ચૈત્ર નવરાત્રી (Chatri Navaratri 2023) 22 માર્ચથી શરૂ થવાની છે અને આ સાથે જ દેશમાં સ્થિત શક્તિપીઠો અને દૈવિક સ્થળો (Daivik Places Tour) પર ભક્તોની ભીડ શરૂ થઈ જશે. જો તમે પણ આ નવરાત્રિમાં મા વૈષ્ણોદેવી, કાંગડા દેવી, જ્વાલાજી, મા ચામુંડા અને ચિંતપૂર્ણીના દરબારમાં જવા માંગો છો, તો IRCTC તમને એક ખાસ ટૂર પેકેજની ઓફર (IRCTC Vaishno devi Tour Packege) કરી રહ્યું છે. ખાસ વાત એ છે કે પાંચ દેવી દર્શન સાથે આ આધ્યાત્મિક પ્રવાસ પેકેજનું ભાડું ઘણું ઓછું છે. મુસાફરો પાસે આ મુસાફરી માટે થર્ડ એસી અને સ્લીપર ક્લાસ બંને વિકલ્પો ઉપલબ્ધ છે. જોકે બંનેના ભાડા અલગ-અલગ હશે. આવો જાણીએ આ પેકેજની સંપૂર્ણ વિગતો વિશે.
5 દિવસ અને 6 રાતનું ટૂર પેકેજ
માં વૈષ્ણોદેવી સહિત 5 દેવી સાઈટનું આ ખાસ ટૂર પેકેજ 5 દિવસ અને 6 રાતનું રહેશે. આ આધ્યાત્મિક યાત્રા માટે બે તારીખો નક્કી કરવામાં આવી છે. જેમાં તમે 22 અને 29 માર્ચનું બુકિંગ કરાવી શકો છો. આ ટ્રેન જયપુરથી શરૂ થશે. પરંતુ મુસાફરો અજમેર જંક્શન, કિશનગઢ, ફુલેરા જંકશન, જયપુર, ગાંધીનગર જેપીઆર, દૌસા, બાંદીકુઇ જંક્શન, રાજગઢ, અલવર, ખૈરથલ, રેવાડી, ગુડગાંવ, દિલ્હી કેન્ટ, દિલ્હી, કરનાલ અને અંબાલા કેન્ટ જંકશનથી પણ પોતાની સુવિધા મુજબ ટ્રેનો પકડી શકે છે.
અજમેર-જમ્મુ તાવી-અજમેર માટે ટ્રેન રિઝર્વેશન પ્રવાસ, માર્ગ પરિવહન, ફરવાલાયક સ્થળોની સુવિધા, પિક એન્ડ ડ્રોપ સુવિધા અનુસાર 3એસી વર્ગ (ડિલક્સ પેકેજ) અને એસએલ કેટેગરી (સ્ટાન્ડર્ડ પેકેજ)માં ઉપલબ્ધ રહેશે.
કેટલો છે પેકેજનો ચાર્જ
આઈઆરસીટીસીએ આ યાત્રા માટે થર્ડ એસી અને સ્લીપર માટે અલગ અલગ ભાડા નક્કી કર્યા છે. જો તમે થર્ડ એસી માટે બુકિંગ કરાવી રહ્યા છો તો તમારે એક વ્યક્તિ માટે 17,735 રૂપિયા, 2 લોકો માટે 14,120 રૂપિયા અને 3 મુસાફરો માટે 13,740 રૂપિયા ચૂકવવા પડશે. સાથે જ સ્પીલર માટે તમારે એક વ્યક્તિ માટે 14,735 રૂપિયા, 2 લોકો માટે 11,120 રૂપિયા અને 3 પેસેન્જર માટે 10,740 રૂપિયા ચૂકવવા પડશે. તમે આ લિંક https://www.irctctourism.com/pacakage_description?packageCode=NJR044 વિઝિટ કરીને આ પેકેજની સંપૂર્ણ વિગતો જોઈ શકો છો.
અને તમારું પસંદનું પેકેજ બૂક કરીને માતાના દર્શનનો લાભ લઇ શકો છો.
First published:
ગુજરાતી સમાચાર નો ખજાનો એટલે News18 ગુજરાતી. ગુજરાત, દેશ વિદેશ, બોલીવુડ, સ્પોર્ટ્સ, બિઝનેસ, મનોરંજન સહિત વધુ સમાચાર વાંચો ન્યૂઝ18 ગુજરાતી પર