Home /News /tech /5G Spectrum Auction: 5G હરાજી સાથે જોડાયેલા 10 સવાલ, અબજોની બીડથી લઈને સુપરસ્પીડ સુધી, જાણો બધુ જ

5G Spectrum Auction: 5G હરાજી સાથે જોડાયેલા 10 સવાલ, અબજોની બીડથી લઈને સુપરસ્પીડ સુધી, જાણો બધુ જ

5G ટેક્નોલોજી (Shutterstock તસવીર)

5G Spectrum Auction: આ હરાજીમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના ટોચના ત્રણ પ્લેયર્સ જિયો, એરટેલ અને VI સાથે ચોથો ખેલાડી અદાણી પણ ભાગ લેશે. ગૌતમ અદાણીની કંપની અદાણી ડેટા નેટવર્ક્સ પણ તેમાં જોડાઈ છે.

નવી દિલ્હી: 5G સ્પેક્ટ્રમ માટે હરાજી (5G spectrum auction)ની પ્રક્રિયા શરૂ થઈ ગઈ છે. રિલાયન્સ જિયો (Reliance Jio), ભારતી એરટેલ (Bharati Airtel), વોડાફોન આઇડિયા (Vodafone Idea) અને અદાણી એન્ટરપ્રાઇઝ (Adani enterprise) સહિત 4 કંપનીઓ તેમાં બોલી લગાવશે, તેથી આ પ્રક્રિયા પર સૌની નજર છે. 5Gના આવ્યા બાદ ઘણું બધું બદલાવાનું છે. આ સ્પેક્ટ્રમની હરાજી બાદ ટેલિકોમ ઈન્ડસ્ટ્રી (Telecom industry)નું ભવિષ્ય પણ સ્પષ્ટ થઈ જશે. 9 બેન્ડમાં લગભગ 72,000 મેગાહર્ટ્ઝની હરાજી 20 વર્ષ માટે કરવામાં આવશે. ત્યારે સામાન્ય લોકોમાં 5Gને લઈ ઘણા પ્રશ્નો છે. જેના જવાબ અહીં આપવામાં આવ્યા છે.

હરાજીમાં કોણ ભાગ લઈ રહ્યું છે?


આ હરાજીમાં ટેલિકોમ ઇન્ડસ્ટ્રીના ટોચના ત્રણ પ્લેયર્સ જિયો, એરટેલ અને VI સાથે ચોથો ખેલાડી અદાણી પણ ભાગ લેશે. ગૌતમ અદાણીની કંપની અદાણી ડેટા નેટવર્ક્સ પણ તેમાં જોડાઈ છે.

5G લોન્ચ પછી શું બદલાશે?


5Gને ટેલિકોમ નેટવર્કની નવી જનરેશન તરીકે જોવામાં આવે છે. 5Gમાં યૂઝર્સને ઝડપી ઇન્ટરનેટ સ્પીડ મળશે. આ સાથે સારા કોલ અને કનેક્ટિવિટી પણ મળશે. કોલ ડ્રોપ જેવી સમસ્યા ઓછી થશે.

કેટલા ગીગાહર્ટ્ઝની હરાજી થઈ રહી છે?


સરકારે 20 વર્ષ માટે 72 ગીગાહર્ટઝ એરવેવ્સના 10 બેન્ડની હરાજી શરૂ કરી છે. તેમાં ચાર કંપનીઓએ ભાગ લીધો છે. સરકારે બેઝ પ્રાઈઝ 4.3 લાખ કરોડ રૂપિયા રાખી છે.

કયા બેન્ડની હરાજી થશે?


5G હરાજીમાં લો-બેન્ડ એરવેવ્સ (600 મેગાહર્ટ્ઝ, 700 મેગાહર્ટ્ઝ, 800 મેગાહર્ટ્ઝ, 900 મેગાહર્ટ્ઝ, 1800 મેગાહર્ટ્ઝ, 2100 મેગાહર્ટ્ઝ, 2100 મેગાહર્ટ્ઝ, 2500 મેગાહર્ટ્ઝ), મિડ-બેન્ડ અથવા સી-બેન્ડ (3.3- 3.67 ગીગાહર્ટ્ઝ) અને હાઇ બેન્ડ (26GHz) માટે બોલી લગાવવામાં આવશે.

કોણ કેટલા પૈસા લગાવી રહ્યું છે?


આ હરાજીમાં રિલાયન્સ જિયો સૌથી મોટી કંપની છે. કંપનીએ 140 અબજ રૂપિયા જમા કરાવ્યા છે. ભારતી એરટેલે 55 અબજ રૂપિયા, વોડાફોન-આઇડિયાએ 22 અબજ રૂપિયા અને અદાણી ડેટા નેટવર્ક્સે 1 અબજ રૂપિયા જમા કરાવ્યા છે.

પ્રથમ વખત અદાણીની એન્ટ્રી હશે?


ટેલિકોમ સેક્ટરમાં પહેલીવાર ગૌતમ અદાણીની એન્ટ્રી થઇ રહી છે. હરાજીમાં તેમની કંપની અદાણી ડેટા નેટવર્ક્સ પણ ભાગ લઈ રહી છે. કંપનીએ 1 અબજ રૂપિયાનું એડવાન્સ જમા કરાવ્યું છે.

શું અદાણી અને અંબાણી વચ્ચે સીધી સ્પર્ધા થશે?


આમ તો બંને વચ્ચે સીધી સ્પર્ધા હોય તેવું લાગતું નથી. અદાણીની કંપનીએ 1 અબજ રૂપિયા જમા કરાવ્યા છે. જ્યારે અંબાણીની જિયોએ 140 અબજ રૂપિયાનું રોકાણ કર્યું છે. અહીં ઉલ્લેખનીય છે કે, અદાણીની કંપની એરપોર્ટ, પોર્ટ અને લોજિસ્ટિકને સાયબર સિક્યોરિટી આપવા માટે સ્પેક્ટ્રમનો ઉપયોગ કરશે.

5G ટેકનોલોજી બાબતે આટલો ઉત્સાહ કેમ?


5G સેવાઓ વિશ્વના ઘણા દેશોમાં ઉપયોગમાં લેવાય છે. ભારત વિશ્વની મોટી અર્થવ્યવસ્થાઓમાં જોડાઈ રહ્યું છે. ત્યારે ટેકનોલોજીમાં પાછળ રહી જવું એક મોટી સમસ્યા બની શકે છે.

આ પણ વાંચો: જાણો બ્લોકચેઈન ટેક્નોલોજી શું છે? સમયની સાથે તે કેમ બની રહી છે લોકપ્રિય

5Gમાં કેટલી સ્પીડ મળશે?


5G સ્પીડની વાત કરીએ તો તેમાં 4G કરતા 100 ગણી વધુ સ્પીડ મળશે. 4G નેટવર્ક પર યૂઝર્સને 100Mbpsની સ્પીડ મળે છે, પરંતુ 5Gમાં યૂઝર્સને 10Gbps સુધીની સ્પીડ મળશે.

5Gની કિંમત કેટલી હશે?


5Gનો ઉપયોગ મોંઘો પડશે કે સસ્તો? તે પ્રશ્ન સૌથી મોટો છે. જોકે, આ બાબતે હજી સ્પષ્ટતા થઈ નથી. જાણકારોના મતે 5G પ્લાન સસ્તા થવાના નથી. જો કે 5Gમાં 4G જેવા ડેટા પ્લાન પણ મળશે તેવો દાવો કંપનીઓએ કર્યો છે. 5G પ્લાનના ભાવ તેના લોન્ચિંગ બાદ ખબર પડશે.
First published:

Tags: Airtel, Jio, Vodafone, ટેકનોલોજી, મોબાઇલ, રિલાયન્સ

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો વધુ વાંચો