Home /News /tech /5G Services Launch: શું 5G નેટવર્ક ખરેખર પર્યાવરણ માટે જોખમી થશે? જાણો વધુમાં તમે પણ

5G Services Launch: શું 5G નેટવર્ક ખરેખર પર્યાવરણ માટે જોખમી થશે? જાણો વધુમાં તમે પણ

5G નેટવર્કથી પર્યાવરણને નુકસાન થશે?

5g services launched: 5જી સર્વિસને લઇને હાલમાં ચારેબાજુ ચર્ચાઓ ચાલી રહી છે. આ 5જી નેટવર્કના ઘણાં ફાયદા છે તો ઘણાં ગેરફાયદા પણ છે. આ સાથે જ એક મોટો પ્રશ્ન એ પણ છે કે આ 5જીથી પર્યાવરણને કોઇ અસર થશે. આ બધી જ વાતોને લઇને હાલમાં દેશ-દુનિયામાં આ જ ચાલી રહ્યું છે.

વધુ જુઓ ...
    5g services launched: કોરોના મહામારીની વચ્ચે હવે 5જીની ચર્ચાઓ ચારે બાજુ ચાલી રહી છે. દુનિયાભરમાં ચર્ચાયેલા આ મુદ્દાએ ભારતમાં જોર પકડ્યુ છે ત્યારે બોલિવૂડ એક્ટ્રેસ જુહી ચાવલે આ વિરુદ્ધ અરજી દાખલ કરી છે. જો કે આ વાતને લઇને પર્યાવરણને લગતા પણ અનેક સવાલો થઇ રહ્યા છે. કેટલાક લોકો અનુસાર આ ટેકનિકથી પર્યાવરણ સહિત માણસો માટે અનેક રીતે ધાતક સાબિત થઇ શકે છે, જ્યારે ઘણાં લોકો આ ચિંતાને ખાલી વહેમ ગણે છે. હાલમાં દેશમાં 5જીને લઇને અનેક જગ્યાઓ પર જાતજાતની ચર્ચાઓ ચાલી રહી છે. આ ચર્ચાઓ હજુ પણ લાંબો સમય સુધી ચાલશે એવું લાગી રહ્યું છે.

    જાણો 5જીથી શું થઇ શકે છે નુકસાન


    આના ટાવર રહેણાંકીય વિસ્તારઓની આસપાસ લાગશે તો અનેક તકલીફો થઇ શકે છે. આમ, જો સામાન્ય ટાવરની વાત કરીએ તો મોટાભાગે એ રહેણાંક વિસ્તારની આજુબાજુ લાગેલા છે. કહેવામાં આવી રહ્યું છે કે બહુ વધારે સ્પિડથી કામ કરતા આ નેટવર્કનું રેડિએશન પાસે રહેતા લોકો સહિત પર્યાવરણ પર ગંભીર ખતરો કરી શકે છે.

    આ પણ વાંચો: આ લોકોએ ક્યારે ના ખાવી જોઇએ મગફળી

    જો કે આ વિશે કેટલાક ગભરાયેલા વ્યક્તિઓ માને છે કે આનાથી વ્યક્તિના DNA પર અસર થશે અને કેન્સર સહિત અનેક ગંભીર બીમારીઓ પણ થઇ શકે છે. મસ્તિષ્ક સાથે જોડાયેલી ઘાતક બીમારીઓની હાલમાં ખૂબ વાતો થઇ રહી છે. જો કે આ વાત અંગે હજુ સુધી કોઇ પુષ્ટિ થઇ નથી.

    આ પણ વાંચો: આ ડાયટથી ફિગર મસ્ત થાય છે

    જાણો 5જીના ફાયદા


    હવે જ્યારે 5જીના ફાયદાની વાત કરીએ તો એ અનેક રીતે આપણને ફાયદો કરી શકે છે. આની સ્પિડ બહુ વધારે હોવાથી કોઇ પણ વાતને ઝડપથી પહોંચાડી શકાય છે. આમ, કહી શકાય કે રિયલ ટાઇમમાં સંવાદ થઇ શકશે. માનવામાં આવી રહ્યું છે કે આ ટેકનિકથી ગીગાબિટ્સ પ્રતિ સેકન્ડની તેજીથી ડેટા ટ્રાન્સફર થઇ શકશે.


    આ સ્પીડ બહુ વધારે છે જે કોઇ પણ કામને સરળ કરી શકશે. આ સાથે જ આવનાર સમયમાં આની સ્પિડ બહુ હોવાથી કોઇ પણ અઘરી વાતને સરળતાથી પૂરી શકાય છે. એક અહેવાલ પ્રમાણે આ ટેકનીકથી શરીર અને મસ્તિષ્કનેનું તાપમાન વધી જાય છે જેના કારણે અનેક તકલીફો થઇ શકે છે.
    Published by:Niyati Modi
    First published:

    Tags: 5G, Mobile and Technology

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन