Home /News /tech /5G Services Launch: માણસો માટે હાનિકારક છે 5G નેટવર્ક? જાણો આ વિશે શું કહે છે WHO

5G Services Launch: માણસો માટે હાનિકારક છે 5G નેટવર્ક? જાણો આ વિશે શું કહે છે WHO

જાણો 5G નેટવર્ક હેલ્થ માટે હાનિકારક છે?

5G Services Launch: 5G નેટવર્કને લઇને દેશ-વિદેશોમાં આ વિશે ચર્ચાઓ ચાલી રહી છે. જો કે આમાં મહત્વનું એ છે કે 5જી નેટવર્કની આપણાં હેલ્થ પર કોઇ અસર થાય છે. આ વિશે અનેક નવી માહિતીઓ આવતી રહે છે. તો જાણો તમે પણ આ વિશે વધુમાં

    5G Network: ભારતમાં દુનિયાની સૌથી એડવાન્સ અને તેજ નેટવર્કની શરૂઆત થવાની તૈયારીઓમાં છે. આ વર્ષે દિવાળી પર દેશના મહાનગરો સહિત અનેક મુખ્ય શહેરોમાં 5જી નેટવર્કની સુવિધા મળવાની તૈયારીઓ ચાલી રહી છે. 5જી નેટવર્ક એક પ્રકારની ઉર્જા પેદા કરીને કામ કરે છે જેને ઇલેક્ટ્રોમેગ્નેટિક રેડિએશન કહેવામાં આવે છે. આ લાસ્ટ વાયરલેસ નેટવર્કની તુલનામાં હાઇ ફ્રીફવન્સની ઉપયોગ કરે છે જેના કારણે એ વધુ પ્રમાણમાં તેજ થાય છે. 5જી દ્રારા ઉત્પાદિત ઇલેક્ટ્રોમેગ્નેટિક ફ્રિકેવન્સીથી ઇલેક્ટ્રોમેગ્નેટિક ફિલ્ડ બને છે. જો કે આ વિશે કેટલાક લોકોનું માનવું છે કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડથી સ્વાસ્થ્ય પર નકારાત્મક અસર કરે છે. તો જાણો આ વિશે શું કહેવું છે એક્સપર્ટનું..

    શું 5જી ટેકનીકથી સ્વાસ્થ્ય પર કોઇ અસર થાય છે?


    વિશ્વ સ્વાસ્થ્ય સંગઠન (WHO) અનુસાર, 5જીના ઉપયોગમાં આવતી ફ્રિકવન્સી પર સીમિત રિચર્સ થયા છે. ઇલેક્ટ્રોમેગ્નટિક ફિલ્ડની સ્વાસ્થ્ય પ્રભાવો પર વધારે સંશોધન કરવાના બાખી છે, પરંતુ વર્તમાનમાં 5G સાથે જોડાયેલા કોઇ સ્વાસ્થ્યનું જોખમ થતુ નથી.

    આ પણ વાંચો: ચાર્જિંગમાં લગાવ્યો મોબાઈલ અને બેન્ક એકાઉન્ટ ખાલી!

    શું 5જી ફ્રિકવન્સી અથવા રેડિએશન જાનવરો માટે હાનિકારક છે?


    5જી વિશેષ રૂપથી જાનવરોને પ્રભાવિત કરે છે આ વિશે પણ હજુ સુધી લિમિટેડ રિસર્ચ થયા છે. આ શોધમાં ઉંદરોને સામેલ કરવામાં આવ્યા છે. 2019માં એક પશુ અધ્યયનમાં જાણવા મળ્યુ કે મોબાઇલ ફોન ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડથી ઉંદરોમાં ડીએનએ ડેમેજ થયા છે.

    2016માં એક બીજા અધ્યયનમાં જાણવા મળ્યું કે કોઇ પણ આવૃતિના ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ નર્વસ સિસ્ટમને નુકસાન પહોંચાડી શકે છે. આ સિવાય 2020ની શોધમાં જાણ થઇ કે ઇલેક્ટ્રોમેગ્નેટિક ફીલ્ડ દેડકા અને snail જેવા જીવોને પ્રભાવિત કરે છે.

    આ પણ વાંચો: અહીં iPhone 14 મળી રહ્યો છે સસ્તો

    હેલ્થ રિસ્ક વિશે ખોટા દાવા


    5જી રિલીઝ થયા પછી સોશિયલ મિડીયા પર સ્વાસ્થ્યને લઇને અનેક ખોટા દાવા થઇ રહ્યા છે જેમાં કોરોના વેક્સીનમાં 5જી માઇક્રોચિપ હોય છે. જ્યારે 5જી રિલીઝનો ઉપયોગ કોરોના મહામારીને કવર કરવામાં માટે કરવામાં આવી રહ્યો છે. 5જી માથાનો દુખાવો, માઇગ્રેન અને ચક્કર આવવાનું કારણ પણ બને છે.


    જો કે આ દાવા પાછળના કોઇ પુરાવા નથી. તમને જણાવી દઇએ કે 5જીની સ્પીડ 4જી કરતા ખૂબ વઘારે હશે અને આ માટે તીવ્ર વિકિરણની આવશ્યક્તા પણ હોય છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: 5G in India, 5G phone, Mobile and tech

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन