Home /News /tech /Refurbished સ્માર્ટફોન ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો આ વાતો, નહીં તો આવશે પસ્તાવાનો વારો
Refurbished સ્માર્ટફોન ખરીદતા પહેલા ધ્યાનમાં રાખો આ વાતો, નહીં તો આવશે પસ્તાવાનો વારો
પ્રતીકાત્મક તસવીર
Refurbished Smartphone: જો તમે રિફર્બિશ્ડ સ્માર્ટફોન ખરીવા માંગો છો તો સૌથી પહેલા તપાસો કે તે ફેક્ટ્રી રિસેટ થયો છે કે નહીં. જો આમ કરવામાં આવ્યું ન હોય તો સમજવું કે તે ફોન યોગ્ય રીતે રિસ્ટોર અને રિફર્બિશ્ડ કરવામાં આવ્યો નથી.
મુંબઈ: આજના સમયમાં સ્માર્ટફોન (Smartphones) વગર લગભગ કોઈપણ કામ અશક્ય બની ગયું છે. ઈન્ટરનેટ, ઓનલાઇન શૉપિંગ (Online shopping), ફૂડ ઓર્ડર, પેમેન્ટ સિવાય અનેક કામો માટે ફોનનો ઉપયોગ કરવામાં આવે છે. પરંતુ રોજબરોજ તેમાં આવતા નવા અપડેટના કારણે સ્માર્ટફોન અમુક સમયે બદલવો પડે છે. ઘણી વખત એવું બને છે કે આપણે પૈસાના અભાવે આપણી પસંદનો સ્માર્ટફોન લઇ શકતા નથી.
તેવામાં થોડા સમયથી રિફર્બિશ્ડ સ્માર્ટફોન (Refurbished Smartphone)નો ટ્રેન્ડ ચાલ્યો છે. આવા ફોન નવા નથી હોતા અને તેની કિંમતો નવા સ્માર્ટફોનની (Low Cost Smartphones) સરખામણીએ ઓછી હોય છે. તે જ કારણ છે કે લોકો રિફર્બિશ્ડ સ્માર્ટફોન (Refurbished Smartphone) ખરીદવા ઇચ્છે છે. જો તમે પણ રિફર્બિશ્ડ સ્માર્ટફોન ખરીદવાનું વિચારી રહ્યા છો તો તમારે અમુક ફેક્ટ્સ (Important Facts) વિશે જાણવું જરૂરી છે.
રિફર્બિશ્ડ સ્માર્ટફોન સ્માર્ટફોન ખરીદતા પહેલા આ વાતોનું રાખો ખાસ ધ્યાન:
1) ફેક્ટ્રી સેટિંગ પર આપો ધ્યાન
જો તમે રિફર્બિશ્ડ સ્માર્ટફોન ખરીવા માંગો છો તો સૌથી પહેલા તપાસો કે તે ફેક્ટ્રી રિસેટ થયો છે કે નહીં. જો આમ કરવામાં આવ્યું ન હોય તો સમજવું કે તે ફોન યોગ્ય રીતે રિસ્ટોર અને રિફર્બિશ્ડ કરવામાં આવ્યો નથી. ફોનને યોગ્ય રીતે રિફર્બિશ્ડ ન કરવાનો અર્થ છે કે ફોન કોઇ પણ સમયે ખરાબ થઇ શકે છે. જો ફોન યોગ્ય રીતે રિફર્બિશ્ડ નથી તો તમે તેને પરત મોકલી શકો છો, કારણ કે દરેક રિફર્બિશ્ડ આઇટમ સાથે 10 દિવસ સુધી તેને રીટર્ન કરવાનો વિકલ્પ આપવામાં આવે છે.
2) અસેસરીઝની ક્વોલિટી તપાસો
રિફર્બિશ્ડ સ્માર્ટફોન ખરીદતી સમયે તપાસ કરો કે ફોન સાથે આવનાર તમામ અસેસરીઝ ઓરીજનલ છે કે નહીં. જો તમે નકલી અસેસરીઝનો ઉપયોગ કરશો તો તમારો ફોન ખરાબ થઇ શકે છે. દા.ત, તમારા રિફર્બિશ્ડ સ્માર્ટફોન સાથે એક નકલી ચાર્જર આવે છે, તો સ્વાભાવિક વાત છે કે તમારા ફોનની બેટરી ખરાબ થઇ શકે છે.
3) વોરંટી છે કે નહીં જાણી લો
રિફર્બિશ્ડ સ્માર્ટફોનની સાથે વોરન્ટી ચોક્કસ આવે છે. કારણ કે રિફર્બિશ્ડ સ્માર્ટફોન પહેલા પણ ખરાબ થયો હોય છે અને તેથી તેમાં ભવિષ્યમાં પણ કોઇ પ્રોબ્લેમ આવવાની શક્યતા છે. તેથી રિફર્બિશ્ડ સ્માર્ટફોન ખરીદતી સમયે ખાસ તપાસો કે તેની સાથે વોરન્ટી છે કે નહીં. જો વોરન્ટી નથી તો ફોન ખરીદ્યા બાદ આવનાર ખરાબી માટે તમે જ જવાબદાર રહેશો.
ઘણી વખત જૂના સ્માર્ટફોન નવી ઓપરેટિંગ સિસ્ટમને સપોર્ટ કરતા નથી. તો જો તમે કોઇ જૂનું રિફર્બિશ્ડ ડિવાઇસ લેવાનું વિચારી રહ્યા છો તો સૌથી પહેલા ચેક કરો કે તે ફોન અપડેટ છે કે નહીં. જો અપડેટ નહીં હોય તો તમે નવા સિક્યોરિટી અપડેટ મેળવી શકશો નહીં. અને સ્માર્ટફોનમાં તમારા ડેટાની સિક્યોરીટી સાથે સમજૂતી કરવી યોગ્ય નથી.
5) ઓરિજનલ બિલ અવશ્ય લો
આપને જણાવી દઇએ કે ઓરિજનલ બિલ લેવું ખાસ જરૂરી છે અને તે વાતની ગેરન્ટી પણ લો કે જો ભવિષ્યમાં રિફર્બિશ્ડ સ્માર્ટફોનમાં કોઇ સમસ્યા આવે છે તો તેઓ જવાબદારી લઇને તેને ફિક્સ કરી આપશે. જો તમારી પાસે ઓરિજલન બિલ નથી તો આગળ જતા સમસ્યા થઇ શકે છે.
કિંમત ઓછી હોવી રિફર્બિશ્ડ સ્માર્ટફોન ખરીદવાનો સૌથી મોટો ફાયદો છે. ડિવાઇસની કોસ્ટ એટલી ઓછી તો હોવી જ જોઇએ કે તમને તે વાજબી લાગે. જો નવા સ્માર્ટફોન અને રિફર્બિશ્ડ સ્માર્ટફોનની કિંમતમાં વધુ અંતર ન હોય તો નવો સ્માર્ટફોન લેવો વધુ હિતવહ છે.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર