એન્ડ્રોઇડ યૂઝર્સ માટે 4 ટીપ્સ: ફટાફટ ચાર્જ થશે તમારો સ્માર્ટફોન, જાણો રીત

ફાસ્ટ ચાર્જિંગ માટે ટીપ્સ

Tips to charge your smartphone fast: આપણે જાણીએ છીએ કે આજકાલ માર્કેટમાં જે પણ નવા સ્માર્ટફોન (Smartphones) આવે છે તેમાં વધારે ક્ષમતાની બેટરી હોય છે, તેમજ તે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે.

  • Share this:
    મુંબઈ: આજકાલ અને એન્ડ્રોઇડ ફોન (Android Phone) ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ (Fast charging support) કરે છે. ફાસ્ટ ચાર્જિંગનું ફીચર સમયથી સાથે સાથે બદલાઈ રહ્યું છે. આપણે જાણીએ છીએ કે આજકાલ માર્કેટમાં જે પણ નવા સ્માર્ટફોન (Smartphones) આવે છે તેમાં વધારે ક્ષમતાની બેટરી હોય છે, તેમજ તે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે. જોકે, ક્યારેક ઘણા સમય સુધી ફોન વાપર્યાં બાદ તે ફાસ્ટ ચાર્જ નથી થતો. જો તમે પણ આવી કોઈ સમસ્યાનો સામનો કરી રહ્યા છો તો અમે તમારા માટે કેટલીક ટીપ્સ (Tips to charge your smartphone fast) લઈને આવ્યા છીએ. આ ટીપ્સ તમારા સ્માર્ટફોનની ફાસ્ટ ચાર્જિંગ ટેક્નિક યોગ્ય કરી શકે છે.

    1) ફોન ધીમો ચાર્જ થઈ રહ્યો હોય તો ટ્રબલશૂટ કરો

    એન્ડ્રોઇડ ફોનનો દરેક યૂઝર સેવ મોડ વિશે જાણે છે. જો તમે આ ફીચર વિશે નથી જાણતા તો તમને જણાવી દઈએ કે આ સર્વિસ મારફતે તમે એપ કન્ફિગ્રેશન સંબંધિત અનેક સમસ્યાને ઠીક કરી શકો છો. તમારે તમારા ફોનના સેવ મોડને રિસ્ટાર્ટ કરવાનો છે. આવું કરતા તમને માલુમ પડશે કે તમારો સ્માર્ટફોન ફાસ્ટ ચાર્જ થઈ રહ્યો છે કે નહીં.

    2) ફોનને સ્વીચ ઑફ કરીને ચાર્જ કરવો

    ક્યારેક ક્યારેક ફોનના બ્રેકગ્રાઉન્ડમાં અપડેટ ચાલતું હોય છે. આ કારણે ફોન ફાસ્ટ ચાર્જ નથી થતો. જ્યારે ફોન ચાર્જ કરો ત્યારે તેને સ્વીચ ઑફ કરી દો. આવું કરવાથી તમારા ફોનમાં કોઈ બગ હશે તો તે સમસ્યા દૂર થઈ જશે.

    આ પણ વાંચો: શા માટે ફાટે છે સ્માર્ટફોનની બેટરી, તેને રોકવા માટે શું કરી શકાય?

    3) યોગ્ય કેબલની પસંદગી કરો

    ફોનના ડેટા કેબલ પણ બે પ્રકારના આવે છે. જેમાંથી એક ડેટા કેબલ એવો હોય છે જે ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ કરે છે, જ્યારે અન્ય કેબલ ફાસ્ટ ચાર્જિંગને સપોર્ટ નથી કરતો. જો તમે તમારા ફોનને ઝડપથી ચાર્જ કરવા માંગો છો તો તેના માટે યોગ્ય કેબલની પસંદગી કરો. એ યોગ્ય રહેશે કે તમે ફોનના ફાસ્ટ ચાર્જ કરવા માટે સર્ટિફાઇડ કેબલની પસંદગી કરો.

    આ પણ વાંચો: ખૂબ જ પ્રસિદ્ધ આ એપને તમારા સ્માર્ટફોનમાંથી તાત્કાલિક હટાવી દો, ગૂગલે પ્લે સ્ટોરમાંથી હટાવી

    4) હંમેશા ઓરિજિનલ ચાર્જરનો ઉપયોગ કરો

    તમારા ફોનને ચાર્જ કરવા માટે હંમેશા ઓરિજિનલ ચાર્જરનો જ ઉપયોગ કરવો જોઈએ. ડુપ્લીકેટ ચાર્જ તમારા ફોનની બેટરી પર ખરાબ પ્રભાવ પાડી શકે છે. અમુક કિસ્સામાં ડુપ્લીકેટ ચાર્જરથી ચાર્જ કરતી વખતે બેટરી બ્લાસ્ટ પણ થઈ શકે છે.
    Published by:Vinod Zankhaliya
    First published: