Home /News /tech /iPhone 14: શું તમે અમેરિકાથી આઇફોન 14 મંગાવવાનું વિચારી રહ્યા છો? આ 4 બાબતોનું ખાસ ધ્યાન રાખો

iPhone 14: શું તમે અમેરિકાથી આઇફોન 14 મંગાવવાનું વિચારી રહ્યા છો? આ 4 બાબતોનું ખાસ ધ્યાન રાખો

પ્રતીકાત્મક તસવીર

Buy iPhone 14 from US: iPhone 14 સિરીઝની મુખ્ય વિશેષતાઓમાંની એક સેટેલાઇટ કનેક્ટિવિટી છે, જેની જાહેરાત Appleએ તેના લોન્ચ કીનોટ દરમિયાન કરી હતી. iPhone 14 સિરીઝનો ફોન ધરાવતા યુઝર્સ કોઈપણ સેલ્યુલર કવરેજ ન હોય તો પણ સેટેલાઇટ કનેક્ટિવિટીની મદદથી ઇમર્જન્સી મેસેજ મોકલી શકે છે. આ સુવિધા માત્ર યૂએસ અને કેનેડામાં જ ઉપલબ્ધ છે.

વધુ જુઓ ...
નવી દિલ્હી: iPhone 14 સિરીઝ આ વખતે મિનીને બદલે નવા iPhone 14 Plus વિકલ્પ સાથે લોન્ચ થઇ છે. પ્રો મૉડલ્સ (iPhone 14 pro)માં નવી ડિઝાઇન અને હાર્ડવેર અપડેટ્સ છે. આખી સિરીઝમાં નવ ફીચર્સ અને અપગ્રેડસ સાથે આવે છે અને કિંમત ગયા વર્ષની iPhone 13 સિરીઝની કિંમત જેટલી જ છે, પરંતુ માત્ર યુ.એસ.માં. ભારતમાં, iPhone 14 સિરીઝ નોન-પ્રો મોડલ્સ માટે રૂ. 79,900 અને પ્રો મોડલ્સ માટે રૂ. 1,29,900થી શરૂ થાય છે. બીજી તરફ અમેરિકામાં એપલે નોન-પ્રો મોડલ્સ માટે $799 (આશરે રૂ. 63,590) અને પ્રો મોડલ્સ માટે $999 (લગભગ રૂ. 79,507) જેટલી કિંમતની જાહેરાત કરી હતી. કિંમતમાં ખૂબ મોટો તફાવત છે, પરંતુ શું તેના કારણે કોઈ મિત્ર અથવા સંબંધી દ્વારા યૂએસથી iPhone 14 મેળવવો યોગ્ય રહેશે? તમે તેમ કરો તે પહેલાં ધ્યાનમાં રાખવા જેવી કેટલીક બાબતોનો અહીં અપાઈ છે.

અનલોક કરેલા ડિવાઇસ માટે ચૂકવવા પડશે વધારાના $30 અને વેચાણ વેરો


ચાલો સૌથી મહત્વપૂર્ણ પાસું એટલે કે, મોબાઈલની કિંમત સાથે પ્રારંભ કરીએ. iPhone 14 સિરીઝ યૂએસમાં $799 થી શરૂ થાય છે અને તેને AT&T, Sprint, T-Mobile અથવા Verizon જેવા યૂએસ-આધારિત કેરિયર્સથી લૉક કરવામાં આવે છે. યુનાઇટેડ સ્ટેટ્સની બહાર એરટેલ અથવા જિયો જેવી ભારતીય સેલ્યુલર સેવા સાથે આઇફોનનો ઉપયોગ કરવા માટે તમારે 'અનલોક્ડ' આઇફોનની જરૂર પડશે.

એપલ અનલોક કરેલ iPhone 14 માટે $30 પ્રીમિયમ ચાર્જ કરે છે, એટલે કે નોન-પ્રો વેરિઅન્ટ્સ $799 થી શરૂ થાય છે અને $829 કિંમતમાં પડશે (રૂ. 63,590 ને બદલે લગભગ રૂ. 65,978), જ્યારે પ્રો મોડલ્સ $1,029 મા પડશે. વેચાણ વેરો પણ ખરીદ કિંમતમાં ઉમેરવામાં આવે છે. જે દરેક સ્ટેટ પ્રમાણે અલગ છે. કેટલાક યૂએસ સ્ટેટ્સમાં 8 થી 10 ટકા સેલ્સ ટેક્સ છે, જે કિંમતમાં વધુ વધારો કરશે. તમે ભારતમાં જે ખર્ચ કરશો તેના કરતાં કિંમત હજુ પણ ઓછી છે, પરંતુ તમારે તે છતાં નાના વધારાને પણ ધ્યાનમાં રાખવું જોઈએ.

ઇ-સિમ પર સ્વિચ કરવું


iPhone 14 સિરીઝે ઈ-સિમ અથવા ઈલેક્ટ્રોનિક સિમ પર સંપૂર્ણપણે સ્વિચ કર્યું છે, જેનો અર્થ છે કે, યૂ.એસ.માંથી ખરીદેલ કોઈપણ iPhone 14 મૉડલમાં કોઈ ફિઝિકલ સિમ સ્લોટ નહીં હોય. યૂ.એસ.માંથી iPhone 14 સિરીઝના ડિવાઇસ અથવા ભારતમાં કોઈપણ અન્ય ઈ-સિમ ફોનનો ઉપયોગ કરવા માટે યુઝર્સે સંબંધિત ટેલિકોમના કસ્ટમર કેર સાથે સંપર્કમાં રહીને પ્રથમ તેમના નંબરને સામાન્ય સિમમાંથી ઈ-સિમ પર સ્વિચ કરવાની જરૂર પડશે. Jio, Airtel અને Vi જેવી મોટી ભારતીય ટેલિકોમ કંપનીઓ ઈ-સિમને સપોર્ટ કરે છે, પરંતુ આ વધારાની પ્રક્રિયા હશે.

ઇ-સિમ પર સ્વિચ કરવું ખરેખર લાંબા ગાળે અનુકૂળ છે. જો તમે ઘણી મુસાફરી કરો છો, તો સ્ટોરની મુલાકાત લેવા અને સિમ કાર્ડ મેળવવા કરતાં અન્ય દેશમાં ઈ-સિમ મેળવવું વધુ ઝડપી હોઈ શકે છે. તમે મલ્ટીપલ ઇ-સિમ પ્રોફાઇલ્સ પણ સ્ટોર કરી શકો છો અને જો તમે ખરેખર અવારનવાર પ્રવાસ કરતા હોવ તો સફરમાં તે સ્વિચ કરી શકો છો.

તમારા સ્માર્ટફોનની ફ્રેમમાં એક ઓછું ઓપનિંગ સ્લોટ હશે. જે ફોનમાં ધૂળ અથવા પાણી પ્રવેશવાની સંભાવનાની દહેશત ઓછી કરે છે . પરંતુ ધ્યાનમાં રાખો કે જો તમે ઈ-સિમ કનેક્ટિવિટી વગરના ફોન પર પાછા સ્વિચ કરો તો તમારે ફરીથી ફિઝિકલ સિમ કાર્ડ મેળવવાની પ્રક્રિયામાંથી પસાર થવું પડશે.

ભારતમાં કોઈ સેટેલાઇટ કનેક્ટિવિટી ફીચર નથી


iPhone 14 સિરીઝની મુખ્ય વિશેષતાઓમાંની એક સેટેલાઇટ કનેક્ટિવિટી છે, જેની જાહેરાત Appleએ તેના લોન્ચ કીનોટ દરમિયાન કરી હતી. iPhone 14 સિરીઝનો ફોન ધરાવતા યુઝર્સ કોઈપણ સેલ્યુલર કવરેજ ન હોય તો પણ સેટેલાઇટ કનેક્ટિવિટીની મદદથી ઇમર્જન્સી મેસેજ મોકલી શકે છે. આ સુવિધા માત્ર યૂએસ અને કેનેડામાં જ ઉપલબ્ધ છે. આ સુવિધા સૉફ્ટવેર દ્વારા ચાલે છે, તેથી જો તમને યૂએસમાંથી iPhone 14 મળે તો પણ તમે સ્થાનિક રીતે ખરીદેલા iPhone 14ની જેમ ભારતમાં સેટેલાઇટ કનેક્ટિવિટીનો ઉપયોગ કરી શકશો નહીં.

આ પણ વાંચો: શું લોકો ખરેખર કિડની વેચીને ખરીદી રહ્યાં છે iPhone 14!

ભારતમાં વોરંટી


Appleના iPhones વૈશ્વિક વોરંટી સાથે વેચાય છે, તેથી કેટલાક અન્ય પ્રતિબંધોથી વિપરીત આ કોઈ સમસ્યા હશે નહીં. તમે ભારતમાં પણ યૂએસમાં ખરીદેલા iPhone 14-સિરીઝના ડિવાઇસ પર વોરંટીનો દાવો કરી શકો છો. જો કે, આ પ્રક્રિયાને સરળ બનાવવા માટે ડિવાઇસ સાથે તમામ યોગ્ય ડોક્યુમેન્ટ્સ તમારી સાથે સુરક્ષિત રીતે રાખવાનું આવશ્યક છે. જો તમને એક્સટેન્ડેડ વોરંટી જોઈતી હોય, તો તમારે ભારતમાં AppleCare+ અલગથી ખરીદવી પડશે.
Published by:Vinod Zankhaliya
First published:

Tags: Apple, Automobile, IPhone 14, US, ભારત

विज्ञापन
विज्ञापन