઈના જોખમથી બચી શકાય. આ પ્રકારના જોખમોથી કેવી રીતે બચી શકાય અને ડિજિટલ થતી લાઈફ (Digital Life)ને કેવી રીતે સુરક્ષિત બનાવી શકાય તે અંગે જાણકારી આપી રહ્યા છીએ.

સીમ ક્લોનિંગથી બચો


tv9hindi તરફથી પ્રકાશિત અહેવાલના જણાવ્યા પ્રમાણે સીમ ક્લોન કરવા માટે તમારું નકલી આધાર કાર્ડ બનાવવામાં આવે છે અને પછી પોલીસ સ્ટેશનમાં સીમ ખોવાઈ જવાની જાણકારી આપે છે. જેના આધાર પર તમારા ટેલીકોમ ઓપરેટર પાસેથી નવું સીમ લઈ લેવામાં આવે છે. જ્યાં સુધીમાં તમે આ વાત સમજી શકો, ત્યાં સુધીમાં તમારું બેન્ક એકાઉન્ટ ખાલી કરી દેવામાં આવે છે. તમને પેટીએમ (Paytm), બેન્ક અધિકારી, RO વોટર પ્યોરિફાયર તથા અન્ય નામે કોલ કરવામાં આવે છે, ત્યારબાદ તાત્કાલિક KYC માટે કહેવામાં આવે છે અને એક લિંક મોકલવામાં આવે છે. તમને તે લિંક પર ક્લિક કરવા માટે કહેવામાં આવે છે. આ પ્રકારે કરવાથી તેઓ તમારા બેન્ક એકાઉન્ટ સુધી પહોંચી જાય છે અને બેન્ક એકાઉન્ટ ખાલી કરી દે છે.

ઠગબાજ પાસે તમારી મહત્વની જાણકારી હોય છે


ઠગબાજ તમને કહેશે કે, તમારી ઈન્ટરનેટ કંપની સાથે વાત થઈ રહી છે, તો ક્યારેક કહેશે કે, ટેલીકોમ ઓપરેટર સાથે વાત થઈ રહી છે. ક્યારેક તમને ઈન્શ્યોરન્સ કંપનીના નામે તો ક્યારેક બેન્કના નામે કોલ કરે છે. આ ઠગબાજોને કેવી રીતે ખબર પડે છે કે, તમારી ઈન્ટરનેટ કંપની કઈ છે, તમે કયા ROનો ઉપયોગ કરી રહ્યા છો? તમારા ડેટા પર લાખો લોકો નજર રાખી રહ્યા છે. ક્યારેક ક્યારેક આ ડેટા ડાર્ક વેબ પર પણ વેચવામાં આવે છે. ફેક કોલ સેન્ટરવાળા આ ડેટા ખરીદી લે છે અથવા હેકરોની મદદથી ચોરી કરી લે છે. ત્યારબાદ તે લોકો પોતાનું કામ શરૂ કરે છે અને અન્ય લોકોને પોતાની ઠગાઈની જાળમાં ફસાવવાની કોશિશ કરે છે.

ફોન પર જાણકારી શેર ન કરો


આ પ્રકારની ઠગબાજીના કામમાં કોઈ એક વ્યક્તિ નહીં, પરંતુ શિકારીઓની ફોજ આ કામમાં લાગેલી હોય છે. ફેક કોલ સેન્ટર આ પ્રકારના કામ કરે છે. કોઈ વ્યક્તિ ડાર્ક વેબ પરથી જાણકારી એકત્ર કરે છે, તો કોઈ વ્યક્તિ ફોન પર કઈ વસ્તુ વેચે છે, KYC તથા અન્ય નામ પર OTP લેવાની કોશિશ કરે છે. કોઈ વ્યક્તિ સોશિયલ પ્રોફાઈલ શોધે છે, તો કોઈ વ્યક્તિ તમારા બેન્ક ખાતા પર નજર રાખીને જ બેઠી હોય છે. તમારી તમામ જાણકારીઓ એક જગ્યા પર જમા કરે છે અને તમને તે અંગે ખબર પણ પડતી નથી.

