બેંગલુરુઃ જો તમે ઓછી કિંમતમાં સારા ફીચર્સવાળા ફોનની તલાશ કરી રહ્યા છો તો આજે (6 જાન્યુઆરી) આપના માટે સારી તક છે. ઇનફીનિકસ (Infinix)ના બજેટ સ્માર્ટફોન Infinix Smart HD 2021ને આજે ફ્લેશ સેલ માટે ઉપલબ્ધ કરાવવામાં આવી રહ્યો છે. સેલ બપોરે 12 વાગ્યે ફ્લિપકાર્ટ (Flipkart) પર શરૂ થશે. આ ફોનની સૌથી ખાસ વાત સસ્તી કિંમતમાં તેની 5000mAh બેટરી પણ છે. માહિતી માટે જણાવી દઈએ કે આ એક એન્ટ્રી લેવલ ફોન છે અને કંપનીએ આ ફોનની કિંમત માત્ર 5,999 રૂપિયા રાખી છે.
ફોનની ખરીદી પર ગ્રાહકોને ઓફર પણ આપવામાં આવી રહી છે...ફ્લિપકાર્ટ પર આપવામાં આવેલી જાણકારી મુજબ, ફોનની ખરીદી પર Flipkart Axis Bank Credit Cardના માધ્યમથી 5 ટકાનું અનલિમિટેડ કેશબેક આપવામાં આવી રહ્યું છે. આ ઉપરાંત સ્પેશલ પ્રાઇઝ હેઠળ ફોન પર 2000 રૂપિયાની એક્સ્ટ્રા છૂટ પણ આપવામાં આવી રહી છે.
આ પણ વાંચો, ખૂબ જ સસ્તામાં મળી રહ્યા છે Realmeના 7 સ્માર્ટફોન, મળશે 65W ચાર્જિંગ અને 4 કેમેરા જેવા ફીચર્સ
આ પણ જુઓ, ‘ઓ બેટા જી...’ ગીત પર USના આ શખ્સે દીકરા સાથે કર્યો જોરદાર ડાન્સ, Video થઈ રહ્યો છે Viral
Infinix Smart HD 2021માં 6.1 ઇંચની HD+ ડ્રોપ નોચ ડિસ્પ્લે આપવામાં આવ્યું છે. આ ફોનનો આસ્પેક્ટ રેશિયો 19.5:9 અને સ્ક્રીન-ટૂ-બોડી રેશિયો 85 ટકા છે. પ્રોસેસરની વાત કરીએ તો આ ફોનમાં મીડિયાટેક હીલિયો A20 ક્વોડ-કોર પ્રોસેસર આપવામાં આવ્યું છે. કંપનીએ આ એન્ટ્રી લેવલ ફોનને એક જ વેરિયન્ટ 2 GB RAM અને 32 GBના ઇન્ટરનલ સ્ટોરેજની સાથે રજૂ કર્યો છે.
Published by:Mrunal Bhojak
First published:January 06, 2021, 07:13 am