Home /News /tech /5G internet: ચાલુ વર્ષના અંત સુધીમાં 5G ઈન્ટરનેટ આવી જશે? ટ્રાઇના સૂચનો બાદ ચર્ચાએ જોર પકડ્યું

5G internet: ચાલુ વર્ષના અંત સુધીમાં 5G ઈન્ટરનેટ આવી જશે? ટ્રાઇના સૂચનો બાદ ચર્ચાએ જોર પકડ્યું

5G ઈન્ટરનેટ

5G internet: નવેમ્બર 2021માં ટ્રાઇએ પ્રાઇસિંગ, ક્વોન્ટમ અને અન્ય શરતો સહિત અનેક બેન્ડ્સમાં હાઇ-સ્પીડ 5જી તેમજ સ્પેક્ટ્રમની હરાજી માટેની પદ્ધતિઓ પર ચર્ચા કરવા માટે વિસ્તૃત કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું

ટેલિકોમ રેગ્યુલેટરી ઓથોરિટી ઓફ ઇન્ડિયા (Telecom Regulatory Authority of India) (ટ્રાઇ)એ તાજેતરમાં સ્પેક્ટ્રમની કિંમત (spectrum pricing) અને અન્ય મુદ્દાઓ પર સૂચનો રજૂ કર્યા છે. ત્યારે હવે 5Gની હરાજી (5G auctions) 2-3 મહિનાની અંદર થવાની ધારણા છે અને આ વર્ષના અંત સુધીમાં આ સેવાઓ દેશભરમાં શરૂ કરવામાં આવી શકે છે. આ વર્ષના બજેટ સરકારે ચાલુ વર્ષે હરાજી કરવાનું જાહેર કર્યું હતું.

ટ્રાઈના સૂચનો

ટેલિકોમ સેક્ટર રેગ્યુલેટરે સોમવારે 5જી ઓફરિંગ સહિત મોબાઇલ સેવાઓ માટે સ્પેક્ટ્રમના વેચાણ માટે રિઝર્વ અથવા ફ્લોર પ્રાઇસમાં લગભગ 39 ટકાનો ઘટાડો કરવાની ભલામણ કરી હતી અને 7.5 લાખ કરોડ રૂપિયાની મેગા હરાજી યોજના રજૂ કરી હતી. અગાઉ આ સૂચનો માર્ચના અંત સુધીમાં આવવાની ધારણા હતી, પરંતુ પાછળથી એપ્રિલના પ્રારંભમાં થોડા દિવસો મોડી પડી હતી. 3300-3670 મેગાહર્ટ્ઝ બેન્ડની પ્રાઇમ 5જી ફ્રિક્વન્સી માટે રિઝર્વ કિંમત 317 કરોડ રૂપિયા પ્રતિ મેગાહર્ટ્ઝ છે, જે ગયા વખતે ટ્રાઇ દ્વારા સૂચવવામાં આવેલા 492 કરોડ રૂપિયા / મેગાહર્ટ્ઝ કરતા 35 ટકાથી વધુ ઓછી છે.

20 વર્ષના આંકડા જોતા 700 મેગાહર્ટ્ઝ બેન્ડમાં ફ્લોર પ્રાઇસ 40 ટકા ઘટાડીને 3,927 કરોડ રૂપિયા પ્રતિ મેગાહર્ટ્ઝ કરવામાં આવી છે, જ્યારે 800 મેગાહર્ટ્ઝમાં તે 22 ટકા ઘટાડીને 3,620 કરોડ રૂપિયા પ્રતિ મેગાહર્ટ્ઝ કરવામાં આવી છે. 2016 અને માર્ચ 2021માં હરાજીમાં બ્લોક પર મૂકવામાં આવેલા સ્પેક્ટ્રમના 60 ટકાથી વધુ વેચાયા વિનાના રહ્યા હતા. જેથી ટ્રાઈએ રિઝર્વ પ્રાઈઝમાં ઘટાડો કર્યો હતો.

નોંધનીય છે કે, નવેમ્બર 2021માં ટ્રાઇએ પ્રાઇસિંગ, ક્વોન્ટમ અને અન્ય શરતો સહિત અનેક બેન્ડ્સમાં હાઇ-સ્પીડ 5જી તેમજ સ્પેક્ટ્રમની હરાજી માટેની પદ્ધતિઓ પર ચર્ચા કરવા માટે વિસ્તૃત કન્સલ્ટેશન પેપર બહાર પાડ્યું હતું.

કેટલા બેન્ડની હરાજી કરવામાં આવશે?

ટેલિકોમ રેગ્યુલેટરે ટ્રાઇને તમામ હાલના બેન્ડ્સ - 700 મેગાહર્ટ્ઝ, 800 મેગાહર્ટ્ઝ, 900 મેગાહર્ટ્ઝ, 1800 મેગાહર્ટ્ઝ, 2100 મેગાહર્ટ્ઝ, 2300 મેગાહર્ટ્ઝ, 2500 મેગાહર્ટ્ઝ અને 600 મેગાહર્ટ્ઝ, 3300-3670 મેગાહર્ટ્ઝ અને 24.25-28.5 ગીગાહર્ટ્ઝના નવા સ્લોટ્સમાં એરવેવ્સની હરાજી કરવાનું સૂચન કર્યું છે.

આ વિષયે ટ્રાઈએ જણાવ્યું હતું કે, એન્ટરપ્રાઇઝ ટીએસપી પાસેથી લીઝ પર સ્પેક્ટ્રમ મેળવી શકે છે અને તેમનું પોતાનું અલગ પડેલું કેપ્ટિવ વાયરલેસ પ્રાઇવેટ નેટવર્ક સ્થાપિત કરી શકે છે. એન્ટરપ્રાઇઝ સીધા જ સરકાર પાસેથી સ્પેક્ટ્રમ મેળવી શકે છે અને પોતાનું અલગ કેપ્ટિવ વાયરલેસ પ્રાઇવેટ નેટવર્ક સ્થાપિત કરી શકે છે.

હરાજી ક્યારે થવાની સંભાવના છે?

ETના અહેવાલમાં.જણાવાયું હતું કે, બજેટના ઉદબોધન દરમિયાન કેન્દ્રીય નાણાં પ્રધાન નિર્મલા સીતારામને કહ્યું હતું કે, 5જી ટેલિકોમ સ્પેક્ટ્રમની હરાજી 2022માં યોજાશે અને નેટવર્ક ચાલુ નાણાકીય વર્ષ 2022-23માં લોન્ચ કરવામાં આવશે. જો કે, હવે ટ્રાઇએ પોતાની ભલામણો રજૂ કરી દીધી છે ત્યારે 5Gની હરાજી મે-જૂનમાં થવાની શક્યતા છે, જેથી દેશમાં પ્રાથમિક 5G સેવાઓ સ્વતંત્રતા દિવસ પર શરૂ કરી શકાય.

આ પણ વાંચોFive expensive shares : આ 5 શેર ખરીદવા દરેક વ્યક્તિનું કામ નહીં, તેના એક શેરની કિંમત જોઈ આંખો ખુલ્લી રહી જશે

ઉલ્લેખનીય છે કે, DoTએ દેશમાં 5જી સેવાઓ સ્વતંત્રતા દિવસ એટલે કે 15 ઓગસ્ટ, 2022ના રોજ શરૂ કરી શકાય તે માટે ટ્રાઇને સબમિટ કરવાની પ્રક્રિયાને ઝડપી બનવવાની વિનંતી કરી હતી. ત્યારે તાજેતરમાં ટેલિકોમ પ્રધાન અશ્વિની વૈષ્ણવે પણ કહ્યું હતું કે, 5જી સ્પેક્ટ્રમની હરાજી નિયત સમયસીમા અને નિયત સમયમર્યાદામાં યોજાશે.
First published:

Tags: 5G, 5G in India, 5G phone, Gujarati tech news, Technology news, TRAI