ફેક કસ્ટમર કેરના ફ્રોડ થવા હવે સામાન્ય વાત બની ગઈ છે


ફેક કોલ સેન્ટર ઘણી વાર ફેક કસ્ટમર કેર પણ ચલાવે છે અને લોકોને ઠગવાનું કામ કરે છે. ઘણી વાર કોઈ એક કે બે વ્યક્તિની ટીમ આ પ્રકારનું કામ કરે છે, તો ઘણીવાર અનેક લોકો આ પ્રકારના કામમાં શામેલ હોય છે. ગૂગલ પર કોઈ પ્રખ્યાત ગિરામી કંપનીની માહિતી નાખવામાં આવે છે. એક નંબર એન્ટર કરવામાં આવે છે, જેને કસ્ટમર કેરના નામ પર લખવામાં આવે છે. અનેક લોકો આ પ્રકારના નંબર શોધે છે, જેથી આ સર્ચ સૌથી ઉપર આવવા લાગે છે. જે લોકો આ પ્રકારની ઠગબાજીનો શિકાર બને છે, તેઓ ગૂગલ પર તેની ફરિયાદ કરતા નથી જેથી ગૂગલ પણ તેના પર એક્શન લઈ શકતું નથી. ધીરે ધીરે આ નંબર એટલી હદે ફેલાઈ જાય છે, કે લોકો નંબરને કસ્ટમર કેરનો સાચો નંબર માનવા લાગે છે. લોકો ફરિયાદ કરવા માટે આ નંબર પર કોલ કરે છે અને બીજી તરફ તેમને રિસ્પોન્સ પણ મળે છે. જેથી ત્યાં બેઠેલી વ્યક્તિ તમારી અંગત જાણકારી લઈ લે છે અને આ પ્રકારની ઠગબાજીને અંજામ આપે છે.

કઈ રીતે થાય છે ઠગાઈ?


ક્યૂઆર કોડથી પણ ઠગાઈ થતી હોવાના મામલા સામે આવી રહ્યા છે. ક્યૂઆર કોડ (QR code) શું હોય છે, તેના વિશે આપણે જાણકારી મેળવીએ. તમે જોતા હશો કે, એક ચોરસમાં અજીબ પેટર્ન બનેલી હોય છે. ક્યૂઆર કોડનું ફુલફોર્મ છે- ક્વિક રિસ્પોન્સ કોડ. તમે જે પ્રકારે સ્કેનરથી સ્કેન કરો છો, તેનાથી એક લિંક જનરેટ થાય છે. જે પ્રકારે કોડ અલગ અલગ હોય છે, તે પ્રકારે તમામ ક્યૂઆર કોડ અલગ અલગ હોય છે. સામાન્ય રીતે દુકાન પર પેટીએમ અથવા અન્ય કોઈ ક્યૂઆર કોડ લગાવવામાં આવ્યો હોય છે. જેની મદદથી અનેક ટ્રાન્ઝેક્શન કરવામાં આવે છે. જે પ્રકારે ક્યૂઆર કોડના ટ્રાન્ઝેક્શન વધી રહ્યા છે, તે પ્રકારે તેનાથી થતી ઠગાઈ પણ વધી રહી છે.

આ પ્રકારની ઠગાઈ કેવી રીતે થાય છે?


ક્યૂઆર કોડ પાછળ એક URL હોય છે. જે તમને તે સાઈટ પર ડાયરેક્ટ લઈ જાય છે. કોઈ બટન દબાવવા અથવા કોઈ ખાસ જગ્યા પર ક્લિક કરવા માટે કહેવામાં આવે છે. આ પ્રકારે કરવાથી તમારી બેન્ક ડિટેઈલ ઠગબાજો પાસે પહોંચી જાય છે. પૈસા આપવા માટે ક્યૂઆર કોડનો ઉપયોગ કરવામાં આવે છે. તમારી પાસે એક ક્યૂઆર છે, જો તમે આ ક્યૂઆર કોડ કોઈ સાથે શેર કરો છો તો તે વ્યક્તિ તમને તે ક્યૂઆર કોડ સ્કેન કરીને પૈસા આપી શકે છે. ઠગાઈના મામલાઓમાં તમને એક પ્રકારે ઝાંસો આપવામાં આવે છે કે, આ ક્યૂઆર કોડ સ્કેન કરવાથી તમને પૈસા મળશે. જેવો તમે આ ક્યૂઆર કોડ સ્કેન કરો છો, તેવું તરત જ પૈસા કપાવા લાગે છે.

આ પણ વાંચો: ટેક્નોલોજીના માધ્યમથી લોકોને કચેરીના ધક્કા થયા બંધ: મોદી

ઓનલાઈન ઠગાઈથી કેવી રીતે બચવું


આ પ્રકારના ઠગાઈના મામલાઓથી કેવી રીતે બચી શકાય છે. તમે જ્યારે પણ એમેઝોન, ફ્લિપકાર્ટ અથવા કોઈ એપ્લિકેશન પરથી સામાન મગાવો અને કુરિયર લેટ આવે તો ઓફિશિયલ વેબસાઈટ પર આપેલ ઈમેઈલ આઈડી અથવા કસ્ટમર કેર નંબર પર સંપર્ક કરો. ગૂગલ અથવા ઈન્ટરનેટ પરની ફેક સાઈટની ઝાંસામાં ક્યારેય પણ ન આવવું. જ્યારે પણ ટ્વિટર પર અથવા સોશિયલ મીડિયા પર કોઈ વ્યક્તિ ફરિયાદ કરે તો ઓર્ડર નંબર ન કહેવો જોઈએ અને ફોન નંબર પણ શેર ન કરવો જોઈએ. આ પ્રકારે કરવાથી ઠગબાજ તમને કોલ કરીને ખુદને કંપનીનો અધિકારી કહીને તમને ફસાવી શકે છે. તેમની પાસે તમારો ઓર્ડર નંબર હશે તો તમે પણ તેમની વાત પર ભરોસો કરી લેશો. આ કારણોસર ક્યારેય પણ ઓર્ડર નંબર અને ફોન નંબર શેર ન કરવો જોઈએ.

કોઈપણ પ્રકારની ઓનલાઈન ઠગાઈથી બચવા માટે તમારા ફોનમાં લોક રાખો, ઈમેઈલથી લઈને અન્ય સોશિયલ મીડિયાના પાસવર્ડ સમયાંતરે બદલતા રહો. નેટ બેન્કિંગ, ક્રેડિટ કાર્ડ વગેરેની માહિતી કોઈપણ સાથે શેર ન કરો. તેના પાસવર્ડ ક્યારેય પણ મેઈલમાં ન રાખો. કોઈ જગ્યાએથી આવતા કોલ, લોટરી જીતવાના કોલ, હોલિડે પેકેજ, KYC તથા અન્ય બાબતોએ તરત જ ભરોસો ન કરો. આ પ્રકારના લોકો સાથે ક્યારેય પણ ફાઈનાન્શિયલ ડિટેઈલ શેર ન કરો.

આ પણ વાંચો: જાણો બ્લોકચેઈન ટેક્નોલોજી શું છે? સમયની સાથે તે કેમ બની રહી છે લોકપ્રિય

ક્યૂઆર કોડની ઠગાઈથી બચવા માટે જ્યારે પણ પૈસાની લેવડ દેવડ માટે ક્યૂઆર કોડ સ્કેન કરો, પેટીએમ, વ્હોટ્સએપ, ફોન પે અથવા ભીમ એપ જેવી એપ્લિકેશનનો ઉપયોગ કરો ત્યારે તમે જેને પૈસા આપવા જઈ રહ્યા છો તેનું નામ એપ્લિકેશન પર બતાવવામાં આવે છે. જો તે નામ ખોટું હોય અથવા શંકાસ્પદ લાગે તો પેમેન્ટ ન કરશો. જો અચાનક તમારા બેન્કમાંથી પૈસા કપાઈ જાય તો તાત્કાલિક બેન્કનો સંપર્ક કરો અને પોલીસ ફરિયાદ કરો.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: 5G, ટેકનોલોજી, મોબાઇલ

विज्ञापन

विज्ञापन

આગામી સમાચાર

विज्ञापन
विज्ञापन