Home /News /tech /5G Services in India: વડાપ્રધાન મોદી આગામી 1 ઓક્ટોબરે 5G સેવા લોન્ચ કરશે? જાણો કેવા છે સંકેતો

5G Services in India: વડાપ્રધાન મોદી આગામી 1 ઓક્ટોબરે 5G સેવા લોન્ચ કરશે? જાણો કેવા છે સંકેતો

પ્રતીકાત્મક તસવીર

5G Launch Date: CNBCTV18ના અહેવાલ મુજબ, ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 1 ઓક્ટોબરથી 5જી સેવાઓ શરૂ કરવા માટે હજી દેશમાં તૈયારી નથી. નવી તકનીકને અમલમાં મૂકવા માટે હજી કેટલાક દિવસોની જરૂર પડી શકે છે.

નવી દિલ્હી: વડાપ્રધાન નરેન્દ્ર મોદી 1 ઓક્ટોબરે ભારતમાં 5જી સેવાઓ શરૂ કરશે. સંચાર મંત્રાલય હેઠળના નેશનલ બ્રોડબેન્ડ મિશન (NBM)એ શનિવારે ટ્વીટ કરી આ જાણકારી આપી છે. આ દિવસે ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (આઇએમસી) શરૂ થશે. જોકે, થોડા જ સમયમાં આ ટ્વીટ અદૃશ્ય થઈ ગયું હતું. 5જી બાબતે અગાઉ કરેલા ટ્વિટના સ્ક્રીનશોટ સામે આવ્યા છે. જેમાં જણાવાયું છે કે, ભારતનાં ડિજિટલ ટ્રાન્સફોર્મેશન અને કનેક્ટિવિટીને નવી ઊંચાઈઓ પર લઈ જતાં માનનીય પ્રધાનમંત્રી @narendramodi ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ દરમિયાન ભારતમાં 5G સેવાઓ શરૂ કરશે.

CNBCTV18ના અહેવાલ મુજબ, ઉદ્યોગના સૂત્રોના જણાવ્યા અનુસાર, આગામી 1 ઓક્ટોબરથી 5જી સેવાઓ શરૂ કરવા માટે હજી દેશમાં તૈયારી નથી. નવી તકનીકને અમલમાં મૂકવા માટે હજી કેટલાક દિવસોની જરૂર પડી શકે છે. અહીં ઉલ્લેખનીય છે કે, સ્વતંત્રતા દિવસના સંબોધન દરમિયાન પ્રધાનમંત્રી મોદીએ ટૂંક સમયમાં ભારતમાં 5G સેવાઓ શરૂ કરવાની જાહેરાત કરી હતી.

1થી 4 ઓક્ટોબર દરમિયાન ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ


ડિપાર્ટમેન્ટ ઓફ ટેલિકોમ્યુનિકેશન્સ (DoT) અને સેલ્યુલર ઓપરેટર્સ એસોસિએશન ઓફ ઇન્ડિયા (COAI) દ્વારા સંયુક્ત રીતે આયોજિત ઇન્ડિયા મોબાઇલ કોંગ્રેસ (IMC)ની છઠ્ઠી આવૃત્તિ 1થી 4 ઓક્ટોબર દરમિયાન પ્રગતિ મેદાન, નવી દિલ્હી ખાતે યોજાશે. આઇટી પ્રધાન અશ્વિની વૈષ્ણવે ગત મહિને કહ્યું હતું કે, 12 ઓક્ટોબર સુધીમાં દેશમાં 5G સેવાઓ શરૂ કરવાની અપેક્ષા રાખે છે અને 5Gની સેવા લોકોને પોસાય તેવી રહેશે તેવી પણ તેમણે ખાતરી આપી હતી. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અત્યારે ઇન્સ્ટોલેશન્સ કરવામાં આવી રહ્યું છે અને ટેલિકોમ ઓપરેશન 5G સેવાઓના સીમલેસ રોલઆઉટમાં વ્યસ્ત છે.

આ પણ વાંચો: દિવાળી પહેલા દિલ્હી, મુંબઈ સહિતના શહેરમાં જિયો 5G લોંચ થશે- મુકેશ અંબાણી

તબક્કાવાર શરૂ થશે સેવા


આ બાબતે વધુ જાણકારી મુજબ 5G સેવાઓ તબક્કાવાર શરૂ કરવામાં આવશે અને પ્રથમ તબક્કા દરમિયાન 13 શહેરોને 5G ઇન્ટરનેટ સેવાઓ મળવાની સંભાવના છે. આ શહેરોમાં અમદાવાદ, બેંગલુરુ, ચંદીગઢ, ચેન્નાઈ, દિલ્હી, ગાંધીનગર, ગુરુગ્રામ, હૈદરાબાદ, જામનગર, કોલકાતા, લખનઉ, મુંબઈ અને પુણેનો સમાવેશ થાય છે.



3G અને 4Gની જેમ જ ટેલિકોમ કંપનીઓ ટૂંક સમયમાં 5G ટેરિફ પ્લાનની જાહેરાત કરશે અને ઉદ્યોગના નિષ્ણાતોના જણાવ્યા અનુસાર, ગ્રાહકોને ડિવાઇસ પર 5G સેવાઓને એક્સેસ કરવા માટે વધુ ચૂકવણી કરવી પડી શકે છે. બીજી તરફ 5Gના પ્રારંભ સાથે તાત્કાલિક ટેરિફ વોર થવાની શક્યતા ઓછી છે, પરંતુ ભાવ સ્પર્ધાત્મક રહેશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: 5G, ટેકનોલોજી, પીએમ મોદી

विज्ञापन

ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

વધુ વાંચો
विज्ञापन
विज्ञापन
विज्ञापन