59 Chinese Apps બંધ થતા આ છે વિકલ્પ, જોઇ લો બીજી કઇ એપ્સ લાગશે કામ

News18 Gujarati
Updated: July 1, 2020, 11:25 AM IST
59 Chinese Apps બંધ થતા આ છે વિકલ્પ, જોઇ લો બીજી કઇ એપ્સ લાગશે કામ
જેમના મોબાઈલમાં પહેલેથી આ બધી ચાઇનિઝ એપ ડાઉનલોડ હશે એ કામ કરતી બંધ થશે અને ભવિષ્યમાં ડાઉનલોડ કરી નહીં શકાય.

જેમના મોબાઈલમાં પહેલેથી આ બધી ચાઇનિઝ એપ ડાઉનલોડ હશે એ કામ કરતી બંધ થશે અને ભવિષ્યમાં ડાઉનલોડ કરી નહીં શકાય.

  • Share this:
નવી દિલ્હી : ભારત સરકારે મોબાઈલમાં અને મોબાઈલ સિવાયના ડિજિટલ પ્લેટફોર્મ પર વપરાતી 59 ચાઇનિઝ એપ્લિકેશન (Chinese Apps banned in India) પર પ્રતિબંધ મૂકી દીધો છે. ચીન પર આ એક પ્રકારની ડિજિટલ સ્ટ્રાઈક છે. પ્રતિબંધિત એપમાં ભારતમાં વ્યાપકણે વપરાતી ટિકટોક, વિચેટ, ઝેન્ડર, હેલો, યુસી બ્રાઉઝર વગેરેનો પણ સમાવેશ થાય છે. એમાં પણ ટિકટોકને તો ભારતમાં અસાધારણ લોકપ્રિયતા મળી છે. કેન્દ્રિય મિનિસ્ટરી ઓફ ઈન્ફર્મેશન ટેકનોલોજીનો સેક્શન 69-એ અંતર્ગત નિર્ણય લીધો હોવાનું જણાવ્યું હતું.

આ અંગેની સરકારી યાદીમાં જણાવાયું હતું કે, વિવિધ ચાઈનિઝ એપ્લિકેશન વિશે વિવિધ ફરિયાદો મળતી હતી. એટલું જ નહીં કેટલીક એપ્લિકેશન દ્વારા યુઝર્સની માહિતી ચોરી થતી હોવાના પણ રિપોર્ટ વારંવાર પ્રગટ થયા હતા. સરકારે કહ્યું હતુ કે, અમુક એેપ્સ તો દેશની એકતા અને અખંડિતતા માટે પણ નુકસાનકારક હતી. આવી એપ્સ દ્વારા અનેક પ્રકારની માહિતી એકઠી કરીને દેશની બહાર આવેલા સર્વરોમાં મોકલવામાં પણ આવતી હતી. સરકારના આ નિર્ણય પછી જેમના મોબાઈલમાં પહેલેથી આ બધી ચાઇનિઝ એપ ડાઉનલોડ હશે એ કામ કરતી બંધ થશે અને ભવિષ્યમાં ડાઉનલોડ કરી નહીં શકાય.

TikTok : પ્રતિબંધ કરાયેલી તમામ એપ્સમાં સૈથી વધુ પોપ્યુલર ટિકટોક છે તેના સૌથી વધુ 10 કરોડ એક્ટિવ યૂઝર્સ છે. પરંતુ તમે તેની જગ્યાએ શેરચેટ તથા ચિંગારી એપનો ઉપયોગ કરી શકો છો.

Xender અને ShareIT : Dropbox કે ગૂગલ ડ્રાઇવનો ઉપયોગ કરી શકો છો.

Kwai, Helo, Likee, Bigo Live : આ વીડિયો શેરિંગ એપ્સને બદલે ShareChat, Roposo કે ચિંગારી એપનો ઉપયોગ કરી શકો છો.

CamScanner : આ એપ ભારતીયોમાં સૌથી વધારે લોકપ્રિય છે. હવે તમે આ એપનાં બદલે એડોબ સ્કેનર, માઇક્રોસોફ્ટ ઓફિસ લેન્સનો ઉપયોગ કરી શકો છો.UCBrowser કે Apus Browser : આના બદલે ગૂગલ ક્રો, બ્રેવ અને અન્ય બ્રાઊઝરનો ઉપયોગ કરી શકો છો.

UCNews : Jio News, ઇનશોર્ટ્સ અને ડેઇલીહન્ટનો ઉપયોગ કરી શકો છો.

આ પણ વાંચો - ભારતમાં 59 ચાઇનીઝ App પર પ્રતિબંધ બાદ ગૂગલ પ્લે અને એપલ સ્ટોરથી TikTok ડિલીટ

Baidu Maps: MapMyIndia નો ઉપયોગ કરી શકો.

આ પણ જુઓ - 

Club Factory કે Shein : આ એપનાં બદલે ફ્લિપકાર્ટ, મિંત્રા, એમેઝોનનો ઉપયોગ કરી શકો.

Virus Cleaner: Avast Antivirus ડાઉનલોડ કરી શકો છો.
First published: June 30, 2020, 9:49 AM IST
વધુ વાંચો
अगली ख़बर

टॉप स्टोरीज

corona virus btn
corona virus btn
Loading