Home /News /tech /5G India: શું તમારા સ્માર્ટફોનમાં 5G નેટવર્ક સપોર્ટ કરશે?, જાણો આ રીતે

5G India: શું તમારા સ્માર્ટફોનમાં 5G નેટવર્ક સપોર્ટ કરશે?, જાણો આ રીતે

સ્માર્ટફોનમાં સપોર્ટેડ 5G બેન્ડ N-સિરીઝથી શરૂ થાય છે.

સ્માર્ટફોનમાં સપોર્ટેડ 5G બેન્ડ N-સિરીઝથી શરૂ થાય છે. જેને આપણે બેન્ડ્સના રૂપમાં જોઈએ તો, કંપનીએ N28, N5, N3, N77 અને N258 બેન્ડમાં સ્પેક્ટ્રમ ખરીદ્યા છે. જેમાં ઈન્ડિયાની 5G સેવા 700MHz એટલે કે N28 બેન્ડમાં ઉપલબ્ધ થશે.

    How to Check if my Smartphone Supports 5G: 5G સ્પેક્ટ્રમની હરાજી પૂરી થઈ ગઈ છે અને જિયો (Jio), એરટેલ (Airtel) અને વોડાફોન આઈડિયા (Vodafone Idea) તમામ પ્રાઈવેટ ટેલીકોમ કંપનીઓએ ભારતમાં યૂઝર્સ માટે 5G સેવા શરૂ કરવાની તૈયારી કરી રહી છે. આ મહિનાના અંત સુધીમાં ભારતમાં 5G રોલઆઉટ થઈ શકે છે. ભારતમાં વિવિધ સ્થળે 5G સર્વિસ લોન્ચ થઈ જવાની પૂરી શક્યતા છે, પણ તેનું કવરેજ વિસ્તરતાં હજી ઘણો સમય લાગશે. વિવિધ કંપનીઓએ જે સ્પેક્ટ્રમના અધિકારો મેળવ્યા છે, તેના પર આપણને પોતાના સ્માર્ટફોનમાં 5Gની કેવી સ્પીડ મળશે તેનો ઘણો આધાર છે.

    હાલમાં સ્માર્ટફોન યૂઝર્સ ખૂબ જ ઉત્સુક છે. તમામ લોકોએ નવો સ્માર્ટફોન ખરીદ્યો નથી તથા અનેક લોકોને ચિંતા થઈ રહી છે કે, તેમના ફોનમાં 5G ચાલે છે કે નહીં. માત્ર ગણતરીની મિનિટોમાં જાણી શકાય છે કે, તમારા ફોનમાં 5G સપોર્ટ કરે છે કે નહીં.

    5Gની સ્પીડ જબરદસ્ત હશે

    તમારી જાણકારી માટે જણાવી દઈએ કે, તાજેતરમાં સ્વતંત્રતા દિવસ પર પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ જણાવ્યું હતું કે, ભારતમાં ખૂબ જ ટૂંક સમયમાં 5G સર્વિસને રોલઆઉટ કરવામાં આવશે. તેમણે વધુમાં જણાવ્યું હતું કે, 5Gની સ્પીડ 4G કરતા દસ ગણી હોઈ શકે છે. તેની કિંમત અંગે કોઈ ક્લેરિટી કરવામાં આવી નથી.

    આ પણ વાંચો- '10,000 મહિલાઓ સાથે સંબંધો બનાવી ચુક્યો છું' કહેનાર સ્ટાર ફૂટબોલરને બળાત્કાર પીડિતાએ ઉઘાડો પાડ્યો

    આ રીતે જાણો તમારા ફોનમાં 5G ચાલે છે કે નહીં

    અહીં અમે તમને ખૂબ જ સરળ સ્ટેપ્સ વિશે જણાવવા જઈ રહ્યા છીએ. આ સ્ટેપ્સની મદદથી તમે સરળતાથી જાણી શકશો કે, તમારા ફોનમાં 5G સપોર્ટ કરે છે કે નહીં. સૌથી પહેલા એન્ડ્રોઈડ સ્માર્ટફોનમાં સેટીંગસમાં જાવ અને ત્યારબાદ વાઈફાઈ એન્ડ નેટવર્ક ઓપ્શન પર ક્લિક કરો. ત્યારબાદ પ્રેફર્ડ નેટવર્ક ટાઈપમાં તમને તમામ ટેકનિકનું લિસ્ટ જોવા મળશે. જો તમારા ફોનમાં 5G સપોર્ટ કરતું હશે તો તેમાં 2G/3G/4G/5G લખેલું હશે.

    આ પણ વાંચો- બનાસ નદીમાં પાણી આવતા 10 થી 12 જેટલા ગામોના લોકો મોટી મુશ્કેલીમાં મૂકાયા

    N-સિરીઝમાં સપોર્ટ કરશે 5G સેવા

    સ્માર્ટફોનમાં સપોર્ટેડ 5G બેન્ડ N-સિરીઝથી શરૂ થાય છે. જેને આપણે બેન્ડ્સના રૂપમાં જોઈએ તો, કંપનીએ N28, N5, N3, N77 અને N258 બેન્ડમાં સ્પેક્ટ્રમ ખરીદ્યા છે. જેમાં ઈન્ડિયાની 5G સેવા 700MHz એટલે કે N28 બેન્ડમાં ઉપલબ્ધ થશે.
    Published by:rakesh parmar
    First published:

    Tags: 5G in India, 5G phone, 5G Smartphone, What is 5g

    विज्ञापन

    ન્યૂઝ 18 ગુજરાતી ટ્રેન્ડિંગ

    વધુ વાંચો
    विज्ञापन
    विज्ञापन
    विज्ञापन