Home /News /tech /5G In India: 5G એટલે શું? શું તેના માટે વધુ પૈસા ચૂકવવા પડશે? અહી જાણો મનમાં ઉઠતાં સવાલોના જવાબ
5G In India: 5G એટલે શું? શું તેના માટે વધુ પૈસા ચૂકવવા પડશે? અહી જાણો મનમાં ઉઠતાં સવાલોના જવાબ
5G થશે મોઘું
What is 5G : અત્યારે આપણા મોબાઈલમાં ડેટા, વાઇ-ફાઇ અને સેટેલાઇટ કમ્યુનિકેશન્સ માટે જે ફ્રીક્વન્સીઝનો ઉપયોગ થઈ રહ્યો છે એ જ ફ્રીક્વન્સીઝ રેડિયો પર 5G ચાલશે. જેથી ટેલિકોમ પ્રોવાઇડર્સને સર્વિસ માટે તેમના ટાવર બદલવાની જરૂર નહીં પડે.
ટેક્નોલોજી ડેસ્ક: દેશમાં લોકો 5G ટેકનોલોજીની ઘણા સમયથી રાહ જોઈ રહ્યા છે. આ દરમિયાન સારા સમાચાર મળ્યા છે. કેન્દ્ર સરકાર તરફથી 5G સ્પેક્ટ્રમની હરાજી (5G spectrum auction)ને લીલી ઝંડી મળી ગઈ છે. જેના કારણે ભારતમાં હવે 5Gનું લોન્ચ ઝડપથી થઈ શકશે.
હવે 5G માટે માર્ગ મોકળો થઈ જતા 5G નેટવર્ક શું છે? તેના ફાયદા શું છે? (What is a 5G network) યુઝર્સ શું અપેક્ષા રાખી શકે છે? જેવા વારંવાર પૂછવામાં આવતા પ્રશ્નોના અહીં જવાબ આપવામાં આવ્યા છે.
5G એટલે શું?
સરળ શબ્દોમાં કહીએ તો 5G એ એકદમ નવું નેટવર્ક સ્ટાન્ડર્ડ છે અને તે પહેલા કરતા વધુ ઝડપી ઇન્ટરનેટ સ્પીડ (મલ્ટિ-જીબીપીએસ પીક સ્પીડ), અલ્ટ્રા લો-લેટન્સી, વધુ વિશ્વસનીયતા, બહોળી નેટવર્ક ક્ષમતા સહિતના ફાયદા આપે છે.
5Gને લો-બેન્ડ, મિડ-બેન્ડ અથવા હાઇ-બેન્ડ મિલિમીટર-વેવ 24 ગીગાહર્ટ્ઝમાં 54 ગીગાહર્ટ્ઝ સુધી ચલાવી શકાય છે. હવે લો-બેન્ડ 5જી (5G) 600 મેગાહર્ટ્ઝથી 900 મેગાહર્ટ્ઝ વચ્ચે 4જી (4G) જેવી સમાન ફ્રિકવન્સી રેન્જનો ઉપયોગ કરે છે, મિડ-બેન્ડ 5G 1.7GHzથી 4.7 ગીગાહર્ટ્ઝ વચ્ચે mmWavesનો અને હાઇ-બેન્ડ 5G 24-47 ગીગાહર્ટ્ઝની ફ્રીક્વન્સીનો ઉપયોગ કરે છે.
ભારતમાં 20 વર્ષની વેલીડિટીના સમયગાળા સાથે કુલ 72097.85 મેગાહર્ટ્ઝ સ્પેક્ટ્રમની હરાજી કરવામાં આવશે. આ હરાજી જુલાઈના અંત સુધીમાં યોજાશે. હરાજી વિવિધ લો, મિડ અને હાઇ (26 ગીગાહર્ટ્ઝ) ફ્રિક્વન્સી બેન્ડમાં સ્પેક્ટ્રમ માટે યોજાશે.
ભારતમાં ઝડપ અને કેપેસિટી આપવા માટે 5G ટેકનોલોજી આધારિત સર્વિસને રોલ-આઉટ કરવા ટેલિકોમ સર્વિસ પ્રોવાઇડર્સ દ્વારા મિડ અને હાઇ બેન્ડ સ્પેક્ટ્રમનો ઉપયોગ કરવામાં આવશે. જેના કારણે 4G કરતા લગભગ 10 ગણી સ્પીડ મળશે.
4G અને 5G વચ્ચે શું તફાવત છે?
4Gની સરખામણીએ 5G વધુ કેપેબલ ઇન્ટરફેસ છે. આમ તો 4Gમાં 150mbps સુધીની સ્પીડ મળે છે પણ 5G 10Gbps ડાઉનલોડ સ્પીડ આપવા માટે સક્ષમ છે. આ સ્પીડ 4Gની ક્ષમતા કરતા અનેકગણી વધારે છે. તમે 5જીના માધ્યમથી સેકન્ડોમાં જ ફુલ લેન્થ એચડી મૂવીઝ ડાઉનલોડ કરી શકશો.
હવે અપલોડ સ્પીડની વાત કરીએ તો 5G નેટવર્ક 1Gbps સુધીની અપલોડ સ્પીડ આપી શકે છે, જ્યારે 4G નેટવર્ક પર 50Mbps અપલોડ સ્પીડ મળે છે. આ સિવાય 4Gની સરખામણીએ 5Gમાં વધારે ડિવાઇસ કનેક્ટ થઈ શકે છે. એક સમયે 4G કનેક્ટિવિટી હરણફાળ ગણાતી હતી. તેના કારણે લોકો સરળતાથી મ્યુઝિક અને વિડિઓઝ સ્ટ્રીમ કરી શકે છે. પણ હવે 5G સ્માર્ટફોન કરતા ઘણા વધુ પ્રકારના ડિવાઇસને કનેક્ટ કરવા માટે બનાવવામાં આવ્યું છે.
અત્યારે ભારતમાં 5G પ્લાનની કિંમત કેટલી હશે તે વિશે કોઈ માહિતી નથી, પરંતુ 4G કરતા તેની કિંમત વધારે હોવાની અપેક્ષા છે. ભારત પાસે દુનિયાનું સૌથી સસ્તું ઈન્ટરનેટ છે અને 5G રોલઆઉટથી તેમાં કોઈ ફેરફાર થવાની અપેક્ષા નથી.
અહીં ઉલ્લેખનીય છે કે, માર્ચ 2022માં, એરટેલના ચીફ ટેકનોલોજી ઓફિસર (CTO) રણદીપ સેખોને કહ્યું હતું કે, ભારતમાં 5G પ્લાન્સની કિંમત હાલના 4G પ્લાન્સ જેટલી જ રહે તેવી અપેક્ષા છે.
5G રોલઆઉટ ક્યારે થશે?
આવતા મહિને 5જી સ્પેક્ટ્રમની હરાજી થઈ રહી છે, ત્યારે 5G સર્વિસ આ વર્ષના અંતમાં જ અથવા 2023ની શરૂઆતમાં શરૂ કરવામાં આવે એવી અપેક્ષા રાખવામાં આવે છે. આ વર્ષની શરૂઆતમાં, એરટેલ સીટીઓએ કહ્યું હતું કે હરાજી પૂર્ણ થયા પછી ટેલિકોમ ઓપરેટર 2-4 મહિનાની અંદર 5G સેવાઓ શરૂ કરશે.
અત્યારે આપણા મોબાઈલમાં ડેટા, વાઇ-ફાઇ અને સેટેલાઇટ કમ્યુનિકેશન્સ માટે જે ફ્રીક્વન્સીઝનો ઉપયોગ થઈ રહ્યો છે એ જ ફ્રીક્વન્સીઝ રેડિયો પર 5G ચાલશે. જેથી ટેલિકોમ પ્રોવાઇડર્સને સર્વિસ માટે તેમના ટાવર બદલવાની જરૂર નહીં પડે.
5Gથી બીજા ક્યાં ફાયદા થશે?
5G સારું નેટવર્ક કનેકશન પૂરું પાડવાની સાથે વિશ્વના કેટલાક ટોચના મુદ્દાઓને હલ કરવા માટે અબજો ડિવાઇસને કનેક્ટ કરવા અને રિયલ ટાઈમ માહિતીની આપ-લે કરવાની રસ્તો સાફ કરશે. આ ઉપરાંત 5G આર્ટિફિશિયલ ઇન્ટેલિજન્સ અને મશીન લર્નિંગ સ્પેસમાં પણ નવા દ્વાર ખોલશે. 5Gથી વૈજ્ઞાનિકો તેમની સિસ્ટમમાં વધુને વધુ ડેટા પ્રોગ્રામ કરી શકશે, જેના પરિણામે ઝડપી સોલ્યુશન અને ઝડપી ઉકેલો આવશે. એકંદરે 5Gના કારણે ઘણી વસ્તુઓના વિકાસને વેગ મળશે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર